ETV Bharat / state

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકના શ્રી ગણેશ, એક મણનો ભાવ 2000 રૂપિયા ઉપર બોલાયો - JUNAGADH APMC

ઝીણી મગફળીના સૌથી વધારે 2040 રૂપિયા પ્રતિ 20 કિલોના બજાર ભાવ ખુલ્યા હતા. જે ખેડૂતો માટે એક સારો સંકેત માનવામાં આવે છે

APMCમાં મગફળીની આવક
APMCમાં મગફળીની આવક (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2024, 8:24 PM IST

જૂનાગઢ: જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની મગફળીના શ્રી ગણેશ થઈ રહ્યા છે. પાછલા બે-ચાર દિવસથી મગફળીની આવક ધીમા પગલે શરૂ થઈ હતી. પરંતુ આજે ઝીણી અને જાડી મગફળી મળીને કુલ 600 ક્વિન્ટલની આસપાસ આવક થઈ છે. જેમાં ઝીણી મગફળીના સૌથી વધારે 2040 રૂપિયા પ્રતિ 20 કિલોના બજાર ભાવ ખુલ્યા હતા. જે ખેડૂતો માટે એક સારો સંકેત માનવામાં આવે છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક (Etv Bharat Gujarat)

જુનાગઢ એપીએમસી માં મગફળીની આવક
નવરાત્રી બાદ ધીમે ધીમે નવી સિઝનની મગફળીની આવક તમામ માર્કેટીંગ યાર્ડમાં થતી જોવા મળતી હોય છે. ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 600 ક્વિન્ટલની આસપાસ મગફળીની આવક નોંધાઈ હતી. જેમ જેમ દિવાળી નજીક આવતી જશે તેમ તેમ મગફળીની આવકમાં ખૂબ મોટો વધારો થતો જોવા મળી શકે છે. આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારી અને ગુણવત્તા યુક્ત ઝીણી મગફળીના પ્રતિ 20 કિલોના 2040 સુધીના ઊંચા ભાવો જોવા મળ્યા હતા. આજે દિવસ દરમિયાન 150 ક્વિન્ટલ ઝીણી મગફળીની આવક થઈ છે. જેમાં નીચા પ્રતિ 20 કિલોના 850 રૂપિયા અને સરેરાશ 1600 રૂપિયા બજાર ભાવ આજના દિવસે નોંધાયા છે.

દિવાળી બાદ મગફળીની આવકમાં થઈ શકે વધારો
નવી મગફળીની સીઝન હજી શરૂ થઈ છે. આગામી બે-ત્રણ મહિના સુધી ચોમાસુ મગફળીની આવક જુનાગઢ સહિત જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડમાં થતી જોવા મળી શકે છે. આવકના પ્રમાણમાં બજાર ભાવોને લઈને વધઘટ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ ગુણવત્તા યુક્ત અને સારી મગફળીના બજાર ભાવ અન્ય મગફળીની સરખામણીએ સૌથી સારા મળતા જોવા મળે છે. સરકાર દ્વારા પ્રતિ 20 કિલો મગફળી ટેકાના ભાવે ખરીદવા માટે 1350 રૂપિયા ભાવ અગાઉથી જ જાહેર કર્યા છે. જેને લઈને આ વર્ષે મગફળીના સરેરાશ બજાર ભાવ ખુલ્લી બજારમાં પણ તંદુરસ્ત રહે તેવી શક્યતા જોવાય રહી છે

જાડી મગફળીની સૌથી વધુ આવક
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ઝીણી મગફળીની સાથે જાડી મગફળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. આજના દિવસે 447 ક્વિન્ટલ જાડી મગફળી એપીએમસીમાં વેચાણ અર્થે આવી હતી. જેમાં ઊંચા બજાર ભાવમાં 1120 અને નીચા બજાર ભાવમાં 800 રૂપિયા પ્રતિ 20 કિલોના જોવા મળ્યા હતા. જાડી મગફળી સરેરાશ 910 રૂપિયા બજાર ભાવે આજના દિવસે વેચાતી જોવા મળી હતી. આગામી દિવસોમાં ઝીણી અને જાડી મગફળીની આવક પણ વધશે. જેને કારણે ખુલ્લી બજારના ભાવો આગામી દિવસોમાં ફેરફાર પણ થવાની શક્યતાઓ જોવાઈ રહે છે.

આ પણ વાંચો:

  1. અંકલેશ્વર ડ્રગ્સ કેસમાં 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, દિલ્હીની તપાસમાં કેવી રીતે ખુલ્યુ ગુજરાત કનેક્શન?
  2. અમદાવાદ: હત્યા કેસમાં પૈસા લઈ ખોટી જુબાની આપનાર બે ભાઈઓને કોર્ટે જેલની સજા અને દંડ ફટકાર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.