ETV Bharat / state

ઇકોઝોનના વિરોધમાં પ્રથમ વખત જૂનાગઢ સાંસદ જોડાયા, શું કહ્યું રાજેશ ચુડાસમાએ જાણો... - JUNAGADH ECOZONE PROTEST

ઇકોઝોનના વિરોધને લઈને આજે તાલાલા ખાતે ગીર પંથકના લોકોનુ સંમેલન યોજાયું હતું. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા હાજર રહ્યા હતા.

ઇકોઝોનના વિરોધમાં પ્રથમ વખત જૂનાગઢ સાંસદ જોડાયા
ઇકોઝોનના વિરોધમાં પ્રથમ વખત જૂનાગઢ સાંસદ જોડાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 9:30 PM IST

જૂનાગઢ: સમગ્ર ગીર પંથકમાં ઈકોઝોનના વિરોધનો આંદોલન શરૂ થયું છે ત્યારે આજે તાલાલા ખાતે ગીર પંથકના લોકોનુ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રથમ વખત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ હાજરી આપી હતી. જેમાં કાયદાની નકારાત્મક અસરો વિશે તેઓ કેન્દ્ર અને રાજ્યની સરકારને લેખિતમાં રજૂઆત કરશે તેવો ભરોસો અસરગ્રસ્ત લોકોને આપ્યો હતો. આગામી 60 દિવસ સુધી ખેડૂતો અને ગામ લોકો ઓનલાઈન મારફતે ઇકોઝોનના કાયદાની વિરુદ્ધ તેમના વાંધાઓ રજૂ કરે તેવું સૂચન પણ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કર્યું છે.

ઇકોઝોનની લડતમાં સાંસદ રાજેશ ચુડાસમા જોડાયા: ગીર વિસ્તારના 196 ગામોમાં સુચિત ઈકોઝોનનો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે. જેને લઈને તમામ ગામોમાં હવે વિરોધનો વંટોળ શરૂ થયો છે. કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરતા જ અસરગ્રસ્ત ગામોમાં ઈકોઝોનના કાયદા સામે લડત શરૂ થઈ છે ત્યારે આજે તાલાલા ખાતે અસરગ્રસ્ત તમામ ગામોના લોકોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વ્યક્તિગત હાજર રહીને 196 ગામોનો પ્રાણ પ્રશ્ન એવો સૂચિત ઇકોઝોનનો કાયદો ખેડૂતોને અનુકૂળ બને તે માટેની લેખિત રજૂઆતો કેન્દ્ર અને રાજ્ય સરકારમાં તેઓ સ્વયંમ કરશે. એવો ભરોસો ઉપસ્થિત સૌ ગામ લોકોને આપ્યો હતો.

ઇકોઝોનના વિરોધમાં પ્રથમ વખત જૂનાગઢ સાંસદ જોડાયા (Etv Bharat Gujarat)

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,'ઇકોઝોનનું નોટિફિકેશન જાહેર થતાં જ ખેડૂતો, રાજકીય આગેવાનો અને સામાન્ય લોકો સમગ્ર કાયદાની અમલવારી મોકુફ રહે તે માટે તેઓને સતત પૂછપરછ કરી રહ્યા હતા. એક સાંસદ તરીકે નહીં પરંતુ આ વિસ્તારના સામાન્ય ખેડૂત તરીકે પણ હું કેન્દ્ર અને રાજ્યની સરકારને ઈકોઝોન કાયદામાં ખેડૂતોને નડતરરૂપ જોગવાઈઓ દૂર કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરીશ. તેવી વાત જાહેર મંચ પરથી કરી હતી.'

અસરગ્રસ્ત ગામો સંમેલન બંધ કરીને ઓનલાઈન વિરોધ કરે: આજના સંમેલનમાં હાજર રહેલા સાંસદ રાજેશ ચુડાસમાએ ઇકોઝોનના કાયદાને લઈને ખેડૂતો સંમેલનો બંધ કરીને સમગ્ર મામલામાં ખેડૂતો દ્વારા 60 દિવસની સમય મર્યાદામાં સૂચિત ઇકોઝોનના કાયદા વિરુદ્ધ પ્રત્યેક વ્યક્તિ પોતાની વાંધા અરજી ઓનલાઇન રજીસ્ટર કરાવે તે વાત પર ભાર મૂક્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,' વર્ષ 2017 માં જાહેર થયેલા ઇકોઝોનમાં 111 ગામોનો સમાવેશ કરાયો હતો, ત્યારે વર્ષ 2024 માં જાહેર થયેલા ઇકોઝોનના કાયદામાં 196 જેટલા ગામોનો સમાવેશ કરાયો છે. તેઓ કેન્દ્ર અને રાજ્યની સરકારને ખેડૂતોની તરફેણમાં ઘટતું કરવાની પત્ર દ્વારા માંગ પણ કરશે. વધુમાં ખેડૂતોએ અને અસરગ્રસ્ત ગામ લોકોએ સમગ્ર મામલામાં સંયુક્ત કમિટી બનાવીને લડત ચલાવે તો ઇકોઝોન વિરુદ્ધની લડત વધુ મજબૂત બનશે. જેમાં ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે.'

સુપ્રીમ કોર્ટ આદેશ કરશે તો મામલો મુશ્કેલ: ખેડૂત સંમેલનમાં હાજર રહેલા રાજેશ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને સંમેલનમાં જણાવ્યું હતું કે,'સુપ્રીમ કોર્ટ કાયદાની અમલવારીને લઈને આદેશ કરશે, તો તેની સામે લડત અને આંદોલન કરવું ખૂબ મુશ્કેલ બનશે. ઇકોઝોનનો કાયદો સરકાર બદલે એટલે કાયદામાં ફેરફાર આવે અને ત્યારબાદ તેના અર્થઘટન પણ બદલતા હોય છે. જેને કારણે પાછલા સાત વર્ષથી કાયદામાં સતત બદલાવ આવી રહ્યો છે જેને કારણે પણ સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન કાયદાની અમલવારી ખેડૂતો માટે મુશ્કેલ બનશે. જેને કારણે આજે રોષ બહાર આવી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં સમગ્ર મામલામાં ખેડૂતોની તરફેણમાં કોઈ હકારાત્મક નિર્ણય આવે તે માટે જૂનાગઢના સાંસદ તરીકે તેઓ સંસદમાં રજૂઆત પણ કરશે.'

આ પણ વાંચો:

  1. વાવ વિધાનસભા પેટા ચૂંટણી: સાંસદ ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસ કાર્યકરો અને સમાજના આગેવાનો નારાજ
  2. ઇકોઝોનના ગેજેટ મુદ્દે કેન્દ્ર સરકાર અને વન વિભાગના માર્ગદર્શિકામાં વિરોધાભાસ, પ્રવીણ રામે ઉઠાવ્યા સવાલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.