ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠકના મતદારોનો મત જાણવાનો પ્રયત્ન, મતદારોએ કહ્યાં મુદ્દા - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર 7 મેના દિવસે મતદાન થવાનું છે. કચ્છ - મોરબી લોકસભાના નવા સાંસદ સામે જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોની ભરમાર છે. ઈટીવી ભારતે કચ્છ લોકસભા બેઠકના મતદારોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જાણો કચ્છના મતદારોએ શું કહ્યું આ અહેવાલમાં..

કચ્છ લોકસભા બેઠકના મતદારોનો મત જાણવાનો પ્રયત્ન, મતદારોએ કહ્યાં મુદ્દા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 8:39 PM IST

મતદારોનો મત જાણવાનો પ્રયત્ન

કચ્છ : છેલ્લા 10 વર્ષમાં કચ્છમાં થયેલા વિકાસકાર્યોમાં મતદારોની અપેક્ષાઓ પૂરી થઈ નથી. ત્યારે જે પણ નવા સાંસદ આવશે તેમની સામે જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોની ભરમાર જોવા મળશે. 10 વર્ષથી કચ્છ મોરબી બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરનાર સાંસદ વિનોદ ચાવડા દ્રારા કરવામાં આવેલ આયોજન કે લોકોપયોગી કાર્યોમાં સંતોષ થયો નથી તેવી વાત મતદારોએ કરી છે. કચ્છના મતદારો વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશે.

જિલ્લામાં અનેક અધૂરાશો : સામાન્ય રીતે લોકસભા સાંસદે લોકસભા મતવિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાના લાભો છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તેને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમજ વિવિધ સરકારી મંજૂરી સંસદમાંથી અપાવવી જોઈએ જેમાં ખાસ કરીને કચ્છને નર્મદાનાં વધારાના પાણી આપવાની વાત કેટલાય વર્ષોથી ટલ્લે ચડેલી છે. કચ્છના મતદારોએ અસ્વચ્છતા, રેલવે, મોંઘવારી, ઇન્ટરનેશલ એરપોર્ટ અને ગૌચર જમીનની ઉદ્યોગોને ફાળવણી કરવી જેવી સમસ્યાઓ ઈટીવી ભારત સમક્ષ રજૂ કરી હતી.

કચ્છના સ્થાનિક મુદ્દાઓ : આ વખતે કચ્છ મોરબી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મેદાનમાં છે. સામાન્ય મતદાર તરીકે વાત કરવામાં આવે તો વિકાસની વાતો પણ ઘણી થાય છે. તો વિરોધના વંટોળ પણ અવારનવાર ઊભા થતા હોય છે. કચ્છ કંઈ રીતે આગળ આવે અને કચ્છનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ તેને લક્ષીને મત આપવો જોઈએ નહીં કે માત્રને માત્ર ચૂંટણી છે એટલે મત કરવો જોઈએ. મતદારોનો સંવેધનિક હક્ક છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. આ વખતે કચ્છના સ્થાનિક મુદ્દાઓ છે જેમાં વ્યવસ્થાપન, સાફ સફાઈ અને ટ્રાફિકની સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખીને હું મારો મત આપીશ.

નર્મદાનાં પાણી, બેરોજગારી, ગૌચર જમીનની ફાળવણી : વર્તમાન સમયમાં કચ્છને લગતા પ્રશ્નોની વાત કરવામાં આવે તો કચ્છને નર્મદાનાં નીર હજી સુધી નથી મળ્યા જેની તાતી જરૂરિયાત છે. જે યોજના કચ્છ માટે બનાવવામાં આવી હોય અને જેનો લાભ હજી પણ કચ્છને ના મળ્યો હોય, તો સ્વાભાવિક છે કે કચ્છના મતદારો નર્મદાનાં પાણીના મુદ્દાને લઈને મતદાન કરશે.આ ઉપરાંત કચ્છમાં બેરોજગારી પણ વધી રહી છે. સ્થાનિક ઉદ્યોગોમાં કચ્છના યુવા બેરોજગારોને રોજગારી નથી મળી રહી. સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને જમીનો ફાળવવામાં આવે છે જેના સામે કોઈ વિરોધ નથી પરંતુ ગૌચર જમીનો ઔદ્યોગિક એકમોને ફાળવવામાં આવે છે તેના સામે સખત વિરોધ છે. ત્યારે આ વર્ષે કચ્છના મતદારો સરકારના તરફેણમાં મત આપે છે કે સરકારની વિરૂધ્ધમાં તે જોવાનું રહેશે.

સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ : આ ટર્મમાં હાલના સાંસદ વિનોદ ચાવડા પણ ચૂંટણીમાં ઉમેદવાર છે તો અન્ય પક્ષના પણ ઉમેદવાર છે. વિનોદ ચાવડાના કાર્યોની વાત કરવામાં આવે તો તેઓ સતત પ્રજાની વચ્ચે રહ્યા છે. લોકોના પ્રશ્નો પણ ઉકેલ્યા છે. દિલ્હી હોય તો પણ ફોન ઉપાડીને વાત સાંભળી છે અને કામ કર્યા છે. જે એક પોઝિટિવ વાત થઈ પરંતુ આ સાથે જ કેટલીક અધૂરાશો પણ વિવિધ ક્ષેત્રે છે. કેન્દ્ર સરકારની આયુષ્માન કાર્ડમાં કરોડો લોકોના કામ થયા છે પરંતુ કચ્છની સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ હોસ્પિટલમાં વિવિધ નિષ્ણાંત ડોકટરોની કમી છે. જેના કેન્સર અને હ્રદય સબંધિત તેમજ ન્યુરો સર્જનની અધૂરાશ છે.

પ્રવાસન ક્ષેત્રે પાયાની સુવિધાઓનો અભાવ : છેલ્લા એક દાયકામાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકસ્યું છે દુનિયાના ખૂણે ખૂણે તે પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. પરંતુ હજી પણ પ્રવાસન સ્થળો પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ ઉપરાંત વૈશ્વિક ધરોહર તરીકે જાહેર થયેલ હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરા ખાતે હજી પણ વિવિધ સુવિધાઓ વિકસાવવાની બાકી છે. આ ઉપરાંત જિલ્લા મથક ભુજના હૃદય સમા હમીરસર તળાવના બ્યુટીફિકેશનનું કામ અનેક વર્ષોથી અધૂરું છે જે નગરપાલિકાનો પ્રશ્ન છે પરંતુ હજી સુધી તે પણ નથી ઉકેલાયો. તો જાહેર શૌચાલયની સંખ્યા અને જાળવણીનો પણ અભાવ છે ઉપરાંત ન્હાવા ધોવાની સુવિધાઓ પણ નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રેલવેના પ્રશ્નો : આ ઉપરાંત જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ તાતી જરૂરિયાત છે. પરંતુ માત્ર ભૂજથી મુંબઈ અને ભૂજથી અમદાવાદની ફ્લાઈટ જ ઉપલબ્ધ છે. તો દિલ્હી જવા માટે કંડલા ખાતેથી ફ્લાઇટ પકડવી પડે છે. આ ઉપરાંત જિલ્લામાં અનેક એન આર આઈ લોકો પણ વેકેશન દરમિયાન અવરજવર કરતા હોય છે તેમના માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટે પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. તો સાથે જ રેલવે સ્ટેશનનું નવીનનીકરણ તો થઈ રહ્યું છે પરંતુ ભુજથી હરિદ્વાર ભુજથી અયોધ્યા ભુજથી અમૃતસર વગેરે જેવી નવી ટ્રેનો પણ શરૂ થાય તો લોકો માટે ફાયદાકારક રહેશે. પક્ષાપક્ષીથી દૂર થઈને વાત કરવામાં આવે તો જે કોઈપણ રાજકીય પક્ષનો ઉમેદવારને પ્રજાની સેવા કરવાની તક મળે તે કચ્છ જિલ્લામાં રહેલી વિકાસના કાર્યોની અધુરા પૂર્ણ કરે અને પ્રજાને સાથે રાખીને હંમેશા આગળ વધે તેવી આશા છે.

  1. Lok Sabha 2024: કચ્છ લોકસભા બેઠક માટે કુલ 19,35,338 મતદારો, 2139 મતદાન મથકો પર કરશે મતદાન
  2. Lok Sabha Election 2024 : વિનોદ ચાવડાએ કચ્છમાં લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.