જુનાગઢ : આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં જુનાગઢની સરસ્વતી શાળાની વિદ્યાર્થિની હેમાંગી કારીયાએ પ્રથમ ક્રમે પરિણામ પ્રાપ્ત કરીને જિલ્લામાં જુનાગઢ શહેરનું નામ રોશન કર્યું છે.
જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો : આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં જુનાગઢમાં આવેલી સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિની હેમાંગી કારીયાએ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે પરિણામ પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરનું નામ રોશન કર્યું છે. હેમાંગી કારીયાએે 99.98 પર્સન્ટાઈલની સાથે તમામ વિષયમાં 96 ટકા ગુણ પ્રાપ્ત કર્યા હતાં. આ પ્રકારનું પરિણામ લાવતા જ જુનાગઢ શહેરની શાળામાં પ્રથમ ક્રમે આવેલી હેમાંગીની સાથે અન્ય 10 વિદ્યાર્થિનીઓને પણ ખૂબ જ ઉત્સાહભેર જવલંત પરિણામ માટે બિરદાવવામાં આવી હતી. 01 થી 10માં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીઓએ પણ એકમેકને મીઠાઈ ખવડાવીને જ્વલંત પરિણામની શુભેચ્છા પણ પાઠવી હતી.
હેમાંગીના પિતા ખાખરા બનાવે છે : સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિની હેમાંગી કારિયાના પિતા જુનાગઢ શહેરમાં તેમના ઘરમાં ખાખરા બનાવીને પરિવારનું નિર્વાહન કરે છે. હેમાંગીએ અભ્યાસની સાથે પોતાના પિતાના વ્યવસાયમાં અનુકૂળતાએ તેમનો સહયોગ પણ આપ્યો હતો, તેમ છતાં તેમના માતાપિતા તેમને ક્યારેય ગૃહ ઉદ્યોગમાં જોડાવાને લઈને કોઈ પણ પ્રકારની ફરજ પાડતા ન હતા. અભ્યાસના સમયમાંથી મળેલા ફુરસતના સમયમાં હેમાંગી પરિવારને આર્થિક રીતે ઉપયોગી બની શકે તે માટે ખાખરા બનાવવા અને પેક કરવાના કામમાં પણ તે પરિવારના સભ્યને સહકાર આપતી હતી.