ETV Bharat / state

માંડવી બીચ પર તંત્રએ તમામ રાઇડ બંધ કેમ કરી, તંત્રએ આપ્યું આ કારણ - Kutch Mandvi Beach Rides Closed

author img

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 8:58 AM IST

કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગ સમયે દુર્ઘટના પ્રકરણમાં સંચાલક સહિત ચાર સામે ફરિયાદ નોંધાયા બાદ આ મામલે સંચાલક સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરક્ષા વગર સર્જાયેલી દુર્ધટના બાદ તંત્રએ બીચ પર તમામ રાઇડો બંધ કરી છે.

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગ સમયે દુર્ઘટના બાદ તંત્રએ બીચ પર તમામ રાઇડ બંધ કરી
માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગ સમયે દુર્ઘટના બાદ તંત્રએ બીચ પર તમામ રાઇડ બંધ કરી (ETV Bharat)
સંચાલક સહિત બેની ધરપકડ (ETV Bharat)

કચ્છ : કચ્છના માંડવી બીચ પર ફરવા આવેલા ઝારખંડના યુવાનના મોત બાદ સપરાધ માનવવધનો ગુન્હો સંચાલક સહિત ચાર સામે નોંધાયો હતો ત્યારે માંડવી પોલીસે આ મામલે તપાસ કરી પેરાગ્લાઇડીંગનુ સંચાલન કરતા તથા અન્ય જવાબદારો સામે કાર્યવાહી કરતાં ધરપકડ કરી છે.

વોટર્સ સ્પોર્ટના સંચાલકોની ધરપકડ : સમગ્ર મામલામાં સેફટી બેલ્ટ,હેલ્મેટ સહિતની કોઈ સુરક્ષા વ્યવસ્થા કરાઈ ન હતી. ધરપકડ બાદ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે. શિવ વોટર્સ સ્પોર્ટના મુખ્ય સંચાલક પંકજ ભાનુશાળી તથા બીચ પરના સંચાલક અબ્બાસ સુલેમાન પારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તંત્રએ તમામ રાઇડો બંધ કરાવી : સમગ્ર મામલામાં ઝારખંડના ફરિયાદી સુખવિંદર બલદેવસિંગ કોરે માંડવી પોલીસ મથકે શિવ વોટર્સ સ્પોર્ટના સંચાલક પંકજ ભાનુશાળી,જીજે 12 કે 8872 ગાડીના ચાલક પેરાગ્લાઈડીંગ ઉંચો કરનાર બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભાઈ ભુજ એરફોર્સમાં હોવાથી વેકેશન કરવા બલદેવસિંગ કોર અને બે બાળકો સાથે આવ્યા હતા.ત્યારે શુક્રવારે આ ધટના બની હતી જેમાં ઝારખંડના બલદેવસિંગનું મોત થયું હતું જેમાં બેદરકારી દાખવનાર સામે હવે કાર્યવાહી થઇ છે. તો પ્રાન્ત અધિકારીએ હાલ માંડવી બીચ પર તમામ રાઇડ બંધ કરાવી છે.

ધારાસભ્યની અપીલ : સમગ્ર ઘટનાને વખોડતા માંડવી મુન્દ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ જણાવ્યું હતું કે જે માંડવી બીજ પર કરુણાતિકા ઘટી છે તેના માટે ખૂબ જ દુઃખ છે તેમજ પરિવારને પૂરી સાંત્વના છે. તો આ ઉપરાંત જે દિવસે આ ઘટના ઘટી તેના આગલા દિવસે મામલતદાર પીઆઇ દ્વારા માંડવી બીચ પર વોટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા સંચાલકોને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ વ્યવસ્થા ન હોતા વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવા માટે જણાવ્યું હતું. છતાં પણ માથાભારે શખ્સો દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર પ્રવાસીઓને વોટર સ્પોર્ટ્સ ની પ્રવૃત્તિઓ કરાવતા દુર્ઘટના ઘટી હતી. તેમાં તંત્રને પણ સંચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે.

  1. શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ વખતે યુવક ખાબક્યો, દ્રશ્ય થયું કેમેરામાં કેદ
  2. ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ કચ્છ મ્યુઝીયમ વિશે જાણો છો? ક્ષત્રપ શિલાલેખથી માંડી બીજા અનેક મૂલ્યવાન નજરાણાં અહીં છે - Kutch Museum

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.