ETV Bharat / state

રાષ્ટ્રીય સ્તરે ગોળના ભાવમાં ઘટાડો, દેશના તમામ પ્રાંતનો ગોળ આવતા ગીરના રાબડા સંચાલકો મુશ્કેલીમાં

શેરડીની વધુ પડતી આવકને કારણે રાષ્ટ્રીય સ્તરે ગોળના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેના પગલે ગોળ બનાવતા રાબડા સંચાલકોને મુશ્કેલી થઈ રહી છે.

રાષ્ટ્રીય સ્તરે ગોળના બજાર ભાવમાં ઘટાડો
રાષ્ટ્રીય સ્તરે ગોળના બજાર ભાવમાં ઘટાડો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

જૂનાગઢ: ગોળ બજારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં એક સાથે ગોળની આવક થતા દેશ લેવલે ગોળની કિંમતમાં 100 થી 150 રૂપિયા સુધીનો ઘટાડો ગીરના ગોળમાં આવી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. પરંતુ શેરડીમાંથી ગોળ બનાવતા નાના ઉદ્યોગકારો માટે પ્રતિ 20 કિલો ગોળના ઉત્પાદનમાં આજના દિવસે 500 થી 700 રૂપિયા નુકસાની ઉઠાવવાનો સમય આવ્યો છે. આગામી દિવસોમાં કોઈ મોટા સ્ટોકિસ્ટો ગોળની બજારમાં સામેલ થાય તો ભાવમાં જે ઘટાડો આજે થઈ રહ્યો છે. તેમાં થોડી સ્થિરતા વધારા સાથે આવી શકે છે.

રાષ્ટ્રીય સ્તરે ગોળના ભાવમાં ઘટાડો: દિવાળી અને ત્યારબાદનો સમય ગીરના ગોળ ઉત્પાદકો માટે ખૂબ સારો માનવામાં આવે છે. દિવાળી બાદ ગીર પંથકમાં 250 કરતાં વધારે ગોળના રાબડાઓ ધમધમતા થાય છે. પરંતુ આ વર્ષે પાછતરા વધારે વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન 15 દિવસથી લઈને એક મહિના સુધી મોડું થયું છે. જેની વિપરીત અસર હવે રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદિત થયેલા ગોળના બજાર ભાવ મેળવવામાં રાબડા સંચાલકો અને નાના ઉદ્યોગકારોને ભારે મુશ્કેલી થઈ રહી છે.

રાષ્ટ્રીય સ્તરે ગોળના બજાર ભાવમાં ઘટાડો (Etv Bharat Gujarat)

શેરડીના બજાર ભાવો પહેલેથી જ નક્કી: ગીર પંથકમાં 250 જેટલા રાબડા ગોળની સિઝનમાં ધમધમતા થાય છે. જેને કારણે ગોળ ઉત્પાદન એસોસિએશન દ્વારા ગોળની સીઝન શરૂ થતા પૂર્વે જ એક ટન શેરડીના બજાર ભાવ 2600 થી 3000 નિર્ધારિત કરી દેવામાં આવે છે. જે સામાન્ય રીતે હોળીના દિવસ સુધી જળવાતા જોવા મળે છે. આ સમય દરમિયાન જો રાષ્ટ્રીય સ્તરે ગોળની માંગમાં વધારો થાય તો આવી સ્થિતિમાં ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના બજાર ભાવોમાં જે આજના દિવસે 2800 થી 3000 ખેડૂતોને મળી રહ્યા છે. તેમાં પણ વધારો થવાની શક્યતા હોય છે. પરંતુ ગોળનું બજાર રાષ્ટ્રીય સ્તરે નીચું ચાલતું હોવા છતાં પણ ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના ભાવોમાં કોઈ કપાત કરવામાં આવતી નથી. જેથી ગોળના ઉત્પાદકોને ભારે નુકસાની થઈ રહી છે.

રાબડા સંચાલકો
રાબડા સંચાલકો (Etv Bharat Gujarat)

મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો ગોળ પણ એક સાથે: સામાન્ય રીતે ભારતમાં વધારે ગોળનું ઉત્પાદન કરતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાતનો સમાવેશ થાય છે. જે પૈકી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ગોળ રાષ્ટ્રીય બજારમાં આવે તે પૂર્વે ગુજરાતનો ગોળ બજારમાં આવી ચૂક્યો હોય છે. જેને કારણે માંગ અને સપ્લાયના નિયમ અનુસાર ગોળના બજાર ભાવ રાબડા સંચાલકોને પરવડતા હોય છે. પરંતુ ગુજરાતમાં પાછતરા વરસાદને કારણે એક જ સમયે ગુજરાતની સાથે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો ગોળ પણ રાષ્ટ્રીય બજારમાં આવી રહ્યો છે. જેમાંથી ગોળનો પુરવઠો જરૂરિયાત કરતા વધારે થઈ જતા બજાર ભાવો દબાયા છે.

ગોળના બજાર ભાવ: ગીરમાં ગોળની સિઝન શરૂ થઈ હતી ત્યારે પ્રતિ 20 કિલો લાલ ગોળના 761 રૂપિયા અને પીળા ગોળના 831 રૂપિયા રાબડા સંચાલકોને મળતા હતા. પરંતુ પાછલા 20 દિવસમાં લાલ ગોળમાં 40 રૂપિયા અને પીળા ગોળમાં 171 રૂપિયા નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેને કારણે શેરડીમાંથી ગોળ બનાવતા રાબડા સંચાલકોને નુકસાન થઈ રહ્યું છે. ગીર સિવાય દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં પણ શેરડીના બજાર ભાવમાં બજારને આધારિત વધઘટ થતી હોય છે. પરંતુ ગીરમાં ગોળનું ઉત્પાદન શરૂ થતાં પુર્વેજ રાબડા સંચાલકો દ્વારા શેરડીના ભાવ ખેડૂતો માટે અગાઉથી નિર્ધારિત કરી દેવામાં આવે છે. જેમાં કોઈ ઘટાડો પાછળથી કરવામાં આવતો નથી. જેથી ગોળ ઉત્પાદકોને બજાર દબાવવાને કારણે નુકસાની સહન કરવાનો સમય આવ્યો છે.

આ પણ વાંચો:

  1. સોરઠની શાન થાબડી પેંડા, જાણો શાપુરના થાબડી પેંડાની ૭૦ વર્ષની સફરનો ઇતિહાસ
  2. અમરેલીના આ ખેડૂતે કરી તાઇવાન જામફળની સફળ ખેતી, કહે છે આ ખેતી બીજા કરતા ક્યાંય ફાયદાકારક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.