ETV Bharat / state

International Womens Day: શા માટે નિરુબેન પટેલ 'સૌરાષ્ટ્રની સિંહણ' કહેવાતા હતા? ભાવનગરના આ ક્રાંતિકારી મહિલા વિશે વાંચો વિગતવાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાવનગરના નિરુબેન પટેલને યાદ કરવા જ રહ્યા. નિરુબેન પટેલને 'સૌરાષ્ટ્રની સિંહણ' કહેવાતા હતા. નિરુબેન પટેલની બહાદુરીના કિસ્સા આજે પણ મહિલાઓ માટે પ્રેરણારુપ છે. તેણી ભાવનગરના મેયર બન્યા ત્યારે કરેલ વિકાસકાર્યોથી આજના દિગ્ગજ કહેવાતા રાજકારણીઓ પણ અવાક છે. International Womens Day

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 6:39 AM IST

Updated : Mar 8, 2024, 7:02 AM IST

શા માટે નિરુબેન પટેલ 'સૌરાષ્ટ્રની સિંહણ' કહેવાતા હતા?

આજે પણ મહિલાઓ માટે પ્રેરણારુપ છે નિરુબેન

ભાવનગરઃ પ્રેરણારુપ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સીરસ્તો છે. ભાવનગરના આવા જ એક મહિલા એટલે નિરુબેન પટેલ. નિરુબેનને તેમની બહાદુરી માટે 'સૌરાષ્ટ્રની સિંહણ' કહેવાતા હતા. નિરુબેન વિશે તેમના પુત્ર અરુણ મહેતા સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી છે. ETV BHARATએ નિરુબેન પટેલ વિશે તેમના પુત્ર પાસેથી અજાણી અને રોમાંચક માહિતી મેળવી છે.

નિરુબેન નાનપણથી જ સાહસી સ્વભાવના હતા
નિરુબેન નાનપણથી જ સાહસી સ્વભાવના હતા

નાનપણથી જ ક્રાંતિકારી સ્વભાવઃ નિરુબેન પટેલ વિશે સૌથી અંતરંગ વાતો તેમના પુત્ર અરુણભાઈ મહેતાએ ETV BHARATને જણાવી છે. નિરુબેન પટેલે સુબોધભાઈ મહેતા સાથે લગ્ન કર્યા હતા. નિરુબેનને પુત્રમાં અરુણભાઈ એક માત્ર સંતાન હતા. અરુણભાઈ જણાવે છે કે, 1926માં જન્મેલા અને 1994માં અવસાન પામેલ 68 વર્ષીય નિરુબેન અને તેમની કારકિર્દી માટે સમગ્ર ગુજરાત હું વ્યક્તિગત ગૌરવ લઈ શકું છું. જો કે નિરુબેનનું વ્યક્તિત્વ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવું હતું. તે હંમેશા ગુજરાતની ધરતી ઉપર ગાંધીવાદી અસરો હોવા છતાં ક્રાંતિકારી મહિલા આગેવાન તરીકે જીવ્યા. જીવનની શરૂઆત જ ધંધુકા પાસે આવેલ ભીમનાથનો પુલ અંગ્રેજો સામે ઉડાવવા માટે નીકળ્યા હતા. અંગ્રેજ પોલીસે તેમને જેલમાં પણ મોકલ્યા હતા. નાનપણથી જ તેમની માનસિકતા બળવાખોર તરીકેની રહી હતી. તેમને જીવન કાર્યોનું વર્ણન કરીએ તો બહુ મોટું જબરદસ્ત પુસ્તક લખાઈ જાય તેવું અરુણભાઈએ જણાવ્યું હતું.

