ETV Bharat / state

મનસુખ માંડવિયાએ પોરબંદરના ઘેડ વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર, 4 જિલ્લાના માલધારીઓએ ભાજપને ટેકો જાહેર કર્યો - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

પોરબંદર લોકસભા બેઠક પરના ઉમેદવાર મનસુખ માંડવિયા ઘેડ વિસ્તારના પ્રવાસે હતા. તેમણે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો અને જનસભાને સંબોધન કર્યુ હતું. Loksabha Election 2024

મનસુખ માંડવિયાએ પોરબંદરના ઘેડ વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 10:27 PM IST

મનસુખ માંડવિયાએ પોરબંદરના ઘેડ વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર

પોરબંદરઃ લોકસભાની ચૂંટણીમાં આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. અત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઘેડ વિસ્તારમાં જનસભા સંબોધી અને ચૂંટણી પ્રચાર કર્યો હતો.

કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં પ્રવાસઃ આજે સવારથી જ પોરબંદરના ઘેડ વિસ્તારમાં મનસુખ માંડવિયાએ કુતિયાણા વિધાનસભા પ્રવાસ કાર્યક્રમમાં ટુકડા ગોસા, નવાગામ, ભડ/લુશાળા, મિત્રાળા, દેરોદર, એરડા, નવીબંદર/ચિકાસા, રાતીયા, ઊંટડા, બળેજ, ગોરસર, પાતા, ચિંગરીયા, મંડેર, કડછ, બળેજ, મોચા, ગોસા વગેરે ગામોમાં લોક સંપર્ક તથા જનસભાઓ સંબોધી હતી.

4 જિલ્લાના માલધારી સમાજનો ટેકોઃ ઘેડ વિસ્તારના બળેજ ગામે આવેલ માતાજીના મઢ ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહયો હતો. ઢોલ, શરણાઈ, શણગારેલા ઊંટ સાથે બાળાઓએ પુષ્પ વર્ષા કરી મનસુખ ભાઈ માંડવિયાનું સ્વાગત કર્યુ હતું. આ સભામાં 4 જિલ્લાના માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહી ભાજપને ટેકો આપ્યાની જાહેરાત કરી હતી.

અમે તો પહેલેથી જ ભાજપમાં છીએઃ બળેજ ગામે આવેલ માતાજીના મઢના ભુવા આતા જેઠા આતા એ જણાવ્યું હતું કે, આજે ભાજપ ના સમર્થનમાં અમારા સમાજના લોકોને એક કરી ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યુ છે. અમે પહેલેથી ભાજપના સમર્થનમાં છીએ અમારા સમાજના ઘણા લોકો કોંગ્રેસમાં હતા તેઓ પણ હવે ભાજપમાં જોડાયા છે. આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમે ભાજપને ટેકો જાહેર કર્યો છે.

લોકસભા સીટ પોરબંદરના ઉમેદવાર તરીકે પ્રવાસ ચાલુ છે આજે પ્રવાસ દરમિયાન યુવાનો ખેડૂતો અને મહિલાઓ સહિતના લોકોને મળવાનું થાય છે જેમાં બધાના સંપર્ક કરતાં તેઓમાં ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્વાસ અને વડાપ્રધાન મોદી પર અતૂટ શ્રદ્ધા દેખાય છે આથી મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે. આજે બળેજ ખાતે જેઠા આતા ભુવા આતાની હાજરીમાં માલધારી સમાજે ભાજપને સમર્થન કર્યુ છે. હું તેમનો ખૂબ આભારી છું...મનસુખ માંડવિયા(પોરબંદર લોકસભા બેઠક ઉમેદવાર, ભાજપ)

  1. મનસુખ માંડવિયાએ કેશોદમાં ચૂંટણી પ્રચાર કર્યો, બામણસામાં યોજાયેલ ભાગવત કથામાં ઉપસ્થિત રહ્યા - Loksabha Election 2024
  2. Loksabha Election 2024: 12 વાગ્યા પહેલા જ 80થી 85 ટકા મતદાન કરાવો તો ભાજપની જીત નિશ્ચિત છે- મનસુખ માંડવિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.