વલસાડ : વલસાડ લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી મતદાન યોજાઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી દરેક મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે આવી રહ્યા છે. કપરાડા વિધાનસભા બેઠકના MLA જીતુભાઈ ચૌધરીએ પણ મતદાન કર્યું હતું. ETV Bharat સાથે વાત કરતા જીતુ ચૌધરીએ આ વખતની ચૂંટણીમાં 75 થી 80 ટકા જેટલું મતદાન થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
MLA જીતુભાઈએ સજોડે મતદાન કર્યું : વહેલી સવારે 8:30 કલાકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના ગામ કાકડ કોપરમાં સ્થિત પ્રાથમિક શાળાના મતદાન મથખ પર ધર્મપત્ની સુમિત્રાબેન સાથે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત જીતુભાઈએ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
હીટવેવની આગાહી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ તાપમાન વધવાની આગાહી છે. જેને લઈને ગરમીમાં મતદાન ઓછું થવાની શક્યતા પણ વધારે છે. પરંતુ ઉનાળાની ગરમીની આગાહીને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સવારે એક કલાક અને સાંજે એક કલાક આમ સવારે 7:00 થી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
મતદાન કરવા અપીલ કરી : કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પોતાની ધર્મપત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કરી હતી. મતદારોએ મતદાન કરવા માટે અપીલ પણ કરતા કહ્યું કે, એક તરફ જ્યાં ઉનાળો ચાલી રહ્યો છે તેમ છતાં પણ લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.