ETV Bharat / state

જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમામાં આવતા લાખો ભક્તો માટે 24 કલાક ધમધમી રહ્યા છે 200થી વધુ અન્નક્ષેત્ર - JUNAGADH DEVOTEES

પ્રત્યેક પરિક્રમાર્થીને પરિક્રમા દરમિયાન 24 કલાક ભોજન, પ્રસાદ, ચા-નાસ્તો, પાણીની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા
ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 6:53 PM IST

જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. ગિરનારમાં આયોજિત લીલી પરિક્રમાને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સમગ્ર પરિક્રમા ક્ષેત્ર અને ભવનાથ તળેટીમાં 200 કરતાં વધુ અન્નક્ષેત્રો 24 કલાક પરિક્રમાથીઓના ભોજન અને પ્રસાદ માટે ધમધમી રહ્યા છે.

45 વર્ષથી ચાલી રહ્યું છે અન્નક્ષેત્ર (ETV Bharat Gujarat)

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે લીલી પરિક્રમા
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ અને વિદેશમાંથી પરિક્રમાથીઓ આવતા હોય છે. દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક પરિક્રમાર્થીને પરિક્રમા દરમિયાન 24 કલાક ભોજન, પ્રસાદ, ચા-નાસ્તો, પાણીની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે ભવનાથ ક્ષેત્ર અને પરિક્રમાના માર્ગ પર 200 કરતા વધુ અનક્ષત્રો આજે 24 કલાક ધમધમી રહ્યા છે.

24 કલાક બની રહ્યું છે ભોજન
24 કલાક બની રહ્યું છે ભોજન (ETV Bharat Gujarat)

આ અન્ન ક્ષેત્રોમાં બનતો ભોજન પ્રસાદ પરિક્રમામાં આવેલા લાખો પરિક્રમાર્થીઓના આંતરડીને ઠારી રહ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં અન્નક્ષેત્રો એક નવી સુવાસ ઉભી કરી રહ્યા છે પ્રત્યેક વ્યક્તિને ભોજન મળી રહે તે માટે સતત 24 કલાક સેવા આપતા સેવકોની સાથે આ અન્નક્ષેત્રો પાછલા ઘણા વર્ષોથી વિશેષ પ્રમાણમાં અને ખાસ કરીને પરિક્રમાથીઓની સંખ્યાને ધ્યાને રાખીને ધમધમી રહ્યા છે.

પ્રતિ દિવસ 60 થી 70 મણ લાડુનો પ્રસાદ
પ્રતિ દિવસ 60 થી 70 મણ લાડુનો પ્રસાદ (ETV Bharat Gujarat)

પ્રતિ દિવસ 60 થી 70 મણ લાડુનો પ્રસાદ
પરિક્રમાના અન્ન ક્ષેત્રોમાં પ્રતિ દિવસે સરેરાશ 60 થી 70 મણ લાડુ અને પ્રત્યેક અન્ય ક્ષેત્રમાં 20 હજાર લીટર કરતા પણ વધુ દાળ-ભાત, શાક, રોટલી, રોટલા, કઢી, ખીચડી, પુરી, ભજીયા, લાડુનું ભોજન બિલકુલ વિના મૂલ્યે અને પ્રેમપૂર્વક જમાડવામાં આવી રહ્યું છે. પાછલા 47 વર્ષથી પરિક્રમામાં ભોજન પ્રસાદની વિનામૂલ્ય સેવા આપતા રામકૃપા અન્ન ક્ષેત્ર આજે પણ પરિક્રમાનું સૌથી મોટું અન્નક્ષેત્ર બની રહ્યું છે. અહીં પ્રતિદિન સવાર અને સાંજના સમયે મળીને 40 થી 50 હજાર પરિક્રમાથીઓ વિનામૂલ્ય ભોજન પ્રસાદનો લાભ મેળવી રહ્યા છે.

ભક્તો માટે દાળ-ભાત, શાક, રોટલી, રોટલા, કઢી, ખીચડી, પુરી, ભજીયા, લાડુનું ભોજન
ભક્તો માટે દાળ-ભાત, શાક, રોટલી, રોટલા, કઢી, ખીચડી, પુરી, ભજીયા, લાડુનું ભોજન (ETV Bharat Gujarat)

તહેવારો અને ઉપવાસના દિવસોમાં બટાકાની સૂકી ભાજી અને ચોખા ઘીનો શીરો પણ અન્ન ક્ષેત્રો દ્વારા પરિક્રમાર્થીઓ માટે વિનામૂલ્ય પીરસવામાં આવી રહ્યો છે. આ સિવાય ચા, ગાંઠિયા, કોફી જેવો નાસ્તો સતત 24 કલાક પરિક્રમાર્થીઓની અનુકૂળતાને અનુરૂપ વિનામૂલ્ય પૂરો પાડવામાં આવી રહ્યો છે. લાખોની સંખ્યામાં આવી રહેલા પરિક્રમાર્થીઓની ભોજન અને પ્રસાદની વ્યવસ્થા અન્નક્ષેત્ર દ્વારા આજે સુપેરે નિભાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. લગ્નસરાની સીઝન પહેલા કંકોત્રીની બજાર ગરમ, જાણો કેવી છે કંકોત્રીઓની વેરાયટીઓ અને ભાવ
  2. કચ્છના સફેદ રણમાં રણોત્સવનો રંગારંગ પ્રારંભ, જાણો આ વખતે શું છે ખાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.