ETV Bharat / state

ભાવનગરમાં રાજનાથ સિંહની સભા બહાર ક્ષત્રિયોનો વિરોધ, પોલીસે કરી અટકાયત - Rajnath singh rally in Bhavnagar - RAJNATH SINGH RALLY IN BHAVNAGAR

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે રક્ષામંત્રી રાજનાથજીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી સભા સ્થળે પહોંચતાની સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામની અટકાયત કરી હતી. આમ છતાં રક્ષા મંત્રી દ્વારા સભા સ્થળેથી પોતાના પ્રવચનમાં વર્તમાન સરકારને વિકાસની વાતો અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જાણો વિસ્તારથી..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 10:46 PM IST

ભાવનગરમાં રાજનાથ સિંહની સભા બહાર ક્ષત્રિયોનો વિરોધ

ભાવનગર: લોકસભા બેઠક ઉપર સિહોર ખાતે કેન્દ્ર સરકારના રક્ષામંત્રીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનાથજી સભા સ્થળે હાજર થયા બાદ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ તંત્ર દ્વારા બે બસ ભરીને ક્ષત્રિય સમાજના લોકોને અટકાયત કરવામાં આવી હતી. સભા સ્થળે રાજનાથજી દ્વારા પોતાના પ્રવચનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આમ વિરોધની વચ્ચે પણ ભાજપનો ચૂંટણી પ્રચાર યથાવત રહ્યો હતો.

ભાવનગરમાં રાજનાથ સિંહની સભા
ભાવનગરમાં રાજનાથ સિંહની સભા
ક્ષત્રિય સમાજનો વિરોધ: ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં સિહોરના છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના રક્ષામંત્રી ભાવનગર એરપોર્ટ અને ત્યારબાદ શિહોર ખાતે માર્ગ મારફત પહોંચ્યા હતા. સભા સ્થળ ઉપર રાજનાથજી હાજર થતાની સાથે જ તે સભા સ્થળની બહાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દરેક ક્ષત્રિય સમાજના લોકોને સભા સ્થળે પ્રવેશતા રોકવામાં આવ્યા હતા અને દરેકની અટકાયત કરવામાં આવી હતી. અંદાજે 100 થી વધુ ક્ષત્રિય સમાજના લોકોને અટકાયત કરાઈ હતી. બે બસ ભરીને દરેકને અટકાયત કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ભાવનગરમાં રાજનાથ સિંહની સભામાં વિરોધ
ભાવનગરમાં રાજનાથ સિંહની સભા
વિરોધ વચ્ચે રાજનાથ સિંહે સભા સંબોધી: ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રક્ષામંત્રી રાજનાથજીએ સભા સ્થળેથી પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે અમે જિંદગીમાં રાજનીતિ કરીએ છીએ પણ લોકોના આંખમાં ધૂળ નાખતા નથી, અમે આંખમાં આંખ નાખીને રાજનીતિ કરીએ છીએ. અમે પહેલાં પણ કહ્યું હતું કે અમે સત્તામાં આવશુ તો 370 કલમ હટાવશું અને સત્તામાં આવીને અમે અમે 370 કલમ હટાવી બતાવી છે. આ કોઈ બીજી પાર્ટીના લોકો કરી શકે નહીં માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. રામલલ્લાને મુદ્દે અનેક લોકો કહેતા હતા પરંતુ અમે રામલલ્લા મુદ્દે કહેતા આવ્યા છીએ કે રામલલ્લા આયેંગે મંદિર વહા બનાયેંગે એ સાચું છે, અમે બનાવીને બતાવ્યું છે. હવે રામરાજ્ય આવ્યું છે રામરાજ્ય એટલે કર્તવ્ય બોધ જે તમને જોવા મળશે.
ભાવનગરમાં રાજનાથ સિંહની સભા
ભાવનગરમાં રાજનાથ સિંહની સભા
ત્રણ તલાક અને પાડોશી દેશના સંબંધો વિશે કહ્યું: સભા સ્થળેથી રક્ષામંત્રી રાજનાથજીએ જણાવ્યું હતું કે અમે ત્રણ તલાક દૂર કરશું તેમ કહ્યું હતું અને અમે દૂર કરી છે, કોઈપણ ધર્મની માં બહેન હોય તે અમારી મા બહેન સમાન છે. સરકાર અમારી બને કે ન બને ભાડમાં જાય સરકાર, પણ અમે માં બહેન માટે લડીશું. જનસંઘ થી લઈને આજ દિન સુધી અમે જે કહ્યું તે કર્યું છે, કોંગ્રેસ ખોટી ગલતફહેમી ફેલાવવાની કોશિશ કરે છે, હું કહું છું કે દેશ સુરક્ષિત છે આપણી સીમા સુરક્ષિત છે, પણ આપણે પાડોશી દેશ સાથે સારા સંબંધો બનાવી રાખવા જોઈએ. અટલ બિહારી વાજપાઈ પણ તે જ કહેતા હતા. પહેલા નટ બોલ્ટ એક્સપોર્ટ થતા આજે મિસાઈલ: સભા સ્થળેથી રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે મોદીજીએ કહ્યું કે આપણે રક્ષાની સામગ્રી બહારથી નથી લાવવી, આપણે જાતે તૈયાર કરવી છે. પહેલાની કોંગ્રેસ સરકાર નટ બોલ્ટ એક્સપર્ટ કરતી હતી, આપણે આજે મિસાઈલ એક્સપોર્ટ કરીએ છીએ. પાકું મકાન બનાવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત, નલ સે જલ યોજના આપી, આયુષ્યમાન ભારત યોજના પણ આપી છે. આ વર્ષે અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે 17 વર્ષ ઉપરના દરેક વર્ગના લોકોને આયુષ્યમાન ભારતનો લાભ મળવાનો છે, મને લાગે છે કોંગ્રેસ આ વખતે નીપટાઈ જશે. હવે હિંમત નથી એમને ઉભા થવાની, દસ વર્ષના બાળકને ચૂંટણી પછી પૂછજો કે કોંગ્રેસ કોણ છે તો એમ કહે છે કે કોણ કોંગ્રેસ ?. એમની હાલત જોઈને મને તરસ આવે છે. ડાયનોસોર જેમ લુપ્ત થયા એમ આ લોકો લુપ્ત થઈ જશે.

