ETV Bharat / state

ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે Etv Bharatની ખાસ વાતચીત - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે Etv Bharatએ ખાસ વાતચીત કરી હતી. કાળુસિંહે ચૂંટણી સંદર્ભે તેમની રણનીતિ, ક્યા મુદ્દાઓને લઈને મતદારો સમક્ષ જઈ રહ્યા છે તે જણાવ્યું હતું. આ ઉપરાંત કાળુસિંહે સમગ્ર દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Loksabha Election 2024

કાળુસિંહ ડાભી સાથે Etv Bharatની ખાસ વાતચીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 8:24 PM IST

Updated : Apr 25, 2024, 9:24 PM IST

કાળુસિંહ ડાભી સાથે Etv Bharatની ખાસ વાતચીત

ખેડાઃ લોકસભા ચૂંટણી મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે. ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે Etv Bharatએ ખાસ વાતચીત કરી હતી. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડા લોકસભા બેઠક ભાજપનો ગઢ બની રહી હોવા અંગેના પ્રશ્નનો પણ કાળુસિંહે જવાબ આપ્યો હતો.

Etv Bharat: લોકસભાની ચૂંટણીમાં આપની રણનીતિ શું છે ?

કાળુસિંહ ડાભીઃ લોકસભાની વ્યૂહરચનામાં અમારા કાર્યકરો સમગ્ર વિસ્તારમાં ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. ગઈકાલે ધોળકા વિધાનસભાનું સંમેલન હતું. આજે જીલ્લામાં ગામેગામ મળવા નીકળ્યા છીએ. સરસ વાતાવરણ થઈ રહ્યું છે. હમણાં તમે જૂઓ કે ભાજપ દિન પ્રતિદિન વધુ ટેન્શનમાં ઉતરતો જાય છે. કંઈ ને કંઈ મુદ્દાઓ પર તેના નેતાઓ બફાટ કરતા હોય છે. એમનો ઘમંડ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. અમને તો પૂરો વિશ્વાસ છે કે આ લોકસભાની બેઠક છે આ વખતે અમે જીતવાના છીએ. અમને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે.

Etv Bharat: આપના ક્યા મુદ્દા છે જે મતદારો સમક્ષ રજૂ કરો છો ?

કાળુસિંહ ડાભીઃ અનેક મુદ્દાઓ લઈને અમે પ્રજા સમક્ષ જઈએ છીએ. અહિંયા મોટામાં મોટો પ્રશ્ન કપડવંજથી મોડાસા રેલવેનો છે. ખેડાથી રઢુની વચ્ચે જે 3 નદીઓ જાય છે એનું પાણી કાળું છે તે મોટો પ્રશ્ન છે. આજે શિક્ષિત બેરોજગારોનો મુદ્દો વિકટ સમસ્યા છે. ટાટ અને ટેટ પરીક્ષા પાસ કરેલા યુવાઓને અગિયાર મહિના પછી છુટા કરી ફરી પાછા મજૂરીએ બોલાવતા હોય એવી રીતે એમને છૂટા કરી દેવામાં આવે છે. હવે એમની ઉંમર વધતી ગઈ અને સૌ જાણો છો તેમ દિન પ્રતિદિન શિક્ષિત બેરોજગારો રોડ પર આવી ગયા છે. રોજગારી મળતી નથી. શિક્ષણ,આરોગ્ય, મહિલા, ખેડુતોના અનેક મુદ્દાઓ લઈને અમે લોકસભા ચુંટણી પ્રચાર માટે જઈ રહ્યા છીએ.

Etv Bharat: એક સમયે ખેડા લોકસભા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. હવે ભાજપનો ગઢ બનવા તરફ જઈ રહી છે. કોંગ્રેસની નિષ્ફળતા ક્યાં છે ?

કાળુસિંહ ડાભીઃ ના.. ના... ઘણા સમયથી ગુજરાતમાં આ બેઠક અમારી કોંગ્રેસના કબજામાં જ હતી. બે વખત દેવુસિંહ સિવાય. અગાઉ ખેડા બેઠક અમારા દિનશા પટેલ, અજીતસિંહ ડાભી, ફુલસિંહજી ડાભી, ફતેસિંહજી ડાભી જેવા કોંગ્રેસીઓએ જ જીતી છે. ભાજપવાળાઓનો સમય ખેડામાં 2024ની લોકસભા ચૂંટણીમાં પૂરો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે. અહીંયા ખેડા લોકસભા બેઠક પર પણ કોંગ્રેસ આવવાની છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે.

કાળુસિંહ ડાભી વિષયકઃ ખેડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. સરપંચથી શરૂઆત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસિંહ ડાભીની રાજકીય સફર રહી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ત્યારબાદ 2 વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂટણી લડ્યા છે. જેમાં તેઓ એકવાર જીત્યા અને એકવાર હાર્યા હતા. કાળુસિંહ વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

  1. વડાપ્રધાન મોદી ચૂંટણી હારી રહ્યા છે, તેથી તેઓ ધાર્મિક તૃષ્ટિકરણ કરી રહ્યા છે: પૃથ્વીરાજ ચૌહાણ - Loksabha Election 2024
  2. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને બહુમતીથી જીતાડવા વડોદરામાં સીએમની જાહેરસભા યોજાઇ - Lok Sabha Election 2024

Last Updated : Apr 25, 2024, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.