જામનગર: જામનગરના કાલાવાડ તથા લાલપુર પંથકમાં પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે. ડુંગરાળી, દેવરીયા તથા કાલાવડ અને લાલપુર તાલુકાના આવતા ગામોમાં પવનચક્કીની કંપની દ્વારા પોલીસ સાથે મળીને નાગરિકો સામે ખોટા કેસ કરતા હોવાનો આક્ષેપો કર્યા છે.
પવનચક્કી કંપની વિરુદ્ધ અરજી
જામનગર પથંકમાં મોટા પ્રમાણમાં પવન ચક્કીઓ નાખવામાં આવી છે. રામદે ઓડેદરા નામના અરજદારે કંપનીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ખાનગી કંપનીઓ પોતાની મનમાની કરી રહી છે અને જમીનમાં કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના કામ કરવામાં આવી રહ્યું છે. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા જાય તો સામે ગુનો દાખલ કરવામાં આવે છે.
કંપની સામે સુપ્રીમ કોર્ટમાં લડત આપવાની તૈયારી
તેમણે કંપની દ્વારા નિયમોનો ભંગ કરી જમીન માલિકોને પરેશાન કરતા હોવાનો આક્ષેપો કર્યા છે. તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન વિરુદ્ધ જે ગેરકાયદેસર કામ કરવામાં આવ્યાં તેની અલગ અલગ વિભાગોમાં રજુઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે અરજદારે સુપ્રીમ કોર્ટમાં લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.
તેમણે માંગ કરી છે કે, ગુજરાતના અલગ અલગ ગામોમાં કંપનીના ઓર્ગેનાઈઝ ક્રાઈમની (SIT) અને વિજિલન્સ તપાસ કરવામાં આવે અને જે ખેડૂતો કંપનીથી પીડિત થયા છે, તેમને સાથે રાખી આવનારા દિવસોમાં ભારતીય બંધારણના આર્ટિકલ 32 મુજબ ન્યાય માટે સુપ્રીમ કોર્ટેમા પિટિશન દાખલ કરાશે.
આ પણ વાંચો: