જૂનાગઢઃ 3જા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ આવતી કાલે સાંજે 5:00 કલાકે શાંત થઈ જશે. તેથી આજે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવેકાનંદ વિદ્યામંદિરથી બાઈક રેલી જૂનાગઢ શહેરના હાર્દ સમા વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં મતદાતાઓને કોંગ્રેસ તરફી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.
આવતીકાલે થશે પ્રચાર પડઘમ શાંતઃ લોકસભા ચૂંટણીના 3જા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર 7મી તારીખે મતદાન થવાનું છે. જેના પ્રચાર પડઘમ આવતી કાલે સાંજે 5:00 કલાકે બંધ થઈ જશે. તેથી આજે જૂનાગઢ લોકસભા બેઠક મત વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે નાની નાની ગ્રુપ મીટિંગ અને સમાજના અગ્રણીઓ અને સોસાયટીના પ્રમુખો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રિના 8 કલાકે વેરાવળમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં એક સભાનું પણ આયોજન થયું છે. ચૂંટણી પ્રચારને લઈને હવે 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે ત્યારે કોંગ્રેસના સમર્થનમાં યુવાનોએ કોંગ્રેસને મત આપવા માટે જૂનાગઢ શહેરમાં બાઈક રેલી યોજી હતી.
હીરાભાઈ જોટવાને જીતાડવા અપીલઃ આજે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવેકાનંદ વિદ્યામંદિરથી બાઈક રેલી જૂનાગઢ શહેરના હાર્દ સમા વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં મતદાતાઓને કોંગ્રેસ તરફી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. આજે રાત્રિના 8 કલાકે વેરાવળમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં એક સભાનું પણ આયોજન થયું છે.