ETV Bharat / state

VIDEO: ભુજમાં વરસાદની તોફાની બેટિંગ, 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી

ભુજમાં વરસેલા ભારે વરસાદના પગલે બસ સ્ટેશન, વાણીયાવાડ, મહેરઅલી ચોક સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા.

author img

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

ભુજમાં વરસાદ બાદ વાહનો પાણીમાં ડૂબ્યા
ભુજમાં વરસાદ બાદ વાહનો પાણીમાં ડૂબ્યા (ETV Bharat Gujarat)

કચ્છ: હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં અનેક તાલુકાઓમાં રવિવારે ભારે પાવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ભુજમાં 2.5 ઇંચ, નખત્રાણામાં 1.5 ઇંચ , અબડાસામાં 1 ઇંચ તો માંડવી-લખપતમાં ઝાપટા પડ્યા હતા. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ કહી શકાય તેવા આ તોફાની વરસાદથી મગફળીના પાકને પણ નુકસાન થયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

ઠેર ઠેર પાણી ભરાયાં: એક બાજુ હવામાન વિભાગે સતાવાર રીતે ચોમાસાની વિદાય અંગે જણાવ્યું હતું. તો કચ્છમાં જાણે ફરી ચોમાસું બેઠું હોય તેમ ભારે વરસાદ વરસ્યો હતો. ભુજમાં વરસેલા ભારે વરસાદના પગલે બસ સ્ટેશન, વાણીયાવાડ, મહેરઅલી ચોક સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. તો બીજી બાજુ દેશલસર તળાવનું ગટરનું પાણી વોરા હજીરા વિસ્તાર, સોનાપુરી, આમદનગરમાં ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓને હાલાકી વેઠવી પડી હતી.

ભુજમાં વરસાદ (ETV Bharat Gujarat)

1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો: ભુજમાં રવિવારે સવારથી જ ઉકળાટનો માહોલ હતો અને પછી બપોરે 4:15 વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 1 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કલાક સુધી એકધારો તોફાની વરસાદ વરસતા 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેથી શહેરના રસ્તાઓ પર પણ પાણી ભરાયાં હતા. બે કલાકના ગાળામાં 57 મીમી વરસાદ નોંધાતા ભુજના એસ.ટી. બસ સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ, શિવનગર, મંગલમ ચાર રસ્તા, જ્યુબિલી સર્કલ, એનસીસી ઓફિસ રોડ સહિતમાં મોટાપાયે માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. તો ભારે વરસાદના પગલે બસ સ્ટેશન, વાણીયાવાડ, વોકળા ફળિયા, અનમ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

ફાયર વિભાગે 6 લોકોનું રેસક્યુ કર્યું: બીજી બાજુ ભુજના મહેંદી કોલોની વિસ્તારમાં પાણી ફરી વળતા 6 લોકો ફસાયા હતા. જેમને ભુજ ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ભુજ ફાયર શાખાની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક રીતે સ્થળે પહોંચતા જોયું હતું કે, મકાનમાં તેમજ રસ્તા પર પાણી આવી ગયું હતું અને હજુ પણ પાણીની આવક ચાલુ હતી. તે જોતા તાત્કાલિક ઘરમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાની જહેમત શરૂ કરી અને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. રાજકોટમાંથી અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવી યુવતી 58.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઇ, SOG ટીમની કામગીરી
  2. કડી નજીક બીજો કાંડ : મહેસાણામાં ઝડપાયું અધધ 43 હજાર કિલો શંકાસ્પદ ઘી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.