ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠક પર મહત્તમ મતદાન માટે ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન-ટીપનું અમલીકરણ - Loksabha Election 2024

લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં મહત્તમ મતદાન માટે ચૂંટણી તંત્રએ ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન-ટીપ અમલમાં મુક્યો. Loksabha Election 2024

મહત્તમ મતદાન માટે ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન-ટીપનું અમલીકરણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 9:46 PM IST

મહત્તમ મતદાન માટે ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન-ટીપનું અમલીકરણ

કચ્છઃ ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જે બેઠક પર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું મતદાન થયું હોય ત્યાં મતદાનની ટકાવારી વધારવા તેમજ યુવા અને મહિલા મતદારોની સહભાગીતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં ચૂંટણી તંત્ર દ્વારા વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે.

266 બેઠક પર સરેરાશ કરતા ઓછું મતદાનઃ ચૂંટણી પંચે દેશની કુલ 543 લોકસભા બેઠકો પૈકી 266 જેટલી લોકસભા બેઠકને અલગ તારવી છે. જેમાં મતદાનનું સરેરાશ પ્રમાણ ઓછું છે. આ 266 બેઠકો પૈકી એક બેઠક કચ્છની પણ છે. કચ્છમાં વર્ષ 2019ની લોકસભા બેઠક પર રાષ્ટ્રીય સરેરાશ મતદાન કરતા 9 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. રાષ્ટ્રીય સરેરાશ 67 ટકા જેટલું મતદાન છે જ્યારે કચ્છ લોકસભા બેઠક પર 58.71 ટકા જેટલું જ મતદાન થયું હતું.

31 સંસ્થા સાથે MoU: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, કચ્છમાં પણ મતદાનની ટકાવારી વધારવા માટે ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે કે મતદાનની ટકાવારી વધારવા માટેની ખાસ યોજના ટીપ અમલમાં મુકવામાં આવી છે. જેમાં મહત્તમ મતદાન થાય એ માટે જનજાગૃતિ ઉદ્દેશથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 32 જેટલી અલગ-અલગ સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

2019ની સરખામણીમાં મતદાન વધે તેવા પ્રયત્નોઃ કચ્છ લોકસભા બેઠક પર કુલ મતદાર 19,35,338ના લગભગ 70 ટકા એટલે કે 13 લાખથી વધુ મતદાર યુવા વયના છે. તેમાંય 43,049 યુવા મતદાર તો પ્રથમવાર મતદાન કરવાના છે. ત્યારે ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનની સાથે સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાનની ટકાવારી 2019ની સરખામણીએ વધે અને રાષ્ટ્રીય સરેરાશ સમકક્ષ મતદાન થાય એ માટે શાળા-કોલેજના છાત્રોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

2014માં વધુ તો 1996માં સૌથી ઓછું મતદાનઃ વિવિધ સંસ્થાના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ રચી, રંગોળી-મહેંદી, ચિત્ર સ્પર્ધા, રેલી સહિતના આયોજન કરીને વધુ મતદાન થાય તે અંગેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સરેરાશ મતદાન ઓછુ નોંધાતાં મતદાનની ટકાવારી વધારવા કચ્છમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ લોકસભા બેઠક પર અત્યાર સુધી સંપન્ન થયેલી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન 2014માં 61.78 ટકા, તો સૌથી ઓછું મતદાન 1996ની ચૂંટણીમાં 38.31 ટકા નોંધાયું હતું.

ટીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમોઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં કચ્છ લોકસભા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જાહેર સ્થળો પર પણ માનવ સાંકળ તેમજ જનજાગૃતિના કાર્યક્રમો મારફતે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા અપાઈ રહી છે. શાળાઓમાં બાળકો પોતાના વાલીઓને મતદાન માટે અપીલ કરે તેના માટે સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવી રહ્યા છે. કચ્છમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 58.71 ટકા મતદાન નોધાયું, જે 2014ની લોકસભા ચૂંટણી કરતાં 3 ટકા ઓછું હતું.

  1. કચ્છ લોકસભા બેઠક પર 17 ચૂંટણીઓમાં માત્ર 2 વખત જ મહિલા ઉમેદવાર જીત્યા છે - Loksabha Election 2024
  2. કિન્નર સમાજ પણ મતદાર છે, સરકાર પાસેથી અપેક્ષા જણાવતા કિન્નરોએ કહી દીધી મોટી વાત... - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.