ETV Bharat / state

ગાંધીનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલાની સંભાવના નહિવત,ભાજપની લીડ 2019 અને 2024 વચ્ચે છે - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

રાજકીય પંડિતો ભાજપની 2019ની લીડ અને ભાજપની 2024ની લીડ વચ્ચે મુકાબલો હોવાની શક્યતા વધુ વ્યક્ત કરે છે. ભાજપે 10 લાખની લીડનો ટાર્ગેટ ગાંધીનગર સીટ પર નક્કી કર્યો છે. દેશની સૌથી વધુ લીડથી જીતનો રેકોર્ડ ગાંધીનગરથી થાય છે કે નહીં તે ચૂંટણી પરિણામો જ બતાવશે.lok sabha election 2024

ધીનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલાની સંભાવના નહિવત

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 3:42 PM IST

ગાંધીનગર: ગાંધીનગર લોકસભા સીટ ગુજરાતની સૌથી હાઇ પ્રોફાઈલ સીટ પૈકીની એક છે. હાલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બેઠકે ભારતના અનેક દિગ્ગજ નેતાઓને લોકસભા મોકલ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને હાલના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને પૂર્વ ચૂંટણી કમિશનર ટી એન શેષને આજ બેઠક પરથી પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આમ કહી શકાય કે, ભારતના ત્રણ પ્રધાનમંત્રી ગુજરાતની કોઈને કોઈ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે. સુરત લોકસભાથી પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ જીત્યા હતા. ગાંધીનગરથી અટલ બિહારી વાજપેઈ સાંસદ બન્યા હતા અને 2014 લોકસભામાં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીથી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે વડોદરા બેઠક ખાલી કરી વારાણસીને જાળવી રાખી છે. લોકસભા ચૂંટણી 2024માં ગાંધીનગરમાં કોંગ્રેસે સોનલ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલાની સંભાવના નહિવત છે. રાજકીય પંડિતો ભાજપની 2019 ની લીડ અને ભાજપની 2024ની લીડ વચ્ચે મુકાબલો હોવાની શક્યતા વધુ વ્યક્ત કરે છે. ભાજપે 10 લાખની લીડનો ટાર્ગેટ ગાંધીનગર સીટ પર નક્કી કર્યો છે. દેશની સૌથી વધુ લીડથી જીતનો રેકોર્ડ ગાંધીનગરથી થાય છે કે, નહીં તે ચૂંટણી પરિણામો જ બતાવશે.

ગાંધીનગર લોકસભા સીટ પર મતદારો?: ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગાંધીનગરમાં કુલ 21,82,736 મતદાતાઓ છે. 11,20,874 પુરુષ અને 10,61,785 મહિલા મતદારો છે. જ્યારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા માત્ર 77 છે. 141 એનઆરઆઇ મતદારો પણ નોંધાયા છે. 85 વર્ષથી વધુના મતદારોની સંખ્યા 20,319 છે. આમ આ બેઠક પર 79 ટકા શહેરી મતદાતાઓ છે અને 21 ટકા ગ્રામીણ મતદાતાઓ છે. તેમાં હિંદુ બહુમતી ધરાવતા મતદાતાઓ છે. એસટી મતદાતાઓનું પ્રમાણ માત્ર 2 ટકા છે જ્યારે કે એસસી મતદાતાનું પ્રમાણ 11.4 ટકા છે.

કઈ જ્ઞાતિના કેટલા મત?: જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અંદાજે 3.50 લાખ ઠાકોર, 2.50 લાખ પાટીદાર, 8 લાખ ઇતર, 1.50 લાખ મુસ્લિમ, 1 લાખ ક્ષત્રિય તથા 1.50 લાખ લોકો મૂળ બિનગુજરાતી છે. આ લોકસભા સીટ પર મોટાભાગના મતદારો શહેરી વિસ્તારના છે. તેથી કોંગ્રેસ માટે ચૂંટણીમાં કઠિન રસ્તો છે.

કોણ છે સોનલ પટેલ?: સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. સોનલબેનના પિતા એએમસીમાં વિપક્ષના નેતા હતા. મામા ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ હતા. કોંગ્રેસ પાસે આ વખતે સક્ષમ ઉમેદવારની તંગી હોવાના કારણે સોનલ પટેલને ટિકિટ આપી છે. સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે.

અમિત શાહની રાજકીય સફર: ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ સંઘમાં જોડાયા હતાં. જ્યા તેમની ઓળખાણ નરેન્દ્ર મોદી સાથે થઇ હતી. ત્યારબાદમાં તેઓ એબીવીપીમાં જોડાયા હતાં. વર્ષ 1987માં ભાજપમાં જોડાયા હતા. 1987માં જ તેમને ભાજપ યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા. અમિત શાહને પહેલી મોટી રાજકીય તક 1991માં મળી હતી. જ્યારે તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો. અમિત શાહને બીજી સૌથી મોટી તક 1996માં મળી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ ચૂંટણીમાં પણ અમિત શાહે ચાર્જ સંભાળ્યો હતો.

બુથ ઇન્ચાર્જથી ગૃહ મંત્રી સુધીની સફર ખેડી: 1987ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરામાં ઘરની સામે આવેલી સંઘવી હાઇસ્કૂલમાં ભાજપના બૂથ ઇન્ચાર્જ બન્યા હતાં. અમિતભાઇ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, અમદાવાદ શહેર ભાજપના મંત્રી અને પછી પ્રમુખ બન્યા હતાં. 1995માં કેશુભાઈ પટેલની સરકારે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમના અધ્યક્ષ બનાવ્યા હતા. ૧૯૯૭માં સરખેજ વિધાનસભા સીટ પર 25,000 મતોથી પેટાચૂંટણી જીતીને શાનદાર રીતે શરૂઆત કરી હતી.એ જ વર્ષે તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી પણ બન્યા હતા. ૧૯૯૮માં ફરીવાર થયેલ ચૂંટણીમાં તેઓ સરખેજ વિધાનસભા બેઠક પરથી લડ્યાં અને 1.30 લાખ વોટથી વિજયી બન્યા હતા. નવા સીમાંકન બાદ નારણપુરાથી ચૂંટણી જીત્યા હતા. 2000ની સાલમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન બન્યા હતા. 2002માં ગૃહરાજ્યમંત્રી, 2013માં રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી, 2014માં ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. 2016માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી, 2017માં રાજ્યસભા સાંસદ અને 2019માં કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા હતા.

ગાંધીનગર લોકસભા સીટ 1967માં અસ્તિત્વમાં આવી: ગાંધીનગર લોકસભા સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા. 1971ની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ(ઓ)ના એસ.એમ. સોલંકીને જીત મળી. તેમણે ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસના ઉમેદવાર નરસિંહ મકવાણાને હરાવ્યા હતા. કટોકટી બાદ જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય લોકદળના ઉમેદવાર પુરુષોત્તમ ગણેશ માવળંકરે કૉંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલને લગભગ 60 હજાર વોટથી હાર આપી. જોકે, 1980માં કૉંગ્રેસના ઉમેદવાર અમૃત પટેલે જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ ગણેશ માવળંકરને હરાવ્યા. 1984માં કૉંગ્રેસના જી.આઈ. પટેલ આ બેઠક પરથી ચૂંટાયા. પણ આ બેઠક પર કૉંગ્રેસની આ છેલ્લી જીત હતી ત્યારબાદ આ બેઠક પરથી કૉંગ્રેસ ક્યારેય નહીં જીતી શકી.

શંકરસિંહ વાઘેલાએ પ્રથમ વાર કમળ ખીલવ્યું: 1989માં ગાંધીનગરની હવા બદલાઈ ગઈ હતી. આ પહેલી ચૂંટણી હતી જેમાં ગાંધીનગરથી ભાજપને જીત મળી. પાર્ટીના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરથી ભાજપનું ખાતું ખોલ્યું. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર કોકિલા વ્યાસને 2.68 લાખ વોટથી હરાવ્યાં. 1991માં અડવાણીએ ગાંધીનગરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું જેને કારણે ગાંધીનગરની બેઠક દેશભરમાં ચર્ચિત બની. તેમણે આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર જી.આઈ.પટેલને 1.25 લાખ વોટથી હરાવ્યા. 1996માં ભાજપના દિગ્ગજ નેતા અટલબિહારી વાજપેયીએ ગાંધીનગરથી ચૂંટણી લડી. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર પોપટલાલ પટેલને 1.88 લાખ વોટથી હરાવ્યા. તેઓ લખનૌની બેઠક પરથી પણ જીત્યા હતા. તેને કારણે તેમણે ગાંધીનગરની બેઠક પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં ભાજપના વિજય પટેલે ઝંપલાવ્યું. કૉંગ્રેસે આ બેઠક કબજે કરવા માટે બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાને અહીંથી ઉતાર્યા પરંતુ રાજેશ ખન્ના 61 હજાર વોટથી હારી ગયા. 1998માં ફરી અડવાણી અહીંથી ઉમેદવાર બન્યા. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર ગુજરાતના પૂર્વ ડીજીપી પી. કે.દત્તા હતા. અડવાણીએ દત્તાને 2.76 લાખ વોટથી પરાજય આપ્યો. 1999માં અડવાણીનો મુકાબલો ચૂંટણી સુધાર માટે જાણીતા પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન.શેષન સાથે હતો. પણ શેષન 1.88 લાખ વોટથી હાર્યા અને અડવાણીએ ત્રીજી વાર ગાંધીનગરમાં જીત મેળવી. ત્યારબાદ 2004માં પણ અડવાણી જીત્યા. 2009માં અડવાણી ગાંધીનગરમાંથી ફરી જીતી ગયા. 2014માં ગાંધીનગરથી અડવાણીએ કૉંગ્રેસના કિરીટ પટેલને 4.83 લાખ વોટથી પરાજય આપ્યો.

અમિત શાહે સી.જે.ચાવડાને હરાવ્યા: વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ રેકૉર્ડ મતોથી જીત્યા હતા. અમિત શાહને 8 લાખ 94 હજાર 624 મતો મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસ તરફથી ઊભા રહેલા ઉમેદવાર સી. જે. ચાવડાને માત્ર 3 લાખ 37 હજાર 610 મતો મળ્યા હતા. આમ આ બેઠક અમિત શાહે 5 લાખ 57 હજાર વોટથી જીતી લીધી હતી. ભાજપને કુલ 69.67 ટકા વોટ મળ્યા હતા.

કોંગ્રેસે 10 નેતાઓને મેદાનમાં ઉતાર્યા: કોંગ્રેસે છેલ્લા 35 વર્ષમાં ગાંધીનગરથી એક પણ ઉમેદવારને રીપીટ કર્યા નથી. કોંગ્રેસે દર ચૂંટણીમાં અલગ અલગ ઉમેદવારો પર દાવ લગાડ્યો છે. પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી છે. કોંગ્રેસે 1989માં કોકીલાબેન વ્યાસ, 1991માં જી.આઈ.પટેલ, 1996માં પોપટલાલ પટેલ, 1996 પેટા ચૂંટણીમાં રાજેશ ખન્ના, 1998 માં પી.કે.દત્તા, 1999માં ટી.એન.સેશન, 2004માં ગાભાજી ઠાકોર, 2009માં સુરેશ પટેલ, 2014માં કિરીટ પટેલ, 2019 માં સી.જે.ચાવડા અને 2024 માં સોનલ પટેલની ટિકિટ આપી છે.

ગાંધીનગર લોકસભામાં ભાજપનો રસ્તો સરળ કેમ ?: ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે. અમિત શાહ પોતે પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા એવી જૂની સરખેજ અને નારણપુરાનો વિસ્તારનો પણ ગાંધીનગર લોકસભામાં સમાવેશ થાય છે. 2022માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠકો પર મજબૂત વિજય મેળવ્યો હતો. એટલું જ નહીં, આ લોકસભા મતવિસ્તારમાં આવતી ઘાટલોડિયા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1 લાખ 17 હજાર મતના માર્જિનથી ધારાસભ્ય ચૂંટાયેલા છે. ભાજપને ઘાટલોડિયામાં 82.95 ટકા, નારણપુરામાં 77.48 ટકા, સાબરમતીમાં 76.75 ટકા, વેજલપુરમાં 56.18 ટકા, સાણંદમાં 51.80 ટકા, ગાંધીનગર ઉત્તરમાં 51.25 ટકા, કલોલમાં 49 ટકા મત મળ્યા હતા.

પક્ષ પલટાથી ભાજપને ફાયદો: ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ધારાસભ્ય સી.જે.ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સી.જે ચાવડા આ વખત લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિજાપુરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં ભળી ગયા છે.ગાંધીનગર મહાનગરપાલિકામાં ગયા મહિને ભાજપે રાજકીય ઓપરેશન પાર પાડ્યું અને કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું. પછી ગણતરીના કલાકોમાં જ હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. એટલે ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ ભાજપે 28 માંથી 19 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે.

ક્ષત્રિય આંદોલન ભાજપની લીડ ઘટાડશે કે નહીં ?: ગાંધીનગર જિલ્લાના ગામડા વાવોલ, પેથાપુર, કુડાસણ, રાંદેસણ, લેકાવાડા, કોલવડા, પીપળજ, રંગપુર, રાંધેજા સહિતના અંદાજિત 25 જેટલા ગામોમાં ક્ષત્રિય સમાજની સવિશેષ વસ્તી છે. આંદોલનને કારણે તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરે તેવી સંભાવના છે. પરંતુ ક્ષત્રિય સમાજ ભાજપની લીડ કેવી રીતે ઘટાડે તે જોવું રહ્યું. જ્યારે રાજકીય પંડિતો ભાજપની લીડ ઘટવાની ઓછી સંભાવના હોવાનું જણાવી રહ્યા છે.

નારણપુરામાં ભવ્ય રોડ શો કર્યો: અમિત શાહે તાજેતરમાં ગાંધીનગર લોકસભામાં ધુઆધાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે સાણંદ, કલોલ, ઘાટલોડીયા અને નારણપુરામાં ભવ્ય રોડ શો કર્યો હતો. જ્યારે વેજલપુરમાં જાહેર સભા કરી હતી. આ જાહેર કાર્યક્રમમાં લાખોને મેદની ઉમટી પડી હતી. તેથી ભાજપે 10 લાખ વોટથી જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જ્યારે સોનલ પટેલ નો ચૂંટણી પ્રચાર પ્રમાણમાં ફીક્કો રહ્યો છે. તેઓ ઉમેદવારી પત્ર ભરવા આવ્યા ત્યારે પણ ગણ્યાગાંઠિયા કાર્યકર્તાઓ સાથે હતા.

  1. રુપાલા બાદ કિરીટ પટેલના નિવેદનનો રાજપૂત સમાજે કર્યો વિરોધ, રાજપૂત સંકલન સમિતિ આંદોલન પાર્ટ-2 અંતર્ગત ધર્મરથનું આયોજન કરશે - Parshottam Rupala Controversy
  2. ભાજપે ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર અને થીમ સોંગ લોન્ચ કર્યું - song for the Lok Sabha elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.