કચ્છ: કચ્છના વિદ્યાર્થીએ સરકારી એસ.ટી બસનું આબેહૂબ નાનું મોડલ બનાવ્યું છે. વિદ્યાર્થી જે બસમાં રોજ મુસાફરી કરે છે તે જ બસનું તેમને મોડલ બનાવ્યું હતું અને તેને રાપર એસટી ડેપોને અર્પણ કર્યું છે. આ મોડલ બનાવવા માટે વિદ્યાર્થીએ પ્લાસ્ટિક, ફાઇબર અને બસના ટાયર બનાવા માટે રબરનો ખાસ ઉપયોગ કર્યો છે. 3 મહિનાની મહેનત બાદ એસટી બસનું મોડેલ તૈયાર કર્યું છે. તો ડેપો મેનેજરે પણ વિદ્યાર્થીની કળાને બિરદાવી હતી.
ધો.12ના વિદ્યાર્થીની કમાલ
પૂર્વ ક્ચ્છના વાગડ વિસ્તારના રાપરના એક વિદ્યાર્થીએ સરકારી એસટી બસનું આબેહૂબ મોડલ બનાવ્યું છે અને રાપર એસટી ડેપોને આ મોડલ ભેટ સ્વરૂપે આપ્યું છે. દરરોજ રાપર એસટી ડેપોની બસમાં મુસાફરી કરતા ધોરણ 12ના વિદ્યાર્થી ઈરફાન મીર દરરોજ સરકારી એસટી બસમાં મુસાફરી કરતો હતો. સરકારી એસટી બસથી પ્રેરણા લઈને ઈરફાને આબેહૂબ એસટી બસનું નાનું મોડલ બનાવ્યું હતું. એક રીક્ષા ચાલકનાં છોકરાએ એસટીનું આ મોડલ બનાવતા એસટીના કર્મચારીઓએ પ્રશંસા કરી હતી.
3 મહિનાની મહેનત બાદ મોડલ તૈયાર થયું
નાની બસનું મોડલ બનાવનાર ધોરણ 12ના વિધાર્થી ઈરફાન મીરે જણાવ્યું હતુ કે, તે દરરોજ 12 કિલોમીટર દૂર રાપર-આણંદ એસટી બસમાં મુસાફરી કરી શાળાએ જાય છે. જેની સુવિધા તેને સારી લાગતા સરકારી બસની સુવિધાથી પ્રેરણા લઈને આ સ્કેલ મોડલ બનાવ્યું છે. એસટીની જેમ મોડલની અંદર 52 સીટો, અંદર લાઇટિંગ, ડ્રાઈવર, કન્ડક્ટર સીટો સહિત આગળ પાછળ સિંગ્નલ, દરવાજો ખુલે તો લાઈટ ચાલુ થાય તેવું બે ફૂટ લાંબુ એસટીનું મોડલ બનાવ્યું હતું.
ડેપો મેનેજરે વિદ્યાર્થિની કળાને બિરદાવી
રાપર એસટી ડેપો મેનેજર જયદીપ જોશીએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થી દરરોજ રાપર-આણંદ બસમાં અપડાઉન કરીને મુસાફરી કરે છે અને એસટી બસની નિયમિતતા સાફ-સફાઈ અને સુવિધાઓથી ખુશ થઈને તેણે એક આબેહૂબ સ્કેલ મોડલ તૈયાર કર્યું છે. તેમણે ઈરફાન મીરની કારીગરી અને કળાને બિરદાવી હતી અને ડેપો મેનેજરના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. હાલ આ મોડલ રાપર એસટી ડેપોને અર્પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: