કચ્છઃ CRZ કાયદા અંતર્ગત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યાવરણનું સંરક્ષણ અને સમુદ્રી જીવસૃષ્ટિનાં સંવર્ધન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જાહેર કરવામાં આવી રહ્યાં છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેને પરિણામે આજે આ લોક સુનાવણી રદ્દ કરવામાં આવી હતી.
કોસ્ટલ રેગ્યુલેશન ઝોનઃ દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયાઈ વિસ્તારોના અનોખા પર્યાવરણના સંરક્ષણ અને રક્ષણના ઉદ્દેશ્ય સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર સમુદાયો અને અન્ય સ્થાનિક સમુદાયોની આજીવિકાની સુરક્ષા ઉપરાંત અને જોખમોને ધ્યાનમાં લેતા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કુદરતી જોખમો, ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની સપાટીમાં વધારો લક્ષમાં રાખી દેશના દરિયાકાંઠાના વિસ્તારો અને તેની પ્રાદેશિક જળ મર્યાદા સુધીના જળ વિસ્તાર આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ અને આ ટાપુઓની આસપાસના દરિયાઈ વિસ્તારોને બાદ કરતાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
406 કિમી લાંબો દરિયા કિનારોઃ કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. જેમાં લગભગ 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. દરિયાકાંઠાના રક્ષણ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન 1991, 2011 અને 2019માં પ્રકાશિત કર્યા. આ સૂચનાઓમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાની જોગવાઈ છે. જેનો ઉપયોગ દરિયાકાઠાના સંચાલન માટે થાય છે. આ નકશાઓ દ્વારા સત્તાધિકારીઓ નિર્ણય લે છે કે કોઈ ઉદ્યોગને મંજૂરી આપવી કે નહીં. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હીએ જાહેરનામું તારીખ 18મી જાન્યુઆરી 2019, જેને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન, 2019 તરીકે જાહેર કર્યુ હતું.
કાયદા હેઠળના નકશામાં શું દર્શાવે જરુરી?: CRZ નોટિફિકેશન, 2019 હેઠળ કચ્છના દરિયાઈ વિસ્તારના નકશા જાહેર કરવામાં આવ્યા છે. આ નકશામાં સૂચનાઓની જોગવાઈઓ હેઠળ ભૌગોલિક અને ઈકોસિસ્ટમના મહત્વ મુજબ દરિયા કિનારો દર્શાવવો પડશે. નકશામાં આંતર ભરતી વિસ્તારો, ઉંચી અને નીચી ભરતીની રેખાઓ, જોખમ રેખા, પર્યાવરણીય રીતે નાજુક વિસ્તારો વગેરે દર્શાવવાના હોય છે. સૌથી અગત્યની બાબત એ છે કે નકશામાં જૈવિક રીતે સક્રિય આંતર ભરતી વિસ્તારો, મેન્શોવ્સ, ટર્ટલ નેસ્ટિંગ ઝોન, રેતીના ટેકા, માછલીઓનું સંવર્ધન થાય તેવા પ્રદેશો, માછલીના ખોરાક માટેના વિસ્તારો, જ્યાં 'શેડયુલ વન' પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે તે વગેરે દર્શાવવા જોઈએ. નક્શાઓમાં માછીમારોના ગામો, માછીમારીની જગ્યાઓ, બોટ પાર્કિંગની જગ્યા, માછી આવરણ વિસ્તાર ઈત્યાદિ દર્શાવવું જરૂરી છે.
સ્થાનિક મુલાકાત કર્યા વગર નકશા તૈયાર કરાયાનો આક્ષેપઃ નવા કાયદા હેઠળ આવનારાં ગામોના સ્થાનિક રહેવાસી મીત ગઢવીનું કહેવું છે કે કાયદા અંગે ભલે સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી, પરંતુ અમારી સંસ્કૃતિનાં હિતને થનારા નુકસાન સામે અમારો વાંધો છે. નકશા તૈયાર કરનાર એજન્સી દ્વારા એસીવાળી કેબિનમાં બેસીને નકશા બનાવી નાખવામાં આવ્યા છે.જેમાં માછીમારીના વિસ્તારો, દેવાલયો,કાચબાને જન્મ આપવા માટે ઘર બનેલાં છે તે સેટેલાઈટ ઈમેજમાં બતાવાયા નથી, વળી પોર્ટની હદ વિસ્તારી દેવામાં આવી છે, એનો મતલબ એ થાય કે આ બંદર પર માછીમારી પર પ્રતિબંધ લાગી જશે.આજે આ નોટિફિકેશનનો કચ્છના વિવિધ ગામડાના લોકોએ વિરોધ કર્યો છે જેને પરિણામે આજે આ લોક સુનાવણી રદ્દ કરવામાં આવી છે લોકોએ પોતાની સંસ્કૃતિ અને વારસો માટે વિરોધ નોંધાવ્યો છે.આગામી સમયમાં આ વિસ્તારો ઉદ્યોગોને ફાળવી દેવામાં ના આવે તે માટે આ વિરોધ કરવામાં આવી રહ્યા છે.આજે આ લોક સુનાવણી રદ્દ થઈ છે જેમાં કચ્છની જનતાનો કચ્છની ધરોહરનો વિજય છે.
કાંઠાળ વિસ્તારના સ્થાનિક લોકોએ નોંધાવ્યો વિરોધઃ નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ એજન્સી દ્વારા મોટાભાગના નકશા ગામડાઓની મુલાકાત લીધા વિના અને લોકો સાથે વાત કર્યા વિના સેટેલાઈટ ઈમેજના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ કારણે દરિયા કિનારાના પર્યાવરણીય રીતે સક્રિય આંતર ભરતી વિસ્તારો કે જ્યાં ઘણી નાની માછલીઓ, પરવાળાઓ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સંરક્ષિત અનુસૂચિત પ્રજાતિઓ જેવી કે પાઈપ ફિશ, દરિયાઈ ઘોડો વગેરે જોવા મળે છે. તે પર્યાવરણીય રીતે નિષ્ક્રિય પ્રદેશો તરીકે ચિહ્નિત થયેલ છે. જો નકશામાં આવી રીતે ફાઈનલ કરવામાં આવશે તો દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટેની યોજનાઓ, ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવા માટેની આકારણીની પ્રક્રિયા વગેરે સંપૂર્ણપણે ખોટા નકશા પર આધારિત હશે. આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરિયાની સપાટીમાં વધારો આપણા દરિયાકાંઠાના ગામડાઓને જોખમમાં મૂકે છે. આવા અધૂરા અને ખોટા નકશા માત્ર ગામડાઓ માટે જીવલેણ સાબિત થશે. તેમજ દરિયાકાંઠાના સમુદાયોના જીવનને પણ જોખમમાં મૂકશે.
120માંથી 73 જેટલા જ ગામડા દર્શાવવામાં આવ્યાઃ મુન્દ્રા તાલુકાના દરિયાકિનારાના ગામના રહેવાસી નારણ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) કચ્છના કૉસ્ટલ વિસ્તાર માટે પણ કાયદો બહાર પાડવામાં આવ્યો છે.આગામી સમયમાં દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરિયા વગેરે જેવા પર્યાવરણ અંગે નવા કાયદા આવી શકે છે અને આ અંગેનું પ્રાથમિક જાહેરનામું 2011માં પછી 2019માં ભારત સરકારે બહાર પાડયું છે. આ નોટિફિકેશનમાં કચ્છના 7 તાલુકાના 73 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે કુલ 120 જેટલા ગામો છે માટે બાકીના 50 જેટલા ગામડાઓને આ નોટિફિકેશનમાંથી બાકાત કરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જીપીસીબી દ્વારા ગામના લોકોને નથી નકશા આપવામાં આવ્યા કે નથી CRZની નોટિફિકેશન આપવામાં આવી ત્યારે દરિયા કિનારાના વિસ્તારના ગામડાના લોકો, સરપંચ, પશુપાલકો, માછીમારોએ આ કાયદાનો જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને તેના પગલે આ લોક સુનાવણી રદ્દ કરવામાં આવી છે.
