જૂનાગઢ: જિલ્લાના મેંદરડા તાલુકામાં ગત પહેલી ફેબ્રુઆરીના દિવસે રાજશર ગામના જીતુભાઈ લોઢીયા અને તેના ભાઈને તેના મિત્ર એવા દીપક જોગીયા અને અન્ય બે ઈસમોએ અંદાજિત 80 લાખ કરતાં વધુના સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા જીતુભાઈ લોઢીયાની ફરિયાદને આધારે જુનાગઢ પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીને આધારે લુટનો મુખ્ય આરોપી દીપક જોગિયા અને અન્ય બે દિલીપ કોળી અને વિમલ બારોટ ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં નદી કિનારે આવેલા એક મંદિરમાં છુપાયા હોવાની વિગતો મળતા પોલીસે ત્યાં ટીમ સાથે રેડ કરીને મુખ્ય આરોપી દીપક જોગ્યાની સાથે દિલીપ કોળી અને વિમલ બારોટને પણ પકડી પાડીને 80 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
![લૂંટનો ભેદ ઉકેલાયો મિત્ર સહિત 3 પકડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-02-2024/20824814_01.jpg)
'જીતુભાઈ લોઢિયાના ઘરેથી લૂંટ ચલાવીને ફરાર થયેલા દીપક જોગીયા અને દિલીપ કોળી તેમજ વિમલ બારોટ લૂંટનો તમામ મુદ્દા માલ સોના ચાંદીના દાગીના બિસ્કીટ અને રોકડ રકમ ગણેશ નગર પાછળ ગિરનારના પર્વત વિસ્તારમાં છુપાવ્યો હતો. પોલીસ પકડમાં આવ્યા બાદ ત્રણેય આરોપીઓએ આપતા પોલીસે ગણેશ નગર વિસ્તારની પાછળ ગિરનાર પર્વતમાં તેમના દ્વારા બતાવેલી જગ્યા પર શોધ કરતા અહીંથી આઠ સોનાના બિસ્કીટ 36 ચાંદીના ચોરસા 6,88,300 ની રોકડ છરી તેમજ રમકડાની એક બંદૂક મળીને કુલ 80 લાખ 23 હજાર 810 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને પોલીસે ત્રણેય આરોપીને વધુ પુછપરછ હાથ ધરી છે.' -હિતેશ ધાંધલીયા, નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ
જીતુભાઈ લોઢીયા સોનીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેના ભાઈ સાથે મેંદરડા નજીક રાજેશર ગામમાં રહેતા હતા. તેની જાણ દીપક જોગીયા અને અન્ય બેને થતા તેમજ જીતુભાઈ લોઢીયાના ઘરે રોકડ અને સોનાના દાગીના નો મોટા પ્રમાણમાં જથ્થો હોવાની જાણ મળતા જ દિપક અને અન્ય બે આરોપી દિલીપ અને વિમલે તેને ત્યાં લૂંટ ચલાવી બંને ભાઈઓને તેના ઘરમાં જ બંધક બનાવીને ત્યાંથી નવ લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.