ETV Bharat / state

Viksit Bharat Sankalp Patra : ખેડામાં ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર અને મોદી કી ગેરંટી અભિયાનનો પ્રારંભ - State BJP spokesperson Yamal Vyas

ભાજપના વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી ની ગેરંટી અભિયાનના ભાગરૂપે નડિયાદ ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ અભિયાન અંગે માહિતી આપી હતી. નાગરિકો ભાજપને સૂચનો આપી શકશે.

નડિયાદ ભાજપ કાર્યાલયમાં બેઠક
નડિયાદ ભાજપ કાર્યાલયમાં બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 9:43 AM IST

ખેડામાં વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો પ્રારંભ

ખેડા : આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી ની ગેરંટી અભિયાન શરૂ કરાયું છે. ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન હાથ ધરવામાં આવશે. નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ અંગે જિલ્લા અને પ્રદેશ ભાજપના અગ્રણીઓએ માહિતી આપી હતી.

વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપના વડપણ હેઠળની સરકારે દસ વર્ષ પુરા કર્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે સંકલ્પ પત્ર 2024 ખુબ જ અગત્યનો છે. સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી માટે પવિત્ર ફરજ છે. સંકલ્પ પત્રમાં સૌનો લાભ, સૌનો વિકાસ અને લોક ભાગીદારી હોય તે આ અભિયાનનો ઉદ્દેશ છે.

નાગરિકો આપી શકશે સૂચન : સંકલ્પ પત્ર 2024 ની તૈયારી માટે જનતાના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે. જેની પ્રક્રિયા રાષ્ટ્રીય, પ્રાદેશિક અને જિલ્લા સ્તરેથી શરૂ થઈ બુથ સુધી થવાની છે. દેશના તમામ નાગરિકો પાસેથી આ સૂચનો મંગવાઈ રહ્યા છે અને તે આધારે ભાજપનો સંકલ્પ પત્ર 2024 તૈયાર થશે. નાગરિકો આ માટે મોબાઈલ નંબર 9090902024 પર પણ સૂચન મોકલી શકાશે.

નડિયાદ ભાજપ કાર્યાલયમાં બેઠક : ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન અંગે સંક્ષિપ્ત વિગત આપી સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રભારી જીવરાજ, ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી જહાનવીબેન વ્યાસ, પ્રદેશ ભાજપ મીડિયા ડિબેટ ટીમના પેનાલિસ્ટ અંજલિબેન કૌશિક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Dahod: દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન લોન્ચ
  2. Ahmedabad: કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર" અભિયાન લોન્ચ, નાગરિકો પાસેથી માંગશે સૂચનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.