જુનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ મહિના દરમિયાન 70 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનાની શરૂઆત સોમવાર થી અને અંતિમ દિવસ પણ સોમવાર આવી રહ્યો છે આવા પવિત્ર સંયોગે જુનાગઢમાં આવેલા અને આજથી 10હજાર વર્ષ પૂર્વે રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને શિવભક્તો ભારે ધન્યતા અનુભવી રહ્યા છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના સાથે ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનના કેટલાક પ્રસંગો પણ જોડાયેલા છે જેને કારણે પણ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે
ગૌતમ ઋષિના શ્રાપથી ઇન્દ્ર રાજાને મળી મુક્તિ
રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપિત શિવલિંગ હોવાને કારણે આ મંદિરને ઈન્દ્રેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે આજથી 10હજાર વર્ષ પૂર્વે ગૌતમ ઋષિના શ્રાપ માંથી મુક્તિ મેળવવા માટે રાજા ઇન્દ્રએ અહીં મહાદેવની કઠોર તપસ્ચરયા કરી હતી ઈન્દ્ર રાજા ની શિવ ભક્તિ જોઈને મહાદેવ ખુદ પ્રસન્ન થયા હતા રાજા ઇન્દ્ર દ્વારા જમીનમાં બાણ મારતા અહીંથી પ્રવાહિત જળ પ્રગટ થયું હતું જેમાં સ્નાન કરીને ઇન્દ્ર રાજા ગૌતમ ઋષિના શ્રાપ માંથી મુક્ત થયા હોવાની માન્યતા પણ સનાતન ધર્મ ગ્રંથોના જોવા મળે છે
નરસિંહ મહેતા અહીંથી ગયા હતા કૈલાશ
નરસિંહ મહેતા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં ગાયોને ચરાવવા માટે નિયમિત આવતા હતા આવા સમયે ગાય એક ચોક્કસ જગ્યા પર દૂધની ધારા સ્વયં પ્રવાહિત કરતી હતી જ્યાં નરસિંહ મહેતાએ જોતા અહીં શિવલિંગ જોવા મળ્યું હતું ત્યાર બાદ નરસિંહ મહેતા સતત એક સપ્તાહ સુધી શિવલિંગ ને ભેટીને શિવ આરાધનામાં મગ્ન થયા હતા નરસિંહ મહેતાની આ શિવ આરાધના જોઈને ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા અને અહીંથી તેમને કૈલાશ લઈ ગયા હોવાની પણ ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે કૈલાસમાં નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવી ભગવાન મહાદેવે નરસિંહ મહેતાના 52 કામો અહીં પૂરા કર્યા હોવાની પણ માન્યતા પણ પ્રચલિત છે
નવાબ દ્વારા બનાવવામાં આવ્યું મંદિર
જૂનાગઢના નવાબ રસુલખાન સાથે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નો ઇતિહાસ જોડાયેલો જોવા મળે છે શિવલિંગ પર શિખરબદ્ધ મંદિર રસુલખાનના સમયમાં બન્યુ હતુ પરંતુ મંદિરનું શિખર પૂર્ણ ન થતા કેટલાક જ્યોતિષાચાર્યોએ નવાબ રસુલખાનને અહીં જ એકબીજા શિવલિંગની સ્થાપના કરવામાં આવે તો શિખરબધ્ધ મંદિર તૈયાર થશે જ્યોતિષાચાર્યની આ વાતને માનીને જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા બીજા શિવલિંગની સ્થાપન કરવામાં આવ્યું. ત્યાર બાદ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર શિખરબદ્ધ મંદિરમાં પરિવર્તિત થયું હતું.