ETV Bharat / state

કોનું પલડું ભારે : ભાવનગર લોકસભા બેઠક પર ભાજપની વિજયગાથા યથાવત રહેશે કે AAP ને મળશે મોકો ? - Lok Sabha Election 2024 Result

લોકસભા ચૂંટણી 2024 માટે ભાવનગર લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. આગામી 4 જૂને EVM ખુલતાની સાથે પ્રજાનો પ્રતિનિધિ નક્કી થશે. સતત આઠ ટર્મથી શાસક પક્ષ રહેલા ભાજપનો ઉમેદવાર જીતની ગાથા આગળ ધપાવશે કે ઈન્ડીયા ગઠબંધનનો સંયુક્ત ઉમેદવાર પરિવર્તન લાવશે ? ભાવનગર બેઠકમના ભાવિ સાસંદની જીત અને હાર નક્કી કરતું સમીકરણ જુઓ

ભાવનગર લોકસભા બેઠક
ભાવનગર લોકસભા બેઠક (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 5:57 AM IST

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપે નિમુબેન બાંભણિયા પર પસંદગી ઉતારી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર 1996 લોકસભા ચૂંટણીથી ભાજપની સતત પકડ રહી છે. અગાઉ આઝાદીથી લઈને 1996 સુધી આ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતી હતી. ભાવનગર બેઠક પર હંમેશા જ્ઞાતિવાદનું ફેક્ટર અસરકર્તા રહ્યું છે. જોકે 2024 લોકસભા ચૂંટણી લડાઈ જુદું પરિણામ લાવી શકે છે. બીજી તરફ ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને પતાસું જરૂર ખાવા મળ્યું છે.

2019 લોકસભા ચૂંટણી પરિણામ : 2019 લોકસભા ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠક પર 59.1 ટકા મતદાન થયું હતું. અહીં કુલ 10 ઉમેદવારો મેદાને હતા, તેમાંથી ભાજપ ઉમેદવાર અને કોળી સમાજમાંથી આવતા ભારતીબેન શિયાળ 3,29,519 મતની લીડ મેળવી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સામે પક્ષે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા પાટીદાર સમાજના મનહર પટેલને 3,31,754 મત મળ્યા હતા. અન્ય ત્રણ ઉમેદવારોએ અનુક્રમે 7,836 મત, 6941 મત અને 6,056 મત મેળવ્યા હતા. જેનાથી કોંગ્રેસના મત કપાયા અને આ ત્રણ ઉમેદવારોને જે મત મળ્યા તેણે કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી હતી. ઉપરાંત NOTA માં 16,383 મત પડ્યા, જેની ખોટ કોંગ્રેસે ભોગવી અને કુલ મતદાનમાંથી માત્ર 31.9 ટકા મત મેળવ્યા હતા.

ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા
ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા (ETV Bharat)
  • ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા

નિમુબેન ભાજપ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા છે. બે ટર્મ મેયર રહી ચૂકેલા નિમુબેન બાંભણિયા કોળી સમાજમાંથી આવે છે. સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિ તરીકે છબી ધરાવતા નિમુબેન શિક્ષિત હોવાના પગલે આ ચૂંટણી તેમના માટે ખૂબ જ મહત્વની બની રહી છે. નિમુબેને B.SC અને B.ED નો અભ્યાસ કર્યો છે અને શિક્ષક તરીકે સેવા આપી છે. નિમુબેન તળપદા કોળી જ્ઞાતિમાંથી આવે છે અને હાલ ભાવનગરના 150 ફૂટ રીંગ રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પક્ષના કાર્યકર તરીકે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વિવિધ જવાબદારી પણ નીભાવી છે.

આ પરિબળ નજીક લઈ આવશે "જીત"

નિમુબેન બાંભણીયાની જીત માટે રાષ્ટ્રીય મુદ્દા વધુ અસરકર્તા છે. પ્રથમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, રામ મંદિર, આયુષ્યમાન યોજના તથા બીજી તરફ સ્થાનિક કક્ષાએ રાજ્ય સરકારના કામો પણ અસરકારક રહ્યા છે. ભાવનગરને મોડેથી પણ લાંબા અંતરની ટ્રેન મળવી, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે, ભાવનગર-ધોલેરા-અમદાવાદ રોજ જેવા કામો પ્રજાને ભાજપ તરફી ઝુકાવ આપે છે. સંગઠન દ્વારા શહેર કક્ષાએ કરેલી બુથ લેવલની મહેનત તેમજ નિમુબેનની સાફ સુથરી છબી પણ જીતનું કારણ બની શકે છે. સિહોરમાં રક્ષામંત્રીની સ્ટાર પ્રચારક તરીકેની સભા લોકમાનસ પર અસર કરી શકે છે.

