ETV Bharat / state

લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું, ભાજપના વાસણભાઈ આહીરની અવગણના બદલ કોંગ્રેસના વી. કે. હુંબલે બળાપો ઠાલવ્યો - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાનને આડે હવે 10 દિવસ બાકી છે તેવામાં લેટરબોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપના વાસણભાઈ આહીરની અવગણના બદલ કોંગ્રેસના વી. કે. હુંબલે બળાપો ઠાલવ્યો છે. આહીર સમાજ અગ્રણી અને કોંગ્રેસના પ્રદેશ નેતા વી.કે.હુંબલનો લેટર વાયરલ થયો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું
લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 6:55 PM IST

લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું

કચ્છઃ ભાજપના કદાવર નેતા વાસણભાઈ આહીરની અવગણનાનો આક્ષેપ કોંગ્રેસના વી. કે. હુંબલે કર્યો છે. આ આક્ષેપ દર્શાવતો આહીર સમાજ અગ્રણી અને કોંગ્રેસના પ્રદેશ નેતા વી.કે.હુંબલનો લેટર વાયરલ થયો છે. જેમાં પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું
લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું

આહીર નેતાની અવગણનાનો આક્ષેપઃ કચ્છમાં આહીર સમાજની વસ્તી મોટી સંખ્યામાં છતાં સ્થાનિક નેતાઓની અવગણનાનો આક્ષેપ કરતા વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, ભાજપના કદાવર અને મોટા ગજાના નેતા વાસણ આહીરની સાંસદ વિનોદ ચાવડા દ્વારા સતત અવગણના તેમને જ ભારે પડશે. કચ્છ લોકસભાની ચૂંટણીમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ભાજપ પક્ષ તરફથી ભાજપના જ એક કદાવર આહિર નેતા વાસણભાઈ આહિરની સતત અવગણના કરવામાં આવી રહી છે અને તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. આ અવગણના ભાજપને ભારે પડી શકે તેમ છે કારણ કે, ચૂંટણી પ્રચારમાં કોઈ પણ રિસાયેલ હોય તો પણ તેમને મનાવવાના પૂરા પ્રયાસો થાય છે. જ્યારે અહીં તો નવાઈની વાત એ છે કે સમગ્ર કચ્છ વિસ્તારમાં સૌથી વધારે જનાધાર ધરાવતા કદાવર આહિર સમાજના નેતાને પ્રચારમાં આવવાનું પણ કહેવામાં આવતું નથી. આ ભાજપનો અભિમાન અને અહંકાર છે.

લેટરબોમ્બ વાયરલઃ જો કે સમાજના નામે વી.કે.હુંબલના આ પત્ર સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોતાના સમાજના જ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીવાર ચંદ અને અને અંજારના ધારાસભ્ય ત્રિકમ આહીરનો ક્યાય પત્રમાં ઉલ્લેખ ન કરી માત્ર કચ્છના સાંસદને ઉદ્દેશીને લખાયેલો પત્ર ખરેખર સમાજની ચિંતા છે કે પછી બીજુ કાઈ તે સંદર્ભે ભાજપ કરતા કોગ્રેસમાં વધુ ચર્ચા થવા લાગી છે. વધુમાં અવગણના બાબતે દાવો કરતા જણાવ્યું હતું કે હાલના સાંસદના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આહીર સમાજને સતત અવગણના કરી વિધાનસભાની ટિકિટ વખતે પણ તેઓ પ્રદેશ મહામંત્રી હોવાને નાતે વાસણ આહીરને નુકસાન કરેલ છે. જેને ટિકિટ કપાવવામાં મોટો રોલ ભજવેલ છે. તેવી જ રીતે તાલુકા જીલ્લા પંચાયત કે નગર પાલિકાઓમાં પણ આહીર સમાજની સતત અવગણના થયી રહેલ છે. જેથી વાસણ આહીર ના ટેકેદારો અને ચાહકોમાં ખુબ આક્રોશ છે. જે ભાજપ ભોગવવાની તૈયારી રાખે.

લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું
લેટર બોમ્બથી કચ્છનું રાજકારણ ગરમાયું

કટ્ટર હરિફ હુંબલે વાસણભાઈ આહીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીઃ પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર સમગ્ર કચ્છમાં મોટો જનાધાર ધરાવે છે. તેમજ દરેક સમાજ સાથે અઢારેય વર્ણ સાથે તેઓ લાગણીથી જોડાયેલ છે અને સૌથી વધારે કચ્છ જીલ્લામાં ભાજપના મોટો ચાહક વર્ગ તેમની સાથે જોડાયેલ છે ત્યારે તેમની અવગણના ઈરાદાપૂર્વક કરી અને વાસણભાઈ આહીર અને એના પરિવારને ભાજપના નેતાઓ કદ પ્રમાણે વેતરી દેવા માંગે છે.

આહીર સમાજમાં આક્રોશઃ હાલમાં જ અંજાર વિધાનસભા ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ નિમંત્રણ કાર્ડમાં પણ આ કદાવર નેતાનું નામ લખવાનું પણ સૌજન્ય ભાજપે દાખવેલ નહિ. તેવી જ રીતે અંજાર મધ્યે આહીર સમાજનું ભાજપનું સંમેલન રાખવામાં આવેલ જેમાં પણ આવા કદાવર નેતાને ક્યાય સ્થાન આપવામાં આવેલ નહિ. જેથી આહીર સમાજમાં પણ ભારોભાર આક્રોશનો માહોલ છે. અત્યારના માહોલમાં ક્ષત્રીય સમાજનું સમગ્ર કચ્છ લોકસભામાં આંદોલન ચાલી રહેલ છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છે ત્યારે આહીર સમાજના વાસણભાઈના ચાહકો પણ વિરુદ્ધમાં જાય તો ભાજપને ભારે પડે તેમ છે તેવું વી.કે. હુંબલે જણાવ્યું હતું. આ ઉપરાંત પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડા કોના દબાણ હેઠળ વાસણ ગોપાલની સતત અવગણના કરે છે જે પણ વિચારવાની અને સમજવાની જરૂરિયાત છે. કોના કહેવાથી વાસણભાઈને સાઈડલાઈન કરવામાં આવે છે.તો આ બાબતે આહીર સમાજના કોંગ્રેસના કાર્યકરો જે ભાજપમાં તાજેતરમાં જોડાયા છે તે આ વાસણભાઈની પરિસ્થિતિ ઉપરથી બોધપાઠ લે અને ભવિષ્યમાં તમારી હાલત શું થવાની છે તે ધ્યાનમાં રાખે તેવી વાત પણ પત્રમાં કરવામાં આવી છે.

ભાજપના વિરુદ્ધ મતદાનની અપીલઃ અંતે પત્રમાં વી.કે.હુંબલે સમગ્ર કચ્છ લોકસભાના આહીર સમાજના તમામ યુવાનો, વડીલો, કાર્યકરોને અપીલ કરી છે કે કે આ અભિમાની અને અહંકારી ભાજપને પાઠ ભણાવવા માટે અને વાસણભાઈની અવગણનાનો બદલો આપવા માટે ભાજપના વિરુદ્ધમાં મતદાન થાય.

જોકે આ અવગણના બાબતે Etv Bharat દ્વારા વાસણભાઈ આહીરનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.