કાયદા અંગે ભલે સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી, પરંતુ અમારી સંસ્કૃતિનાં હિતને થનારા નુકસાન સામે અમારો વાંધો છે. નકશા તૈયાર કરનાર એજન્સી દ્વારા એસીવાળી કેબિનમાં બેસીને નકશા બનાવી નાખવામાં આવ્યા છે.જેમાં માછીમારીના વિસ્તારો, દેવાલયો,કાચબાને જન્મ આપવા માટે ઘર બનેલાં છે તે સેટેલાઈટ ઈમેજમાં બતાવાયા નથી, વળી પોર્ટની હદ વિસ્તારી દેવામાં આવી છે, એનો મતલબ એ થાય કે આ બંદર પર માછીમારી પર પ્રતિબંધ લાગી જશે...મીત ગઢવી(સ્થાનિક, લાયજા, કચ્છ)
2019ના નોટિફિકેશનમાં કચ્છના 7 તાલુકાના 73 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે કુલ 120 જેટલા ગામો છે માટે બાકીના 50 જેટલા ગામડાઓને આ નોટિફિકેશનમાંથી બાકાત કરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જીપીસીબી દ્વારા ગામના લોકોને નથી નકશા આપવામાં આવ્યા કે નથી CRZની નોટિફિકેશન આપવામાં આવી ત્યારે દરિયા કિનારાના વિસ્તારના ગામડાના લોકો, સરપંચ, પશુપાલકો, માછીમારોએ આ કાયદાનો જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને તેના પગલે આ લોક સુનાવણી રદ્દ કરવામાં આવી છે...નારણ ગઢવી(સ્થાનિક, ઝરપરા, કચ્છ)
CRZ કાયદાથી પ્રભાવિત ગામો: દરિયાકાંઠા ના ભચાઉ, મુંદ્રા, માંડવી, અબડાસા, લખપત, અંજાર અને ગાંધીધામ જિલ્લાઓના દરિયાકાંઠે આવનારા બધાજ ગામ - અકારી મોટી, ચારોપદી મોટી, છછી, ગોલાય, જખી, કાડોલી, કમંડ, ખુઅડો, કોસા, લોડી, મોહાડી, રાપર ગઢવારી, સાંથાલ, સિંધોડી મોટી, ગુજરી, વડસર, ગુંદીયાળી, કાઠડા, લાયજા નાના, માંડવી (એમ), મસ્કા, ત્રગડી, બાડા, બાંભડાઈ, ભાડા, છેરનાની, ડેડપર, પુણાય, ફતેહપુર, ગુગરીયાણા, ગુહાર મોટી, ગુનાઉ, ગુનેરી, કૈયારી, કનોજ, કપુરાશી, ઉનપુર, ખેંગારપર, ખીરસરા, કોરિયાણી, કોટેશ્વર, લખપત, મુઢાણ, નારાયણ સરોવર, પીપર, પુનઃરાજપુર, રોકાસર લડી, સાયશ, શેઠ, તાહેરા, બાદીઈ, ભહેસ્વર, કુકડસર, લુણી, મુન્દ્રા (સી.ટી), વડાલા, રામપર, તુણા, પરસાણા, વીશ, ભારાપર, કિઠાણા, મીથી રોહર, પાકણા, આમલીયાસ, ભચાઉ (એમ), ચિરાઈ મોટી, ચિરાઈ નાની, જંગી, શિકારપુર, વાંધીયા, વોંધ, નવીલાલ, ઝરપરા, ધબ, ગોએરસમાં, સંઘડ, વઢી, પાંચોટિયા, મોડકુંબા, ધ્રુવઈ,બેશ, આરીખાણા, લાલા, વરનોરી બુડિયા, રાનપુર, પેઢી, પિંગલેશ્વર, દાદાખાપર આ ગામો CRZ કાયદાથી પ્રભાવિત ગામો છે.