ETV Bharat / state

નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ: અંજારમાં ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું - FAKE ROYALTY SCAM IN KUTCH

ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં નકલી રોયલ્ટીને લઇને 5 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.

નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ
નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2024, 8:12 AM IST

કચ્છ: પૂર્વ કચ્છમાં નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે. હવે ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી. નકલી રોયલ્ટીને લઇને 5 શખ્સ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ: ગુના અંગે મળતી વધુ માહિતી મુજબ તમામ આરોપીઓએ એકસંપ થઈ ગુનાહીત કાવતરૂ રચ્યું હતું. સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે માટે લીઝ ધારક કિરણબેન રાજેશભાઈ ગજજર તથા પાવરદાર જગદીશભાઈ કાનજીભાઈ ચોટારાને ભુસ્તરશાસ્ત્રીની કચેરી અંજાર ખાતે ઇસ્યુ કરવામાં આવેલા રોયલ્ટી પેપર (સ્પેશીયલ સિક્યુરિટી પેપર) SSP નંબર-01KUT0997086 વાળુ લીઝ ધારક ચમનલાલ કરશનભાઈ હડીયાને આપી જે રોયલ્ટી પેપર (સ્પેશીયલ સિક્યુરીટી પેપર)માં લીઝ ધારક ચમનલાલ કરશનભાઈ હડીયાએ રોયલ્ટીપાસ નંબર QL070907911500017494 ખોટું બનાવટી બનાવ્યું હતું.

નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ (Etv Bharat Gujarat)

42.77 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરતું વાહન ઝડપાયું: બનાવટી પાસના આધારે ટ્રકમાં બ્લેક ટ્રેપ ખનીજ ભરી અને આ ટ્રક તપાસ ટીમમાં પકડાઈ જતા ટ્રકમાં ભરેલો ખનીજ અંગેની બનાવટ રોયલ્ટી પાસના ટ્રક ચાલક પ્રદીપ પટેલ તથા તેના માલિક મુકેશ તેજાભાઈ હડીયાએ રજુ કર્યું હતું. તેમજ રોયલ્ટી પાસ બનાવટી ખોટું હોવાનું જાણતા હોવા છતા ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનુ ખોટુ સોગંદનામું રજુ કરી ટ્રકમાં કુલ-42.77 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી ગુજરાત ખનીજ (ગર કાનૂની ખનન પરીવહન અને સંગ્રહ નિવારણ) નિયમ-2017 ના કલમ-21 મુજબ કિ.રૂ.3,19,779 ની ખનીજ ચોરી કરી ગુનો કર્યો છે.

બ્લેક ટ્રેપ ખનીજ વહન કરતું વાહન ઝડપાયું
બ્લેક ટ્રેપ ખનીજ વહન કરતું વાહન ઝડપાયું (Etv Bharat Gujarat)

2.95 લાખના દંડની રકમ: ભૂસ્તર કચેરીના ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મનોજકુમાર ઓઝાએ અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,25 નવેમ્બરના રોજ કચેરીના તપાસ ટીમ જેમાં ખુશાલીબેન જયંતીલાલ ગરવા રોયલ્ટી ઈન્સપેક્ટર તથા વિક્રમસિંહ સૂરસિંહ રાઠોડ સર્વેયરે અંજાર તાલુકાના તુણા પોર્ટ રોડપાસે ખનિજ ચોરી અંગેની તપાસમાં હતા, ત્યારે ચાર વાહનો રોયલ્ટી પાસ કહેતા વધુ બ્લેક ટ્રેપ ખનીજનો વહન કરતાં જણાઈ આવ્યું હતું. જે ચારે વાહનોને સીઝ કરવામાં આવ્યા હતા. ટ્રકના ચાલક પ્રદીપ પટેલ ટીમ સમક્ષ તેના વાહનમાં ભરેલા ખનીજ માટે રોયલ્ટી પાસ લીઝધારક ચમનલાલ હડિયાની લીઝનો રોયલ્ટી પાસ રજૂ કર્યું હતું. વાહનના માલિક બાલાજી ઇન્ફ્રાના પાર્ટનર મુકેશભાઈ હડિયા દ્વારા તેના વાહનમાં ભરેલા ખનીજના રોયલ્ટી પાસ કરતા વધુ જથ્થાના વહન કરવા બદલ 25 નવેમ્બરના રોજ 2.95 લાખના દંડની રકમ ભરપાઈ કરેલ હતી.

