ETV Bharat / state

પેટલાદમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્રએ આરંભ્યા નવા પ્રયાસો - lok sabha election 2024

મતદાર જાગૃતિના પ્રયાસ સ્વરૂપે પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટલાદ મતવિસ્તારની મહિલા મતદારો લોકશાહીના મહાપર્વમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.LOK SABHA ELECTION 2024

પેટલાદમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે  વહીવટીતંત્રએ આરંભ્યા નવા પ્રયાસો

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 5:06 PM IST

લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, તે માટે પેટલાદમાં વહીવટીતંત્રએ આરંભ્યા પ્રયત્નો

આણંદ: મતદાર જાગૃતિના પ્રયાસ સ્વરૂપે પેટલાદ વિધાનસભા મતવિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત આણંદ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ મતદાર મથકોમાં મતદાર જાગૃતિના પ્રયત્નો થઈ રહ્યા છે.

અનોખી પત્રિકાથી મતદાન જાગૃતિનો પ્રયાસ: લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુસંધાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત આણંદ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ મતદાર મથકોમાં મતદાર જાગૃતિના અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે અનોખી પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પત્રિકામાં "સાસુ,નણંદને વહુ, મતદાન કરે બહુ" 7 મેના રોજ સવારે 7 વાગ્યાથી સાજે 6 વાગ્યા સુધી મહિલા મતદાનની ટકાવારી વધે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો હાથ ધરાયા: ઉલ્લેખનીય છે કે, આણંદ સંસદીય મતવિસ્તારની કુલ 8,65,317 મહિલા મતદારો પૈકી પેટલાદમાં કુલ 1,16,971 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની મતદાન કરીને ઉજવણી કરે તેવા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. મહત્વનું છે કે, હાલમાં યોજાયેલા પ્રથમ ચરણના મતદાનમાં સામાન્ય કરતા ઓછું મતદાન નોંધાતા વહીવટી તંત્ર દ્વારા આ નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

  1. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને બહુમતીથી જીતાડવા વડોદરામાં સીએમની જાહેરસભા યોજાઇ - lok sabha election 2024
  2. આણંદ લોકસભા બેઠક પર આ સાત ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ, જુઓ સમગ્ર વિગત - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.