ETV Bharat / state

તાતીથૈયાની સમ્રાટ મિલમાં કામદારોના મોત મામલે માલિક અને મેનેજર સામે બેદરકારીનો ગુનો નોંધાયો - Industrial Accident - INDUSTRIAL ACCIDENT

ગત માસમાં તાતીથૈયામાં સમ્રાટ વેલ્વેટસ મિલમાં બનેલી ઔદ્યોગિક દુર્ઘટનામાં ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતાં. જે પૈકી બે કામદારોનું મોત થયું હતું. કામદારોના મોતના આ મામલામાં કંપનીના માલિક અને મેનેજર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

તાતીથૈયાની સમ્રાટ મિલમાં કામદારોના મોત મામલે માલિક અને મેનેજર સામે બેદરકારીનો ગુનો નોંધાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 9:16 PM IST

સુરત : ગત 22મી માર્ચના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની સીમમાં આવેલી સમ્રાટ વેલ્વેટસ મિલમાં જેટ મશીનના ઢાંકણનો કાચ તૂટી જતા ગરમ પાણીના ફુવારા ઊડયા હતા. જેમાં નજીકમાં કામ કરી રહેલા કામદારો તેની ચપેટમાં આવી જતા ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બેનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે 13 દિવસ બાદ કંપનીના માલિક અને મેનેજર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

ઘટનાની તપાસમાં મિલમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. કામદારોની સલામતી માટે પણ જરૂરી પગલાં લેવાયા ન હતા. ગંભીર બેદરકારી છતી થતા માલિક અને મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે...જયદીપસિંહ રાજપુત (પીએસઆઈ, કડોદરા પોલીસ )

બેદરકારી બદલ ગુનો નોંધાયો : પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલી સમ્રાટ મિલમાં ગત 22મી માર્ચના રોજ રાત્રિ દરમ્યાન જેટ મશીનના ઢાંકણનો કાચ તૂટી જવાથી ઊડેલા ગરમ પાણીના ફુવારાથી દાઝી ગયેલા બે કામદારોના મોત પ્રકરણમાં કડોદરા પોલીસે મિલ માલિક અને મેનેજરને જવાબદાર ઠેરવી બેદરકારી બદલ ગુનો નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો હતો.

બે કામદારોના મોત થયાં હતાં
બે કામદારોના મોત થયાં હતાં

શું હતી ઘટના : ગત 22મી માર્ચના રોજ પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલ સમ્રાટ વેલવેટસ એલએલ નામની કંપનીના ડાઈંગ વિભાગમાં આવેલ ડબલજેટ ડાઈંગ મશીન નંબર 2 ઉપર રાત્રિ દરમ્યાન જેટ ડાઈંગ મશીનના દરવાજાનો કાચ તૂટી ગયો હતો. જેનાથી મશીનમાં રહેલ ગરમ પાણીનો ફૂવારો બહાર આવતા મશીન ઉપર કામ કરતાં જીતેન્દ્રભાઈ હરિશ્ચંદ્ર ટંડેલ (ઉ.વ.24) તેમજ દાનસિંગ વિજયસિંગ ગોડ (ઉ.વ.24) ગંભીર રીતે દાઝી જતાં પ્રાથમિક સારવાર ચલથાણ સંજીવીની હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેના મોત થયા હતા. જ્યારે આ ઘટનામાં અંકિત છેડી યાદવ (ઉ.વ.21) પણ દાઝી ગયા હતા.

મિલમાં મશીનોનું યોગ્ય મેન્ટેનન્સ અને રીપેરીંગનો અભાવ : આ ઘટનામાં કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આ ગુનાની તપાસ કડોદરા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ જયદીપસિંહ રાજપૂતને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ઔદ્યોગિક એકમ હોવા છતાં રાત્રિ દરમ્યાન કામદારો પાસે કામ કરાવી ઉપરાંત સમયસર મશીનોની યોગ્ય મેન્ટેનન્સ કે રીપેરિંગ નહીં કરાવ્યુ હોવાનું બહાર આવ્યું હતું.

ગંભીર બેદરકારી બદલ ગુનો : જે ગંભીર બેદરકારીને લઈ કડોદરા પોલીસે આ કંપનીના માલિક તુષારભાઈ સુરેન્દ્રભાઈ શાહ (ઉ.વ.58, રહે શાંતિનગર સોસાયટી, કામધેનુ સ્ટોર સામે, વાલ્કેશ્વર, મુંબઈ) તેમજ મેનેજર રાજેશ બજનુ યાદવ (રહે તાતીથૈયા, તા. પલસાણા) સામે કડોદરા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ શરૂ કરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

  1. Vadodara News : પાદરા પાસે ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટમાં ત્રણ કામદારોના મોત
  2. લિફ્ટમાં ફસાતા કામદારે જીવ ગુમાવ્યો, કામરેજના ધોરણ પારડી ગામનો બનાવ - Surat Worker Death

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.