ચંદ્રયાન, સામ પિત્રોડાના ખંભે મૂકી કોંગ્રેસ પર પ્રહાર: ભારતના રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે અમને માત્ર સફળતા મળે છે એવું નથી નિષ્ફળતા પણ મળે છે. ચંદ્રયાન નિષ્ફળ થયું ત્યારે અમારામાં પણ નિરાશા આવી ગઈ હતી. વૈજ્ઞાનિકોના આંખમાંથી આંસુ નીકળતા અમે જોયા છે. પરંતુ જ્યારે ચંદ્રયાન 2 બાદ વડાપ્રધાન ત્યાં પહોંચ્યા અને સાંત્વના આપી પછી વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3 લેન્ડ કરીને સફળ થયા જે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઊતર્યું એ એકમાત્ર ભારત છે. સેમ પિત્રોડા સારું નામ છે, અમેરિકામાં તેમને કહ્યું તમારા ઘરમાં વડીલ અવસાન પામે તો 55 ટકા મિલકત સરકારે લઈ લેવી જોઈએ. જો કે વિશ્લેષકોએ કહ્યું છે કે આ બહુ ઘાતક નિવેદન છે.તમને હું અહીંયા નિમુબેનને બહુમતથી વિજય બનાવવા માટે અપીલ કરવા આવ્યો છું.

દમણમાં રાહુલ ગાંધીની દહાડ, કહ્યું ભાજપ 20-25 લોકોને અબજપતિ બનાવી શકે, તો કોંગ્રેસ કરોડો દેશવાસીઓને લખપતિ બનાવીશું - Rahul gandhi Rally in Daman

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.