ETV Bharat / state

સુરતમાં આચાર સંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ, કયા પક્ષ સામે નોંધાઈ સૌથી વધુ ફરિયાદ ? - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સુરત શહેરમાં અત્યાર સુધીમાં 171 જેટલી આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સુરત જિલ્લા ચૂંટણી તંત્રનો દાવો છે કે 18 ફરિયાદ સિવાય બાકીની તમામનો ઉકેલ લવાયો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Surat Code of Conduct

સુરતમાં આચાર સંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 2:41 PM IST

સુરતમાં આચાર સંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ

સુરતઃ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. સુરત જેવા મહાનગરમાં આચાર સંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ છે. જો કે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દાવો કરી રહ્યું છે કે 18 ફરિયાદ સિવાય બાકીની તમામનો ઉકેલ લવાયો છે. આ તમામ ફરિયાદ રાજકીય પક્ષોના બેનર્સ સંદર્ભે કરવામાં આવી હતી. સૌથી વધુ ફરિયાદ સત્તા પક્ષ ભાજપ વિરુદ્ધ કરવામાં આવી છે. સરકારી યોજનાઓના પોસ્ટર્સ અને બેનર્સ સંદર્ભે ભાજપ વિરુદ્ધ ફરિયાદ થઈ છે.

ખાસ કંટ્રોલરૂમ બનાવાયોઃ સુરત શહેરમાં આદર્શ આચાર સંહિતા જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે પહેલા માળે ખાસ કંટ્રોલરૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં 24 કલાક કર્મચારીઓ આચાર સંહિતા લગતી ફરિયાદના સંદર્ભે કાર્યરત રહે છે. 18 જેટલા કર્મચારીઓ અહીં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત ડ્યૂટી કરે છે. અત્યાર સુધી એપ, ટોલ ફ્રી નંબર તેમજ અન્ય માધ્યમોથી સુરત જિલ્લા ચૂંટણી પંચને 171 જેટલી આચાર સંહિતા ભંગની ફરિયાદ મળી છે. જેમાં સૌથી વધુ ફરિયાદ સત્તા પક્ષ ભાજપ વિરુદ્ધ કરાઈ છે. જેમાં સરકારી યોજનાઓના બેનર્સ હજૂ પણ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ બાદ તાત્કાલિક તંત્ર દ્વારા એક્શન લઈ તેનો નિકાલ કરવામાં આવ્યો છે.

કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરતઃ નાયબ ચુંટણી અધિકારી આર.સી. પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. કોઈપણ વ્યક્તિ આ કંટ્રોલરૂમમાં કોઈ પણ માધ્યમથી આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી શકે છે. રાજ્ય ચૂંટણી પંચની એપમાં મોબાઈલ દ્વારા કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. આ સાથે ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. કંટ્રોલરૂમમાં મળતી મોટાભાગની ફરિયાદ સત્તા પક્ષની યોજનાઓ દર્શાવતા બેનર્સ અને હોર્ડિંગ્સ હટાવવા માટે આવતી હોય છે. જોકે અન્ય પાર્ટીના મંજૂરી વગરના બેનર્સ પોસ્ટર્સની ફરિયાદ પણ આવે છે.

ટેસ્ટિંગ માટે 18 ફરિયાદઃ અત્યાર સુધીમાં સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને બારડોલી લોકસભા બેઠકને લઈ પણ લોકો આચાર સહિતની ફરિયાદ નોંધાવી રહ્યા છે. 16 વિધાનસભા મતવિસ્તાર છે. કુલ 171 જેટલી ફરિયાદ જિલ્લા ચૂંટણી તંત્રને મળી છે. નાયબ ચુંટણી અધિકારી આર.સી. પટેલે જણાવ્યું હતું કે, અમે 153 જેટલા ફરિયાદનો નિકાલ કર્યો છે. અન્ય 18 ફરિયાદ છે જે ડ્રોપ કરવામાં આવી છે કારણ કે, એપના માધ્યમથી કેટલાક લોકો માત્ર ટેસ્ટિંગ માટે ફરિયાદ કરતા હોય છે. આ સિવાય અમે તમામ ફરિયાદોના નિકાલ કરી ચૂક્યા છે. અમે અહીંયા 3 પ્રકારની ફરિયાદો લેતા હોઈએ છીએ. જેમાં મીડિયા તરફથી મળતી ફરિયાદ, ઉમેદવાર/પક્ષ તરફથી મળતી ફરિયાદ અથવા તો અમારી ટીમ દ્વારા લેવાતી ફરિયાદ સામેલ છે. અત્યાર સુધીમાં કોઈ પક્ષના ઉમેદવાર સામે ફરિયાદ કરાઈ નથી. ચૂંટણી માટે કોઈ રકમ, ધાકધમકી, દારુ કે અન્ય માદક દ્રવ્યોની લાલચ સંબંધિત કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

  1. ઓલપાડના અરિયાના ગામે સુરત લોકસભા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બળદ ગાડામાં બેસીને કર્યો ચૂંટણી પ્રચાર - Surat Loksabha Prachar
  2. પાટણ નગરપાલિકાના વેરાનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હલ્લાબોલ - Congress Protest In Patan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.