ETV Bharat / state

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ - lok sabha election 2024

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાનકર્મીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મતદાન સમયે મતદાન કર્મીઓ ભાજપ પક્ષની સિમ્બોલ વાળી કેસરી પેન લઈને બેઠેલા સરકારી કર્મચારીઓ સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. Shaktisinh Gohil Allegation on poll workers

શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ
શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 12:57 PM IST

Updated : May 7, 2024, 3:06 PM IST

ગાંધીનગર: સેક્ટર 19 સુવિધા કેન્દ્રના મતદાન મથક ઉપર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કરવા સમયે ભાજપના પક્ષની સિમ્બોલ વાળી કેસરી પેન લઈને બેઠેલા સરકારી કર્મચારીઓ સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં ગુજરાતના જે જે બુથ્થોની અંદર આવી ભાજપના સિમ્બોલ સાથેની પેન કે અન્ય સાહિત્ય સાથે બેઠેલા સરકારી કર્મચારીઓ સામે ચૂંટણી તંત્ર પોલીસ કેસ કરે તેવી માગણી કરી હતી. એટલો જ નહીં દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મતદાન સમયે મતદાન મથકની અંદર કેસરી ખેસ પહેર્યો હોવાનો આક્ષેપ શક્તિસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓ પણ રાષ્ટ્ર ધ્વજ જેવો ખેસ પહેરી મતદાન કર્યો હતો.

શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ (Etv Bharat Gujarat)

આ તબક્કે તેમને એવા આક્ષેપ કર્યા હતા કે ગાંધીનગર જિલ્લાના વાસણીયા ગામની અંદર પણ કોંગ્રેસ તરફથી મતદાન થતું હતું, જેના કારણે ભાજપના મહિલા ધારાસભ્યના પતિએ આ મતદાન રોક્યું હોવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, વાસણીયા ગામમાં જે ઘટના બની છે, તેની ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને બંધ થયેલું મતદાન પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી

lok sabha election 2024 (Etv Bharat Gujarat)

આ તબક્કે તેમને એવો આક્ષેપ કર્યો હતો કે મતદાન મથકો ઉપર ભાજપના કમળના નિશાન અને નરેન્દ્ર ભાઈ મોદીના ફોટા વાળી પેનો લઈને સરકારી અધિકારીઓ પોતાની ફરજ બજાવે છે, જે સંવિધાનની ફરજો વિરુદ્ધ હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે ભાજપ ઉપર પ્રહાર કરતાં શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે લોકશાહીમાં ભાજપનો અહંકાર આવે શરમ સીમાએ પહોંચે છે જેનો જનતા જનાર્દન મજબૂત જવાબ આપશે એટલું જ નહીં કોંગ્રેસે હાર અને જીત એમ બંને જોયા હોવાનો દાવો પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો.

  1. પોરબંદરમાં મહિલાઓએ થાળી વગાડી મતદારોને જગાડ્યા, 94 વર્ષીય મતદાતા બન્યા પ્રેરણાદાયી ઉદાહરણ - Lok Sabha Election 2024
  2. દમણ દીવ લોકસભા બેઠક પર મતદાનનો થયો પ્રારંભ ભાજપના ઉમેદવાર લાલુ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો - lok sabha election 2024

Last Updated : May 7, 2024, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.