ETV Bharat / state

જંબુસરઃ 7 મૃતકોની અંતિમયાત્રા નીકળતા 5 ગામ હિબકે ચઢ્યા, શુકલતીર્થ મેળામાં જતા થયો હતો ગમખ્વાર અકસ્માત - JAMBUSAR MAJOR ACCIDENT CASE

જંબુસરના વેડચ, ટંકારી, પાંચકડા અને વાગરાના અલાદર ગામ મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચઢ્યા... BHARUCH JAMBUSAR ACCIDENT FUNERAL

અંતિમયાત્રા નીકળતા 5 ગામ હિબકે ચઢ્યા
અંતિમયાત્રા નીકળતા 5 ગામ હિબકે ચઢ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 7:22 PM IST

Updated : Nov 19, 2024, 7:32 PM IST

ભરુચઃ જંબુસરના મગણાદ ગામ પાસે ઇકો કાર ઊભેલી ટ્રકમાં ઘુસી જતા અકસ્માત થયો હતો જેમાં 7 વ્યક્તિના મોત થયા હતા અને જ્યારે તેમની અંતિમયાત્રાઓ નીકળી ત્યારે લોકો પણ શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા. જંબુસરના વેડચ, ટંકારી, પાંચકડા અને વાગરાના અલાદર ગામ મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચઢ્યા હતા. પરિવારજનો તો એટલી હદે દુઃખી અને આઘાતમાં જોવા મળ્યા હતા કે કોઈ દીકરાને પાછો આપોનો વિલાપ કરતું હતું તો કોઈ સાવ મૌન અને સ્તબ્ધ બની ગયું હતું જાણે કે ઘટનામાં સ્વજનના અવસાનને તેમનું મન સ્વિકારવા તૈયાર જ ન્હોતું. સાત કલાકમાં ભરૂચ એક્સપ્રેસ વે પર માતર ગામ નજીક ત્રણ વાહનો ભટકાતા માતા-પુત્રના પણ જીવનદીપ બુઝાયા અને બેને ઇજા થઈ છે.

7 કલાકમાં 9 લોકોના મૃત્યુઃ ભરૂચના જંબુસરથી શુકલતીર્થ મેળામાં જતા મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં ઇકો કાર ઘુસી જતા 7 લોકોના મૃત્યુ અને 3 ને ઇજાઓ પહોંચી હતી. ગોઝારા અકસ્માતમાં 4 ગામમાંથી અંતિમ યાત્રા નીકળતા ગમગીની છવાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં મંગળવારની રાતથી વહેલી સવાર સુધી 7 કલાકમાં સર્જાયેલા બે અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થતા શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

કેવી રીતે થયો અકસ્માતઃ જબુંસર તાલુકાના ટંકારી બંદર, વેડચ પાંચકડા અને વાગરાના અલાદર ગામના સગાસંબંધીઓ ઇકો કાર GJ -16-AU 6225 લઈને ભરૂચ શુકલતીર્થ જાત્રા- મેળામાં જઈ રહ્યા હતા. મગણાદ ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા હતા.

લોકોએ કાપ્યા કારના પતરાઃ અકસ્માતની જાણ થતા જબુંસર PI એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. લોકોએ પણ ઇકોના પતરા કાપી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. જ્યારે ડીવાયએસપી પી.એલ.ચૌધરી, જબુંસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી જબુંસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકોમાં 3 મહિલા, 2 બાળકો, એક કિશોર અને એક પુરુષનો સમાવેશ થાય છે. મંગળવારે 6 મૃતકોની અંતિમવિધિ અને સ્મશાન યાત્રા નીકળતા પરિજનો અને ગામ હિબકે ચઢ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ

  • સપનાબેન જયદેવ ગોહિલ
  • જયદેવ ગોવિંદભાઇ ગોહિલ બન્ને રહે. પાચકડા
  • કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે. અલાદાર
  • હંસાબેન અરવિંદ જાદવ રહે. વેડચ
  • સંધ્યાબેન અરવિંદ જાદવ રહે. વેડચ
  • વિવેક કુમાર ગણપત પરમાર રહે. ટંકારી બંદર
  • મિતલબેન ગણપતભાઇ રહે. ટંકારી બંદર

ઇજાગ્રસ્તોના નામ

  • નીધીબેન ગણપત રહે. ટંકારી બંદર
  • ગણપતભાઇ રમેશભાઈ રહે. ટંકારી બંદર
  • અરવિંદભાઈ રયજીભાઈ રહે. વેડચ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક બે કારના અકસ્માતમાં બે લોકોના મોત

દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં માતા અને પુત્રનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકુ આવી જતા તે અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગામી પોલીસ તપાસમાં આ અંગે યોગ્ય સ્પષ્ટતા થઈ શકે છે.

  1. સાવકી માતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી, 8 વર્ષની બાળકીને એવી યાતના આપી કે જાણીને કોઈપણ હચમચી જાય
  2. VIDEO: ખ્યાતિ હોસ્પિટલના ખેલમાં માંડ-માંડ બચેલા મહેસાણાના લાંઘણજ ગામના દર્દીઓએ શું કહ્યું? સાંભળો

Last Updated : Nov 19, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.