રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં પત્રકારો સાથે વાતચીત ન કરવા માટે આપેલા નિવેદન પ્રમાણે મોદી એવું માને છે કે પત્રકારો તટસ્થ રહ્યા ન હોવાથી તે તેમની સાથે વાતચીત નહીં કરે અને તેઓ સંસદમાં જવાબ આપવા બંધાયેલા હોવાથી, પત્રકારો સાથે વાતચીત કરવી તેમને જરૂરી નથી લાગી રહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આ વિધાન સામે એક ગુજરાતી નેતા જેઓ નરેન્દ્ર મોદીનાં ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીનાં સાશનકાળ દરમ્યાન વિરોધ પક્ષનાં નેતા પણ રહી ચુક્યા છે તેમણે શું કહ્યું? વધુ જાણવા માટે વાંચો આ વિશેષ અહેવાલ ...
ETV BHARAT સાથે વાતચીત : રાજ્યમાં હીટવેવ એલર્ટ વચ્ચે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયે રાજકીય તાપમાન પણ શાંત થઈ જવું જોઈતું હતું, પરંતુ હજુ સમગ્ર દેશમાં ચૂંટણીનાં છેલ્લા ચરણો ચાલી રહ્યા છે તેમાં રાજકીય પારો નીચે પાડવાનું નામ નથી લેતો અને જે રીતે નેતાઓનાં વિધાનો સામે આવી રહ્યા છે તેમાં રાજનીતિ વધુ ને વધુ ઉકળતી જાય છે તેમું તાપમાન સત્તત વધ્યે જ જાય છે, એવામાં થોડી ટાઢક પડેલી હોય તેવા વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીનાં પ્રદેશાઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ETV BHARAT સાથે કરેલી વિશિષ્ટ વાતચીતમાં દેશમાં ચાલી રહેલી રાજનીતિ અને નેતાઓ દ્વારા અપાતા વિધાનો પર આકરા પ્રહારો કર્યા હતાં.
શક્તિસિંહ ખુલીને બોલ્યાં : આ ચૂંટણીમાંથી આશા અપેક્ષાઓથી લઈને અનેકો અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ, તેમજ નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિધાનો, સામ પિત્રોડાનાં વારસાગત ટેક્સ મુદ્દે કરાયેલી ટિપ્પણીઓ, આમ આદમી પાર્ટીને લઈને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ મુદ્દે ચાલી રહેલા રાજકારણ, તેમજ મમતા બેનર્જી દ્વારા કરવામાં આવતા વિધાનો અને હાલની તેમની ગુજરાતની પડકારોવાળી જવાબદારી મુદ્દે શક્તિસિંહએ ખુલીને ETV BHARAT સાથે વાતચીત કરી હતી.
આકરા પ્રહારો શક્તિસિંહ ગોહિલે ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા ટેમ્પો ભરીને અદાણી અને અંબાણીએ રાહુલ ગાંધીને પૈસા પહોંચાડયા બાબતે કરેલા નિવેદનોની ઝાટકણી કાઢી હતી. તેમણે પત્રકારો તટસ્થ ન રહ્યા હોવાને કારણે તેઓ પત્રકારો સાથે વાતચીત નહીં કરે અને સંસદમાં જ જવાબ દેવા તેઓ બંધાયેલા છે વાળા નિવેદન મુદ્દે ગોહિલે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, મોદી સંસદમાં પણ જવાબ નથી આપતા. વધુમાં ગોહિલે ઉમેર્યું હતું કે, મણિપુર હિંસા મુદ્દે મોદીએ કેમ કોઈ જવાબ આજ સુધી નથી આપ્યો? કેમ અદાણી મુદ્દે હિંડનબર્ગનાં અહેવાલ સંદર્ભે જોઈન્ટ પાર્લીયામેંટ્રી કમિટી માટે પણ કોઈ જવાબ નથી આપ્યો?
મોદી સંસદમાં જવાબ નથી આપતાં : સ્વાતિ માલિવાલ મુદ્દે ઈન્ડિયા ગઠબંધનનાં ઘટક પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા CCTV ફૂટેજ રિલીઝ કરીને કરવામાં આવેલી પ્રેસ-વાર્તા તેમજ એ મુદ્દે આપ દ્વારા રજુ કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ એ આ મુદ્દે ચાલી રહેલા રાજકારણનો સ્પષ્ટ જવાબ હોવાનું ગોહિલે કહ્યું હતું, સાથે-સાથે ભુતકાળમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને જુમલાનું સ્વરૂપ આપીને પક્ષ જ ક્યાંક મોદીની ગેરંટીવાળી વાત જ્યારે ફરી લઈને ચૂંટણીનાં મેદાનમાં ઉતાર્યો છે ત્યારે નોકરીનાં ઠાલા વચનો તેમજ 15 લાખ દરેક વ્યક્તિનાં ખાતામાં આવશેવાળી વાતને પ્રજાએ યાદ રાખીને જ મતદાન કરવું તેવો આગ્રહ ગોહિલે રાખ્યો હતો.