જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દૂધ દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. દૂધના પોષક તત્વો અને દૂધ સર્વોત્તમ આહાર છે તે પ્રકારનો સંદેશો લોકોમાં જાય તે માટે દૂધ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓએ દૂધમાંથી પનીર બનાવીને અનોખી રીતે દૂધ દિવસની ઉજવણી કરી હતી.
વિશ્વ દૂધ દિવસની ઉજવણી : દૂધમાંથી અનેક પ્રોડક્ટો બને છે જે દૂધની સાથે તેમાંથી બનતી પ્રોડક્ટ કોઈપણ વ્યક્તિના તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ એટલી જ મહત્વની હોય છે. દૂધની સાથે દૂધમાંથી બનતી અન્ય બનાવટો પણ લોકોએ દૈનિક ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ તે પ્રકારના સંદેશો લોકોમાં ફેલાય તે માટે વિદ્યાર્થીઓએ અનોખી રીતે પનીર બનાવીને દૂધ દિવસની ઉજવણી કરી હતી
અવનવા ટેસ્ટના પનીર બનાવ્યા : વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા પનીર બનાવીને વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ બનાવેલા પનીરમાં મસાલા પનીર, હરાભરા પનીર, લીલા મસાલા સાથેના તીખા પનીર, પ્લેન પનીર અને આરોગ્ય માટે સર્વોત્તમ મનાતા બીટ પનીર સાથે પનીરની અન્ય કેટલીક અવનવી આઈટમ બનાવીને અનોખી રીતે દૂધ દિવસ ઉજવ્યો હતો. સામાન્ય રીતે જે લોકોને દૂધ ખાવું પસંદ નથી આવા લોકો દૂધને અન્ય પ્રોડક્ટના રૂપમાં લઈ શકે છે.
આરોગ્યની દ્રષ્ટિએ દૂધનું મહત્વ : કેટલાક લોકોને પનીર પસંદ નથી હોતું. પરંતુ આ પનીરને કોઈ પણ વ્યક્તિના સ્વાદ અને ટેસ્ટ અનુસાર તે મુજબનું બનાવવામાં આવે તો કોઈપણ વ્યક્તિ પનીરને પણ બિલકુલ આસાનીથી ખોરાક તરીકે સ્વીકારી શકે છે. આ પ્રકારના અલગ અલગ ખાટા, મીઠા, તીખા આરોગ્યસભર પનીર બનાવીને વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓએ ન માત્ર દૂધનું મહત્વ પરંતુ દૂધમાંથી બનતી અન્ય પ્રોડક્ટનું મહત્વ પણ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ છે, તેને લઈને આજે અવનવા પનીર બનાવીને દૂધ દિવસની ઉજવણી કરી હતી.