નકલી રોયલ્ટી પાસ
નકલી રોયલ્ટી પાસ (Etv Bharat Gujarat)

બનાવટી રોયલ્ટી પાસ: ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા દંડ વસૂલાત કર્યા બાદ વાહન મુક્ત કરવામાં આવ્યું હતું. રોયલ્ટી પાસની વધુ તપાસ કરતા ધ્યાનમાં આવ્યું હતું કે રોયલ્ટી પાસ 20 નવેમ્બરના રોજ લીઝ ધારક ચમનલાલ હડિયાની લીઝ ખાતેથી ઇસ્યુ થયું છે. જેથી વાહન ચાલક દ્વારા રજુ કરવામાં આવેલા ખોટા બનાવટી રોયલ્ટી પાસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ રોયલ્ટી પાસનું કોરું પાનું જેના એસએસપી નંબર 01KUT0997086 વાળો પાસ કોણે ભૂસ્તર શાસ્ત્રીની કચેરી તરફથી ઈસ્યુ કર્યો છે તે રેકોર્ડમાં તપાસ કરતા ઉપરીનું પાનુ લીઝ ધારક કિરણબેન રાજેશભાઈ ગજજર નાઓની અંજાર તાલુકાની નાગલપર ગામની સર્વે નંબર-182માં આવેલું બ્લેક ટ્રેપ માઇન જેની લીઝને ઈસ્યુ કર્યું હોવાનું રેકોર્ડ પરથી જણાઈ આવ્યું હતું.

અસલી રોયલ્ટી પાસ
અસલી રોયલ્ટી પાસ (Etv Bharat Gujarat)

જાણ હોવા છતાં નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ: લીઝ ધારક ચમનલાલ કરસનભાઈ હડિયા દ્વારા કિરણબેન રાજેશભાઈ ગજજર નાઓની લીઝને આપવામાં SSP નંબર-01KUT0998001 થી 01KUT0998000 વાળા ઈસ્યુ કર્યા હતા. જે પૈકી SSP નંબર-01KUT0997086 વાળામાં ખોટી રોયલ્ટી પાસ નંબર- QL0709 07911500017494 વાળો બનાવી ટ્રક રજી નંબર- GJ12BX9730 માં ખનીજ ભરી જે રોયલ્ટી પાસે ખોટી બનાવટી હોવા છતા તેનો સાથે તરીકે ઉપયોગ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું.

સત્ય હકીકત આરોપીઓએ જણાવી ના હતી: બનાવટી રોયલ્ટી પાસથી ખનીજ ચોરી થતી હોવાનુ ધ્યાનમાં આવતા બનાવને લઇ 2 લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કિરણબેન ગજ્જર, જગદીશભાઇ ચોટારા, ચમનલાલ હડિયા, પ્રદીપ પટેલ અને મુકેશ તેજાબાઈ હડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ ખાણ ખનીજે નાગલપર મોટીમાં સર્વે નંબર 162 પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાઓને ફાળવેલા રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી હતી. જેમાં ફ્લાઈંગ સ્કવોર્ડ તપાસમાં સ્પેશીયલ સિક્યુરીટી પેપર (SSP) ના 172 કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા અને 172 SSP પેપર કોના કબ્જા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલો છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત આરોપીઓએ જણાવી ન હતી.

માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ 1953ના ભંગ બદલ કાર્યવાહી: તમામ આરોપીઓ વિરૂદ્ધ ખનીજ ચોરી કરી ગુનો કર્યો હોવાથી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ-1953 ના નિયમ 4 (1) અને 4(1)(એ) ના ભંગ બદલ કલમ 21 મુજબ સજાની જોગવાઈ, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હરફે ૨ અને સંગ્રહ નિવારણ) નિયમો- 2017 ના નિયમ 3, 5 અને 7 ના ભંગ બદલ કલમ 21 મુજબ તથા ભારતીય ન્યાય સંહીતાની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. મોરબીમાં SMCનો સપાટો, કોલસો ચોરી કરનાર ગેંગના 12 શખ્સો સાથે 3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત
  2. ખેડાના સેવાલિયાથી કારમાં લઈ જવાતો 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, બે આરોપી પોલીસ કસ્ટડીમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.