ETV Bharat / state

ડ્રિન્ક પાર્ટીમાં ખેડાના 3 પીઆઈનો મારામારી કરતો વીડિયો વાયરલ, ત્રણેય સસ્પેન્ડ - Video Viral

ખેડા જિલ્લાના 3 પોલીસ ઈન્સ્પેક્ટરો દારૂની મહેફીલ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 3 પોલિસ અધિકારીઓની હરકતને કારણે જિલ્લા પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. જેને ગંભીરતાથી લેતા વિભાગે ત્રણેય પોલીસ ઈન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા છે. Kheda District 3 PI Fighting Suspended Video Viral

ખેડાના 3 પીઆઈનો મારામારી કરતો વીડિયો વાયરલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 8:31 PM IST

નડીયાદ ડીવાયએસપીને આ સમગ્ર મામલાની તપાસ સોંપાઈ

ખેડાઃ ડ્રિન્ક પાર્ટીમાં 3 પીઆઈએ ભજવ્યા એક્શન સીન્સ. દારુની મહેફીલમાં કોક વાતે 3 પીઆઈ છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ વિભાગ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. ડીપાર્ટમેન્ટે આ ત્રણેય પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. નડીયાદ ડીવાયએસપીને આ સમગ્ર મામલાની તપાસ સોંપવાના આદેશ કરાયા છે.

સમગ્ર ઘટનાક્રમઃ નડીયાદ ટાઉન, નડીયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના 3 પોલીસ ઈન્સપેક્ટરોએ કોઈ અજ્ઞાત સ્થળે ડ્રિન્ક પાર્ટી અરેન્જ કરી હતી. જેમાં દારૂ અને સિગારેટની જયાફત ઉડાવાઈ હતી. આ મહેફીલ દરમિયાન કંઈક બાબતે માથાકુટ થતા સમાજના રક્ષક ગણાતા પોલીસ કર્મચારીઓએ કોલેજીયનો પણ ન કરે તેવી છુટ્ટાહાથની મારામારી કહી હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પોલીસ કાર્યવાહીઃ સમગ્ર બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. નડીયાદ ટાઉનના પીઆઈ હરપાલ સિંહ ચૌહાણ, નડીયાદ પશ્ચિમના પીઆઈ યશવંત ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે નડીયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઈન્કવાયરી સોંપવામાં આવેલી છે. જે ઈન્કવાયરીનો અહેવાલ આવે આગળના પગલા પણ લેવામાં આવશે.

જે વીડિયો વાયરલ થયો છે તેને ખૂબ ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી રહી છે. તાત્કાલિક ત્રણેય પીઆઈની કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.એ સિવાય વીડિયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે. એ માટે નડીયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઈન્કવાયરી સોંપવામાં આવી છે. ઈન્કવાયરીનો અહેવાલ આવે આગળના પગલા પણ લેવામાં આવશે...રાજેશ ગઢીયા(એસપી,ખેડા)

જો કે ઈટીવી ભારત વીડિયોની પુષ્ટિ નથી કરતું.

દમણમાં પ્રવાસીઓએ મારામારી કર્યા બાદ પોલીસ સાથે કરી બબાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.