જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. આ દરમિયાન પાછલા ત્રણ દિવસ દરમિયાન હૃદય રોગના હુમલાથી આઠ વ્યક્તિના થયા છે. મૃતક તમામ 55 વર્ષથી ઉપરની ઉંમરના હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન પરિક્રમા રૂટ પર 108 ઇમરજન્સી સેવા દ્વારા કુલ 123 જેટલા દર્દીઓને તબીબી સેવા પૂરી પાડવામાં આવી છે.
પરિક્રમામાં આઠ દર્દીના હૃદય રોગથી મોત
હાલમાં ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે પરિક્રમા દરમિયાન કુલ 8 પરિક્રમાર્થીઓના હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિક્રમાના દિવસો દરમિયાન 108 ઇમર્જન્સી સેવાને ખાસ તકેદારી રાખવા માટે જૂનાગઢ શહેર સહિત પરિક્રમાના માર્ગ પર મોકલવામાં આવી હતી. પરિક્રમા શરૂ થયાના પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધી કુલ 123 જેટલા દર્દીઓને ઇમર્જન્સીના કિસ્સામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે પહોંચાડીને તેમને તબીબી સવલતો પૂરી પાડવામાં આવી છે. આ દરમિયાન 37 જેટલા દર્દીઓ પરિક્રમા પથ પર મેડિકલ ઈમરજન્સીને કારણે બીમાર થયા હતા. જેમને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરિક્રમા રૂટ પર કુલ 8 જેટલી 108 સેવાને કાર્યરત કરવામાં આવી હતી.
![108 દ્વારા પરિક્રમા રૂટ પર તબીબી સેવા આપવામાં આવી રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-11-2024/gj-jnd-03-parikrama-vis-01-pkg-7200745_13112024165545_1311f_1731497145_638.jpg)
પરિક્રમા રૂટ અને જુનાગઢ શહેરમાં નવ જગ્યાએ 108
ખાસ પરિક્રમાને ધ્યાને રાખીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન મેંદપરા, બીલખા રામનાથ મંદિર, ભવનાથ પ્રવેશ દ્વાર, ભવનાથ પાર્કિંગ રેલવે સ્ટેશન, ગિરનાર પર્વત નજીક અને વંથલી બાયપાસની સાથે પરિક્રમાના માર્ગમાં પણ 108 એમ્બ્યુલન્સ સેવાને તહેનાત કરવામાં આવી હતી.
![108 દ્વારા પરિક્રમા રૂટ પર તબીબી સેવા આપવામાં આવી રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-11-2024/gj-jnd-03-parikrama-vis-01-pkg-7200745_13112024165545_1311f_1731497145_773.jpg)
108 ની કામગીરી અંગેની તમામ વિગતો રીજનલ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર હ્રદય સંબંધી તકલીફ ઊભી થયેલા 06 દર્દીઓ, મગજને લગતી તકલીફ ઊભી થયેલા 08 દર્દીઓ, અચાનક તબિયત ખરાબ થયેલા 15 દર્દીઓ, વિછીએ ડંખ મારવાના 03 દર્દી અને અન્ય બીમારી 05 દર્દી મળીને કુલ 37 જેટલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. જે પૈકી 33 જેટલા દર્દીઓને જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને 04 દર્દીને ભેસાણ સીએચસી ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડીને તબીબી સવલતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: