દમણ: શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસે બંદોબસ્ત સાથે મેડિકલ કીટ અને વયોવૃદ્ધ મતદારો માટે વ્હીલ ચેર, રેમ્પની સગવડ ઊભી કરવામાં આવી હતી. આ મતદાન મથક પર 18 વર્ષની ઉંમરના થયેલા અને પ્રથમ વખત મતદાન કરવા આવેલા યુવા મતદારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત તેઓ મતદાન કરવા આવ્યા છે. અને મતદાન મથકની સંપૂર્ણ વ્યવસ્થા જોઈ ખૂબ જ આનંદ થયો. મતદાન મથક પર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને સારી સરકારને પોતાનો મત આપી પસંદ કરવી જોઈએ.
દમણમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ - DAMAN YOUNG VOTERS - DAMAN YOUNG VOTERS
દમણમાં શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહેલ મતદાન પ્રક્રિયામાં સવારના 07:00 વાગ્યાથી સવારના 09:00 વાગ્યા સુધીના બે કલાકમાં દમણમાં સરેરાશ 7.49 ટકા મતદાન નોંધાયું હતું.
Published : May 7, 2024, 2:59 PM IST