રાત્રે વેશપલટો કરીને રાત્રી સભા ગજવતા
રાત્રે વેશપલટો કરીને રાત્રી સભા ગજવતા

સૌરાષ્ટ્રની સિંહણનું બિરુદઃ અરુણભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર તે સમયની સરકારે બેટલમેન્ટ લેવીનો કર નાખ્યો હતો અને તેની સામેનો સંઘર્ષ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ઉપલેટા પંથકમાં ભાયાવદરમાં ધોરાજીમાં થયો. ત્યારે નિરૂબેને જે રીતે સરકાર સામે બાથ ભીડી અને સરકારે પણ ભયભીત થઈને એમની સામે વોરંટ કાઢ્યું હતું. તે સમયે સૌરાષ્ટ્રની સિંહણ એવા નિરુબેને સરકારને ખુલ્લો પડકાર કર્યો હતો કે, જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સૌરાષ્ટ્રની પોલીસ અને સૌરાષ્ટ્રની સરકાર મારી ધરપકડ કરી શકશે નહીં. હું સક્રિય રીતે આંદોલન કરતી રહીશ. તેણી ગામડે ગામડે વેશપલટો કરીને ભરવાડણનો પહેરવેશ ધારણ કરીને રાત્રી સભાઓ કરી હતી. લાઈટો ઓફ થઈ જતી ત્યારે તેણી ફરીથી પોલીસને ચકમો આપીને નીકળી પડતાં. તેમના આ સાહસને લીધે સૌરાષ્ટ્રના તે સમયના અખબારોએ એમને 'સૌરાષ્ટ્રનું સિંહણ'નું બિરુદ આપ્યું હતું.

પુત્ર સાથે જેલવાસ વેઠ્યોઃ અરુણભાઈએ જણાવ્યું હતું કે, મારી માતાને કારણે મારા જીવનમાં પણ એમના સાહસની અસર થઈ હતી. હું 7 વર્ષનો હતો ત્યારે સરકારે એમને સાબરમતી જેલમાં પૂર્યા. ત્યારે હું પણ તેમની સાથે જેલમાં ગયો હતો. એ સમયમાં કોમ્યુનિસ્ટ બનવું બહુ અઘરું હતું. ભાવનગરમાં સરદાર પૃથ્વી સિંહ, વજુભાઈ શુક્લ, સુબોધભાઈએ બધા કોમ્યુનિસ્ટ જીવન જીવતા અને ભાવનગરનો કાળાનાળાનો ભૂતિયો બંગલો કે જેમાં કોઈ રહેવા ન જાય ત્યાં બહાર કમ્યુનિસ્ટો રહેતા એમાંના એક નિરૂબેન હતા. જે ખભે ખભા મિલાવીને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા.

ગાંધીજીના આહવાન પર અભ્યાસ ત્યજી દીધોઃ અરુણભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, નિરુબેનના કૌટુંબિક જીવનમાં એમના માતા-પિતા પણ આઝાદી આંદોલનના સક્રિય કાર્યકરો હતા. વ્યવસાયે શિક્ષક હોવા છતાં તેમણે આઝાદી આંદોલનમાં ગાંધીજીને સમર્થન કર્યું અને તે આંદોલનમાં જોડાયા હતા. 1942માં જ્યારે ગાંધીજીએ અભ્યાસ છોડોનું એલાન કર્યું તે દિવસે નિરૂબેને પોતાનો અભ્યાસ છોડી દીધો. અભ્યાસ છોડ્યા પછી આઝાદી મળી અને આઝાદી પછી બોમ્બેની કોલેજમાં M.A. વિથ ઈંગ્લિશ બનનાર ગુજરાતની પ્રથમ મહિલા નિરૂબેન હતા. તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિ, આંદોલનો, મહિલાઓ પરના અત્યાચાર સામેનો સંઘર્ષ, જાગૃતિનું તત્વ મારા જીવનમાં વણાઈ ગયું હોવાનું અરુણભાઈ મહેતાએ જણાવ્યું હતું.

યુનેસ્કો અને ડૉ. મધુરીબેન શાહ એવોર્ડઃ નિરુબેનમાં સેવાભાવના અજોડ હતી. તેણીએ ભાવનગરમાં એક સાથે 36000 મોટી ઉંમરની બહેનોને લખતાં વાંચતાં શીખવાડવાનું કામ આજીવન કર્યુ. ભાવનગરને યુનેસ્કેનો એક જબરજસ્ત એવોર્ડ મળ્યો અને તેમાંથી જ સમગ્ર ગુજરાતનો અને ખાસ કરીને પ્રતિષ્ઠિત નિરંતર શિક્ષણ માટેનો એવોર્ડ ડૉ. મધુરીબેન શાહ એવોર્ડ પણ નીરૂબેનને મળ્યો હતો.

