ETV Bharat / state

જામનગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના, ઘર કામ માટે આવતી યુવતીને 3 નરાધમોએ પીંખી નાખી - JAMNAGAR RAPE CASE NEWS

જામનગરમાં ઘરકામ માટે આવતી યુવતી ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે આરોપીએ તેના ન્યૂડ ફોટો અને વિડિયો ઉતારી લીધા હતા.

આરોપીઓની તસવીર
આરોપીઓની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 10:42 PM IST

જામનગર: જામનગરમાં 21 વર્ષીય યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. સ્નાન કરતી યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લઈને 3 હવસખોરો છેલ્લા દોઢેક વર્ષથી અલગ-અલગ સ્થળે લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીઓને પકડી લીધા છે.

યુવતીના સ્નાન કરતા વીડિયો ઉતારી દુષ્કર્મ આચર્યું
વિગતો મુજબ, જામનગરમાં ઘરકામ માટે આવતી યુવતી ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે આરોપીએ તેના ન્યૂડ ફોટો અને વિડિયો ઉતારી લીધા હતા. આ બાજ કેસના મુખ્ય આરોપીએ આ ન્યૂડ ફૂટેજના આધારે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને તેને ડરાવી ધમકાવીને તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

ઘર કામ માટે આવતી યુવતી પર દુષ્કર્મ (ETV Bharat Gujarat)

વીડિયોથી બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું
આટલું જ નહીં, મુખ્ય આરોપીએ યુવતીના ન્યૂડ ફૂટેજ પોતાના અન્ય બે મિત્રોને પણ મોકલ્યા હતા. જેના આધારે છેલ્લા દોઢેક વર્ષથી ત્રણેય હવસખોરો ફાર્મ હાઉસ, ફ્લેટ સહિતના સ્થળોએ લઈ જઈને યુવતીને લઈ જઈને તેના સતત દુષ્કર્મ આચરતા હતા.

યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સામે આવ્યો મામલો
આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આખરે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ત્રણેય હવસખોરોને ઝડપી પાડયા છે અને પોલીસ રિમાન્ડ અંગેની તજવીજ હાથ ધરી છે. ત્યારે રિમાન્ડ બાદ આગામી સમયમાં આ કેસમાં અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. લ્યો બોલો... હવે નકલી આર્મી કેપ્ટન ! જૂનાગઢમાં પણ શરૂ થયો નકલીનો સિલસિલો...
  2. વડોદરામાં યુવક સગીરાને ભગાડી ગયા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.