સુરત: સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોરો પર લગામ રાખવા માટે પોલીસ દ્વારા ખાસ મુહિમ ઉપાડવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પોલીસે પાસા હેઠળ ભુજ જેલમાં રવાના કર્યો છે. વ્યાજખોરીના ઉપરા છાપરી ત્રણ ગુના નોંધાતા પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી કરી છે, લાલી ત્રીસ ટકા વ્યાજ એડવાન્સ કાપી લેતો હતો અને ત્યારબાદ જરૂર મુજબના લોકોને રૂપિયા આપતો હતો. 100 દિવસ માટે નાણાં ધિરવાની મોડસ ઓપરેન્ડી હતી.
ઉધનાનો માથાભારે લાલી પાસા હેઠળ જેલભેગો: ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંગ હંજારા ભુજ જેલ રવાના કરાયો છે. લાલી ઉંચા દરે વ્યાજે રૂપિયા આપતો હતો. ગરીબ લોકોનું શોષણ કરવામાં લાલી પકાયેલો છે, લાલી ઉંધનામાં BRC સામે પ્રભુનગરમાં ઓફિસ ધરાવે છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા લાલીની પાસા હેઠળ અટકાયત કરાઈ હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હુકમ કર્યો હતો. ઉધના પોલીસે લાજપોર જેલમાંથી લાલીનો કબજો મેળવ્યો હતો.