"હાર" નજીક લઈ જતા પરિબળો

આ લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠક પર પરંપરાગત ભાજપ-કોંગ્રેસ જંગ નહીં, પણ ભાજપ સામે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. જોકે ઇન્ડિયા ગઠબંધનના પગલે કોંગ્રેસ બહાર રહીને આપ ઉમેદવારને ટેકો આપી રહી છે. આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્ય અને કોળી સમાજના નેતાને અપાયેલી ટિકિટના કારણે સૌથી વધુ મતદારો પર હાર જીત નક્કી થતી હોય, તેમાં વિભાજન થવાની સંભાવનાઓ પ્રબળ છે. તેથી નિમુબેનને સંપૂર્ણ કોળી સમાજમાંથી મત ન પણ મળે. આ સાથે ક્ષત્રિય આંદોલનના કારણે અનેક ગામડાઓમાં વિરોધનો સામનો કરી રહેલો ભાજપ પક્ષ રોજગારી, મોંઘવારી અને જિલ્લામાં ખેડૂતોને મળેલા ઓછા ભાવના પગલે નારાજગીનો ભોગ બની શકે છે.

AAP ઉમેદવાર ઉમેશ મકવાણા
AAP ઉમેદવાર ઉમેશ મકવાણા (ETV Bharat)
  • AAP ઉમેદવાર ઉમેશ મકવાણા

ઇન્ડિયા ગઠબંધનના સયુંક્ત ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા બોટાદના રહેવાસી છે. હિન્દુ-કોળી પટેલ સમાજના આગેવાન ઉમેશ મકવાણાએ B.A, B.Ed નો અભ્યાસ કર્યો છે તથા ભાવનગર યુનિવર્સિટીમાં પ્રથમ પણ આવ્યા હતા. સામાજિક સેવા અને પ્રવૃત્તિની કામગીરી જોઈએ તો ઉમેશભાઈ વ્યસનમુક્તિ અભિયાન, માનવસેવા રથ, વિવેકાનંદ જન્મ જયંતી ઉજવણી અને વિદ્યાર્થી જાગૃતિ અભિયાનમાં સક્રિય રહ્યા છે. વર્ષ 1998 થી રાજકીય સફરની શરૂઆત કરી ભાજપમાં જોડાયા હતા. ઉપરાંત પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના PA રહી ચૂક્યા છે.

આ પરિબળ નજીક લઈ આવશે "જીત"

ગુજરાતમાં આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ભાવનગર લોકસભા બેઠક પર વર્ષ 1996, સતત આઠ ટર્મથી હાર ભાળી રહેલી કોંગ્રેસ પાર્ટીની જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવો અસરકારક દાવ સાબિત થઈ શકે છે. ઉમેશભાઈ બોટાદના ધારાસભ્ય છે, તેથી બીતાડ અને ગઢડાના મતદારોનો સીધો લાભ મળે છે. હવે ભાવનગર જિલ્લામાં માત્ર 5 તાલુકામાં મહેનત કરવાની હતી. ઉપરાંત ભાજપના શાસનમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી તથા ખેડૂતોને મળેલા ઓછા ભાવથી સર્જાયેલું નારાજગીનું વાતાવરણ આપ ઉમેદવારની જીતનું કારણ બની શકે છે. ઉમેશભાઈ પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના PA રહ્યા બાદ ગણિત સારી રીતે સમજતા હોવાથી તેનો ફાયદો પણ મેળવી શકે છે. ઉપરાંત આપના સ્ટાર પ્રચારક ભગવંત માન અને સુનિતા કેજરીવાલની લોકસભા અસરકર્તા બની શકે છે.

"હાર" નજીક લઈ જતા પરિબળો

ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય જરૂર છે, પરંતુ બોટાદ જિલ્લો અલગ છે. માટે ભાવનગર જિલ્લાની જનતા ઉમેશભાઈને આયાતી ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે. ઉપરાંત રામ મંદિર, કલમ 370 જેવા રાષ્ટ્રીય મુદ્દા સહિત કેન્દ્ર સરકારના કામોને ખાળવામાં કચાશ ઉમેશભાઈની હાર માટે કારણભૂત બની શકે છે. જિલ્લામાં મજબૂત સંગઠન જોઈએ, તેવું જોવા મળ્યું નથી. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની અસર નહીંવત રહેવાથી મતદારોનો મિજાજ બદલવાની નિષ્ફળતા પણ હારનું કારણ બની શકે છે.

  1. કોનું પલડું ભારે : કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ?
  2. કોનું પલડું ભારે : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મકવાણા Vs મકવાણા, કોણ ફાવશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.