ETV Bharat / state

Junagadh News: હેટ સ્પીચ આપનાર મુફ્તી અઝહરીને ગુજરાત લવાશે, ATSએ ઘાટકોપરથી ધરપકડ કરી

મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો છે. અઝહરીની હેટ સ્પીચનો વીડિયો વાઈરલ થયો હતો. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવશે. Junagadh Mufti Salman Azahari Hate Speech Gujarat ATS Mumbai Ghatkopar

મુફ્તી અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી ધરપકડ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 3:53 PM IST

મુંબઈ ATSની મદદથી ધરપકડ કરાઈ

જૂનાગઢઃ એક જાહેર કાર્યક્રમમાં મુફ્તી સલમાન અઝહરીએ હેટ સ્પીચ આપી હતી. આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ ઘટનાની ગંભીરતા પારખીને જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

શું છે સમગ્ર મામલો?: જૂનાગઢમાં 31 જાન્યુઆરીએ મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જાહેરસભામાં મુફતી સલમાન અઝહરીએ ભાષણ કર્યુ હતું. જો કે આ ભાષણનો કેટલોક ભાગ ભડકાઉ હતો. જે હેટ સ્પીચના કેટલાક અંશો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ભાષણ નરસિંહ વિદ્યાલય ખાતેની જાહેર સભામાં આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી. જ્યારે સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. જેમાં ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરથી મુફતીની ધરપકડ કરી હતી.

મહારાષ્ટ્ર ATSની મદદ લેવાઈઃ ગુજરાત એટીએસ દ્વારા મુફ્તી અઝહરીની મુંબઈના ઘાટકોપર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ગુજરાત ATS દ્વારા મહારાષ્ટ્ર ATSની મદદ લેવામાં આવી હતી. અઝહરીની ધરપકડ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ચિરાગનગર લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી છે.

  1. Ahmedabad Ats Arrested Mufti Azhari: મુંબઈના કુખ્યાત મુફ્તી અઝહરીને ગુજરાત ATS અમદાવાદ લાવી, શું છે સમગ્ર મામલો જાણો...
  2. Junagadh Todkand : જૂનાગઢ તોડકાંડનો આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ગુજરાત ATS ની કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.