ETV Bharat / state

જૂનાગઢના આંગણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી 13 દિવસ કરશે રોકાણ, જાણો કેવા થશે ઉત્સવ-પ્રસંગો - Mahant Swami of BAPS Sect

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. તેઓ નવરાત્રી દરમિયાન જૂનાગઢમાં રોકાણ કરીને ધર્મ સભામાં ભાગ લેશે. આગામી 13 દિવસ સુધી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ઉત્સવો અને પ્રસંગોનું આયોજન કરીને મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ધર્મ સભાનું આયોજન કરાયું છે. Mahant Swami of BAPS Sect

જૂનાગઢના આંગણે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી 13 દિવસ કરશે રોકાણ
જૂનાગઢના આંગણે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી 13 દિવસ કરશે રોકાણ (Etv Bharat Gujarat)

જૂનાગઢ: અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. તેઓ નવરાત્રી દરમિયાન જૂનાગઢમાં રોકાણ કરીને ધર્મ સભામાં ભાગ લેશે. તેમના આગમન પ્રસંગે હરિભક્તો દ્વારા 91 ફૂટ લાંબા કાગળના પુષ્પોથી બનાવેલા હારથી મહંત સ્વામીનું સ્વાગત કરાયું હતું.

આગામી 13 દિવસ સુધી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ઉત્સવો અને પ્રસંગોનું આયોજન કરીને મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ધર્મ સભાનું આયોજન કરાયું છે.

BAPS સંપ્રદાયના મહંત સ્વામી જૂનાગઢની મુલાકાતે: અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી 13 દિવસ સુધી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. પહેલી વખત નવરાત્રીના તમામ દિવસો દરમિયાન મહંત સ્વામી જૂનાગઢ ખાતે BAPS સંસ્થા દ્વારા સ્થાપવામાં આવેલા મંદિરમાં રોકાણ કરીને 13 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોમાં હાજરી આપીને નવરાત્રિની ઉજવણી જૂનાગઢમાં કરશે.

હરિભક્તો દ્વારા 91 ફૂટનો હાર તૈયાર કરાયો: જૂનાગઢ આવી પહોંચેલા મહંત સ્વામીનું હરિભક્તો એ ખૂબ જ અદકેરુ ધાર્મિક સન્માન કર્યું હતું. મહંત સ્વામીની આયુ 91 વર્ષને ધ્યાન રાખીને હરિભક્તો દ્વારા 91 ફૂટ લાંબા કાગળના પુષ્પનો હાર તૈયાર કરાયો હતો. જેમાં 450 જેટલા કાગળના ફૂલો રાખવામાં આવ્યા હતા. પ્રત્યેક ફૂલ પર હાર બનાવનારા હરિભક્તનું નામ અંકિત કરવામાં આવ્યું હતું. જે હાર આજે હરિભક્તોએ મહંત સ્વામીને અર્પણ કરીને તેમનું અદકેરું સ્વાગત કર્યું હતું.

13 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો: મહંત સ્વામી જૂનાગઢ ખાતે 13 દિવસ રોકાઈ રહ્યા છે. તેને અનુરૂપ આ દિવસો દરમિયાન પ્રાતઃ 05: 45 કલાકથી 08:00 કલાક સુધી પૂજા અને દર્શનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વયં મહંત સ્વામી હાજર રહીને હરિભક્તોને દર્શન આપશે. 3જી ઓક્ટોબરના દિવસે સ્વાગત દિન, 4 ઓક્ટોબરના દિવસે સમીપ દર્શન, 5 ઓક્ટોબરના દિવસે વિદ્યામંદિર દિન, 6 ઓક્ટોબરના દિવસે સાંસ્કૃતિક દિન, 8 ઓક્ટોબરના દિવસે સમીપ દર્શન, 9 ઓક્ટોબરના દિવસે બાળ યુવા દિન, 10 ઓક્ટોબરના દિવસે સમીપ દર્શન અને 13 ઓક્ટોબરના શરદ પૂનમના દિવસે પ્રતીક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય અક્ષરપુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા 6 ઓક્ટોબર રવિવારે વહેલી સવારે 6 કલાકે કરવામાં આવશે. સાથે સાથે મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. હરણી તળાવ બોટ દુર્ઘટના: ગુજરાત હાઇકોર્ટે પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા - Harni Lake boat accident case
  2. સુરતના કિશનભાઈને પાકિસ્તાનના વ્યક્તિમાં થયા ઈમાનદારીના દર્શન, જાણો સમગ્ર મામલો - One Crore Ninety lakh Bracelet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.