ETV Bharat / state

શરદપૂર્ણિમાએ ડાકોરમાં શ્રધ્ધાળુઓની ભીડ: દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે શરદપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભાવિકોએ રાજાધિરાજના રણછોડરાયજીના દર્શનનો લાભ લીધો હતો.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

શરદપૂર્ણિમાએ ડાકોરમાં શ્રધ્ધાળુઓની ભીડ
શરદપૂર્ણિમાએ ડાકોરમાં શ્રધ્ધાળુઓની ભીડ (Etv Bharat Gujarat)

ખેડા: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે શરદપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભાવિકોએ રાજાધિરાજના દર્શનનો લાભ લીધો હતો. વહેલી સવારે મંગળા આરતીમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડાકોર ખાતે પૂનમના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી પૂનમના દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરમાં ઉમટ્યા હતા.

રણછોડરાયના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું: શરદપુર્ણિમાના દિવસે સવારે 5:15 ના અરસામાં મંદિર ખુલતા જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોડી રાતથી દર્શનની આતુરતાથી રાહ જોતા ભક્તો વહેલી સવારે રણછોડરાય ભગવાનના આરતીના દર્શન કરી ધન્ય થયા હતા. પગપાળા ચાલીને આવેલા ભક્તોનો થાક ભગવાનનું મુખારવિંદ જોતા જ ઉત્સાહમાં બદલાયો હતો. ઉપરાંત જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતુ.

શરદપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભાવિકોએ રાજાધિરાજના રણછોડરાયજીના દર્શનનો લાભ લીધો (Etv Bharat Gujarat)

વહેલી સવારથી દર્શન માટે લાગે છે કતાર: ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે દર પૂનમે વિશાળ સંખ્યામાં ભાવિકો રણછોડરાજીના દર્શન માટે આવે છે. જેના માટે ભાવિકો મોડી રાતથી જ મંદિરે પહોંચી જાય છે. અહીં વહેલી સવારથી મંદિરે ભાવિકોની લાંબી કતાર લાગી જાય છે. જેમ મંદિરના દરવાજા ખૂલે અને તે સાથે જ ભાવિકો મહેરામણ જય રણછોડના નાદ સાથે મંદિરમાં પ્રવેશી રાજાધિરાજનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પુનમના દર્શનનું વિશેષ મહત્વ: તમને જણાવી દઈએ કે, ડાકોર ખાતે પૂનમના દિવસે ભગવાન રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભાવિકો પુનમ ભરવાની માનતા રાખતા હોય છે. જે માનતા પુર્ણ થતા ભાવિકો પૂનમના દિવસે પગપાળા ડાકોર પહોંચી ભગવાનના દર્શન કરે છે. પરિણામે ડાકોર ખાતે દર પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટે છે. અહીં તેઓ રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો:

  1. કચ્છના 400 વર્ષ જૂના 'વૂડન આર્ટ'નું અમેરિકા, લંડન અને સ્પેનને લાગ્યું ઘેલું, એક પરિવારે સાચવી રાખી છે કલા
  2. સ્મશાનમાં ઠંડી ચિતાપાટ પર કરી તાંત્રિક વિધિઃ પછી જુઓ Rajkot પોલીસે શું કર્યું- Video

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.