કોમ્યુનિસ્ટ મહિલા મેયરઃ અરુણભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સમાજવાદીઓના પ્રભુત્વને કારણે ભાવનગર નગર પાલિકાની ચૂંટણીમાં એ સમયે મહિલા અનામત નહોતી. આમ છતાં મહિલા આગેવાન તરીકે ભાવનગરમાં નિરુબેનના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાં આખા ગુજરાતમાં પ્રથમ વખત કોમ્યુનિસ્ટોને પૂરેપૂરી બહુમતી મળી. બિન અનામત રીતે સર્વ પ્રથમ ગુજરાતના એટલે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોઈ મહિલા મેયર બન્યા હોય તો તે પણ નિરૂબેન પટેલ બન્યા હતા. ડૉ. મધુરીબેન શાહનો એવોર્ડ મળ્યો નિરંતર શિક્ષણનો પરંતુ તે એવોર્ડ પણ તે સમયના મુખ્યપ્રધાન બાબુભાઈ પટેલના હસ્તે. એક બાજુ કોમ્યુનિસ્ટ લડાઈનું સંઘર્ષ આંદોલનો, કોમ્યુનિસ્ટ ક્રાંતિકારીઓ અને બીજી બાજુ સેવાઓની અવિરત ભૂમિકા પણ એમણે જ ભજવી અને નગરપતિ તરીકે એમણે જે કામ કર્યું છે આજે પણ અવિસ્મરણીય છે.

ડબ્બા શૌચાલયની નાબુદી, શેત્રુંજી પાઈપલાઈનઃ અરુણભાઈ મેહતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એ સમયે ડબ્બા શૌચાલય હતા એટલે કે અત્યારના આધુનિક શૌચાલય નહોતા. સૌથી પહેલું કામ નગરપતિ તરીકે આવીને નિરુબેને એ કર્યુ કે, ભાવનગરમાં એક પણ ડબ્બા શૌચાલય ન રહે, જે પણ પોતાના ઘરે પાકું શૌચાલય બનાવશે એને એ સમયે 1400 રૂપિયાની સબસિડી આપીને ભાવનગરમાંથી સંપૂર્ણપણે ડબ્બા શૌચાલય દૂર કરવાનું કામ પણ તેમણે કર્યુ હતું. પાણીની મુસીબત એટલી બધી હતી કે ભાવનગરનું બોરતળાવ પહોંચી વળતું નહોતું. નદીથી, કુવાઓમાંથી પાણી લાવવાનું કામ તો કર્યું પણ તે સમયે દીર્ઘ દૃષ્ટિનો વિચાર કર્યો અને નેહરુજીએ જે શેત્રુંજી ડેમ કૃષિ માટે બનાવ્યો હતો એ ડેમમાંથી પાણી મેળવવાની પરમિશન લીધી. સર્વ પ્રથમ શેત્રુંજી કેનાલ બનાવી અને કેનાલ પણ પરમેનેન્ટ ઉકેલ નથી એટલા માટે નગરપતિ તરીકે એમણે પાઈપલાઈન પ્રોજેક્ટની મંજૂરી મેળવી. શેત્રુંજી પ્રોજેક્ટથી જે પાણી આવ્યું તે આજે ભાવનગર પીવે છે.

સિટી બસ, ડબલ ડેકકર અને કુપોષણનો નિર્ણયઃ અરુણભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં બસની મુશ્કેલી હતી. સામાન્ય ગરીબ માણસ માટે મધ્યમ વર્ગ માટે તો તે સમયે બસ સ્ટેન્ડ નહોતું. નિરુબેન ગંગાજળિયા તળાવમાં એક સાથે એ સમયે 24 નવી બસ લાવ્યા. સાથોસાથ ભાવનગરમાં ગુજરાતમાં પણ પ્રથમ વખત ક્યાંય નહોતી તે બોમ્બે જેવી 7 જેટલી ડબલ ડેકર બસ ભાવનગરમાં લાવ્યા. બસ સ્ટેન્ડ તળાવમાં શિફ્ટ કરવામાં આવ્યું અને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી. કુપોષણનો આજે ગુજરાતમાં જબરદસ્ત મુદ્દો છે જેમાં ગુજરાતનું નામ ખરડાય છે. તે સમયે નિરુબેન પટેલે કુપોષણ સામેની લડાઈમાં પણ નગર પાલિકા શું રોલ ભજવી શકે તે દેખાડ્યું હતું. સવારે ઊઠીને ગરીબ બાળક જ્યારે જાગે ત્યારે એને એ સમયે દૂધ અને બ્રેડ મળી રહે એ માટે એક સાથે 117 કેન્દ્રો ઊભા કર્યા. ગરીબ વસ્તીમાં સવારે બાળકોને દૂધ અને મોડર્ન બ્રેડનું નિયમિત વિતરણ કરવામાં આવતું હતું.

  1. International Womens Day: ભાવનગરના ઝાંબાઝ પૂર્વ મેયર રીનાબેન શાહ, જેમણે કબ્રસ્તાનમાંથી રાતોરાત કરાવ્યો હતો રસ્તો

Last Updated : Mar 8, 2024, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.