ભાવનગર: રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં આગ માટેની સુવિધાઓ અને સાવચેતીની સગવડો ગોઠવવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની ચાલતી પ્રક્રિયા વચ્ચે ETV BHARATએ ફાયરના સાધનોના વેપારી સાથે ખત વાતચીત કરી હતી. જેમાં ભાવ અને કેવા સાધનોની જરૂરિયાત તે વિશે માહિતી મેળવી હતી. ટો ચાલો જાણીએ. પરંતુ તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં ફાયરના સાધનો માટે પડાપડી છે. કારણ કે ત્યાં આ સાધનો લગાવવા ફરજિયાત બની ગયા છે.
ફાયરને ધ્યાનમાં રાખીને કેવી થઈ રહી છે કાર્યવાહી: ભાવનગરમાં ફાયર વિભાગ દ્વારા દુકાનો કે બિલ્ડીંગોમાં ફાયરના સાધનો ન હોય તો ત્યાં સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરી છે. સીલ ત્યાં સુધી ખોલવામાં આવતા નથી જ્યાં સુધી સાધનો લગાવી દેવામાં આવે નહીં. ત્યારે ફાયર વિભાગે શહેરમાં 360 બિલ્ડીંગોને નોટીસ પાઠવી છે જેમાં 89ને સીલ કરવામાં આવ્યા અને 80માં સાધનો નખાયા બાદ સીલ ખોલી નાખવામાં આવેલ છે. જો કે સાધનો લગાવવામાં ખાસ કરીને મોટી બિલ્ડીંગોમાં સમય લાગી રહ્યો હોવાથી દુકાનદારો પણ ચિંતિત છે.
કોમર્શિયલ રેસિડેન્સી મિક્સ બિલ્ડિંગમાં તકલીફ: ભાવનગર શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્સી બિલ્ડીંગો છે. જ્યારે 80 ટકા બિલ્ડીંગો કોમર્શિયલ રેસિડેન્સી મિક્સ છે. તેથી દુકાનદારો બિલ્ડીંગોના રહેણાંકીઓના સમર્થન ન મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફાયરના સાધનો નાખતા વ્યાપારીઓ પણ મોટી ઇમારતની બિલ્ડિંગમાં કોમર્શિયલ રેસિડેન્સી હોવાથી તેમાં ફાયર વિભાગ સાથે રહેણાંકી લોકોને સમજાવી રહ્યા છે. કારણ કે મોટી ઈમારતનો ખર્ચ મોટો આવે છે જે કોમર્શિયલ દુકાનદારો એકલા ભોગવી શકે નહીં. જે મોટી સમસ્યા છે.
ફાયરના નિયમો ક્યાં લાગુ પડે અને કેવા: ફાયર સાધનો વેચવાની પરવાનગી વ્યાપારીઓ, કંપની અને ISI માર્કવાળી કંપનીઓને સરકાર દ્વારા મંજૂરી આપી હોય તેને જ છે. નિયમોને લઈને આલાપ પટેલે જણાવ્યું હતું કે, રેસીડેન્સ બિલ્ડીંગ, કોમર્શિયલ બિલ્ડીંગ અને મિક્સ ઓક્યુપંસી એમ ત્રણેયના અલગ અલગ ગુજરાત સરકારના નિયમ પ્રમાણે ફાયરનું ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે. જેમાં રેસીડેન્સીયલ બિલ્ડિંગ હોય છે અને તેની હાઈટના આધારે અલગ અલગ નિયમો હોય છે, એ નિયમો અનુસાર કામ કરવાનું હોય છે. કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ એવી જ રીતે નિયમ હોય છે જેમાં 15 મીટરથી ઊંચું બિલ્ડીંગ હોય તેના અલગ નિયમો 15 મીટરથી નીચું બિલ્ડિંગ હોય તેના પણ અલગ નિયમ હોય છે. જે આપણે ફાયર બ્રિગેડના સૂચન અને એનબીસીના ગાઈડલાઈન પ્રમાણે ઇન્સ્ટોલેશન કરવાનું રહે છે.
સાધનો અને તેના ભાવ વિશે જાણો: વર્ષોથી સાધનો વેચતા આલાપ પટેલે જણાવ્યું હતું કે, સાધનોમા ફાયર યુઝર, હોઝરીલ, આલારામ બધું હોય છે. વાયરેસ્ટિંગ વિશેની વાત કરીએ તો જે રેગ્યુલર યુઝમાં ઉપયોગમાં આવતા હોય એબીસી 6 કેજી જે નોર્મલ માટે ઉપયોગમાં આવે છે. co2 છે તે ઇલેક્ટ્રીક ફાયર માટે ઉપયોગમાં આવે છે, જે 1000થી લઈને 2500 રૂપિયાની કિંમત સુધીમાં એબીસી ટાઈપ ફાયરરેસ્ટિંગ મળે છે. જ્યારે આજ વસ્તુએ 4,000 થી લઈને 5000 સુધીની કિંમતમાં પણ મળે છે પરંતુ તેમાં વેલીડીટી પિરિયડ સારી કંપનીઓ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની વોરંટી સાથે આપે છે.
કોમર્શિયલ અને રેસિડેન્સીમાં બજેટ કેટલું: સાધનોના વ્યાપારી આલાપ પટેલે જણાવ્યું હતું કે, સાત માળની બિલ્ડીંગની અંદર રેસીડેન્સ બિલ્ડીંગ હોય તો એનો પાંચ થી સાત લાખ વચ્ચેનો ખર્ચો થાય છે, જ્યારે કોમર્શિયલ બિલ્ડીંગ હોય તો કોમર્શિયલમાં કેટલું કોમર્શિયલ છે એના એરિયા વાઇસ એનો આખો એ કોટેશન નીકળે છે અને ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે એમાં જે પણ સ્પ્રિંકલર વસ્તુ આવતી હોય એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈ પછી એના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે.