કચ્છઃ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સના વધુ 27 પેકેટ BSFએ ઝડપી લીધા. આ 27 પેકેટ પૈકી 17 જેટલા પેકેટમાં પીળી ગોળીઓના 03 નાના પેકેટ છે. જે સિન્થેટિક ડ્રગ્સ/મોર્ફિન હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. BSF દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખૌ કિનારેથી ડ્રગ્સના 129 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે.
2 અઠવાડિયાથી સર્ચ ઓપરેશનઃ બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે. BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં 2 અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હજૂ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ડ્રગ્સ પેડલરે પેકેટ્સ ફેંક્યાઃ કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.