મોરબી: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલખાયો હતો જેના પરિણામે ડેમ 2 ના દરવાજા ખોલાયા હતા ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ ફાયર સહિતની ટીમો સ્થળ પર પોહચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા લોકોની શોધખોળ શરૂ કરી છે. જે પૈકી ચાર તરુણોનો બચાવી લેવામાં આવ્યા છે.
ઘરે સ્વિમિંગ પુલ કહી નદીમાં નાહવા ગયા: આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી વિગત મુજબ મચ્છુ-3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી હતી. જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીરા પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને અન્ય ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ) અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) શોધખોળ ચાલુ તેમજ ભંખોડીયા આર્યન ભરતભાઈ (16 વર્ષ) ભંખોડીયા જય ગૌતમભાઈ (16 વર્ષ), ભંખોડીયા પ્રીતમ અસ્વીનભાઈ (17 વર્ષ) અને બોચીયા જૈમિન ખીમજીભાઈ (16 વર્ષ) સાથે નાહવા ગયા હતા. જેઓ બહાર નીકળી ગયા હતા. ઘરેથી સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું કહીને આ તરુણો ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં નદીમાં નાહવા ગયા હતા.