જૂનાગઢ : જમીન કેસમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ ચુડાસમાના દીવાની દાવને કેશોદ કોર્ટે ફગાવી દીધો અને જમીનના મૂળ માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રાજેશ ચુડાસમા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કેશોદ કોર્ટનો આ ચુકાદો સમગ્ર લોકસભા બેઠકમાં ટોક ઓફ ધ ટાઉન પણ બની રહ્યો છે.
2006 નો જમીન કેસ : વર્ષ 2006 માં રાજેશ ચુડાસમા અને તેમના પિતા દ્વારા કેશોદના ઘેલાભાઈ અને બાલકૃષ્ણભાઈ પાસેથી કેટલીક જમીન ખરીદવાને લઈને સાટાખત થયું હતું. જેમાં સર્વે નંબર 149 ની 1.37 ગુંઠા જમીન અંદાજિત 7 લાખમાં ખરીદવાનું નક્કી થયું હતું.
રાજેશ ચુડાસમાનો દાવો : વર્ષ 2006 માં કેશોદના જ ઘેલાભાઈ કીદરખેડીયા અને બાલકૃષ્ણ મોકરીયાની જમીન માટે સાટાખત થયું હતું. સમગ્ર મામલામાં વર્ષો સુધી કોઈ દસ્તાવેજી કરાર ન થતા સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ કેશોદ કોર્ટમાં દીવાની દાવો રજૂ કર્યો હતો.
17 વર્ષે આવ્યો ચુકાદો : જેમાં કેશોદ કોર્ટે રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમા જમીન ખરીદવા માટે ખરાબ ઈરાદો અને કંઈક મેળવવા માટેનો આશ્રય સ્પષ્ટ થાય છે, તેવા ચુકાદા સાથે રાજેશ ચુડાસમા અને નારણભાઈના દીવાની દાવાને કેશોદ સેશન્સ કોર્ટે નકારી દીધો છે. ઉપરાંત જમીનના મૂળ માલિક તરફી ચૂકાદો સંભળાવ્યો છે.
ટોક ઓફ ધ ટાઉન કિસ્સો : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ ચુડાસમા દ્વારા કેશોદ કોર્ટમાં કરેલા દીવાની દાવાને કેશોદ કોર્ટે રદ્દ ફગાવીને જમીનના મૂળ માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. લોકસભાની ચૂંટણી રાજેશ ચુડાસમા સ્વયં ઉમેદવાર તરીકે લડી રહ્યા છે, તેવા સમયે કેશોદ કોર્ટે આપેલો ચુકાદો લોકસભા મત વિસ્તારમાં પણ ચર્ચાના કેન્દ્રસ્થાને બની રહ્યો છે.