નર્મદા: જંગલોની આડેધડ કાપવાથી પ્રાણીઓનું આવન જાવન માનવ વસ્તી તરફ વધી જાય છે. ત્યારે સિંહ, દીપડા જેવા જાનવરો માનવ વિસ્તારમાં આવીને ઘણી વાર લોકો પર હુમલાઓ કર્યાના કિસ્સા પણ અવારનવાર પણ સાંભળવામાં આવે છે. ત્યારે આોવ જ એક કિસ્સો નર્મદા જિલ્લાના તિલકવાડામાં સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં દીપડામાં હુમલામાં એક ગ્રામજનો મોત થયું હતું. ત્યારે તિલકવાડા ગામમાં એક 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો.
5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તિલકવાડા ગામે ખેતરમાં કામ કરતા મજૂર 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે બાળકના પિતા આ દૃશ્ય જોઇ જતા તે દીપડા પાછળ દોડીને બાળકને કાળનો કોળિયો બનતા બચાવી લીધો હતો. પરંતુ આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
દીપડાને પકડવા 15 પાંજરા ગોઠવ્યા: આ ઘટના પછી આ ગામમાં દીપડા પકડવા માટે અલગ અલગ સ્થળે દીપડા પકડવા માટે પાંજરા અને ટ્રેપ કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં 3 દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યા છે. ત્યારે આ હુમલા પછી વન વિભાગની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહી છે અને 15 પાંજરા ગોઠવી દઇને દીપડાને પકડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: