અમદાવાદ : કોલકાતા, કોચી, તિરુવનંતપુરમ અને ગુવાહાટી જવા માંગતા મુસાફરો માટે ખુશખબર છે. યાત્રીઓની સુવિધા માટે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા કેટલીક નવી ફ્લાઇટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્ડિગો એરલાઈનની નવી ફ્લાઇટ્સ : જો તમે શિયાળાની રજાઓમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો અથવા કામ માટે મુસાફરી કરવાનો હોય, તો તમારી મુસાફરીને વધુ અનુકૂળ અને સરળ બનાવવા ઈન્ડિગો એરલાઈન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
કોચી અને કોલકાતા માટે સીધી ફ્લાઇટ : ઈન્ડિગો એરલાઈન દ્વારા અમદાવાદ એરપોર્ટથી દિમાપુર સાથે વન-સ્ટોપ કનેક્શન સાથે ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે સીધી અને વધારાની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે.
- અમદાવાદ-કોલકતા ફ્લાઈટ :
10 ડિસેમ્બરથી ડેઇલી ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-કોલકાતા ફ્લાઇટ નંબર 6E6246 દરરોજ રાત્રે 9:20 કલાકે અમદાવાદથી ઉપડશે અને 11:45 કલાકે કોલકતા પહોંચાડશે. જ્યારે કોલકાતા-અમદાવાદ ફ્લાઇટ નંબર 6E6247 બપોરે 12:50 કલાકે કોલકતાથી ઉપડશે અને બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.
- અમદાવાદ-કોચી ફ્લાઈટ :
આ ફ્લાઇટ 10 ડિસેમ્બરથી શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-કોચી ફ્લાઇટ નંબર 6E6237 દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 4:25 કલાકે અમદાવાદથી ઉપડશે અને સાંજે 06:45 કલાકે કોચી પહોંચાડશે. જ્યારે કોચી-અમદાવાદ ફ્લાઇટ નંબર 6E6238 દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 7:25 કલાકે અમદાવાદથી ઉપડશે અને રાત્રે 09:50 કલાકે અમદાવાદ પહોંચાડશે.
- અમદાવાદ-ગુવાહાટી ફ્લાઈટ :
10 ડિસેમ્બરથી ડેઇલી ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-ગુવાહાટી ફ્લાઇટ નંબર 6E6441 દરરોજ સવારે 8:30 કલાકે અમદાવાદથી ઉપડશે અને 11:15 કલાકે ગુવાહાટી પહોંચાડશે. બાદમાં આ ફ્લાઇટ બપોરે 01:00 કલાકે ગુવાહાટીથી ઉપડશે અને બપોરે 02:00 કલાકે દિમાપુર પહોંચાડશે.
પરત યાત્રામાં ફ્લાઇટ નંબર 6E6442 દરરોજ બપોરે 2:30 કલાકે દિમાપુરથી ઉપડશે અને બપોરે 03:35 કલાકે ગુવાહાટી પહોંચાડશે. બાદમાં આ ફ્લાઇટ સાંજે 04:55 કલાકે ગુવાહાટીથી ઉપડશે અને રાત્રે 08:35 કલાકે અમદાવાદ પહોંચાડશે.
- અમદાવાદ-તિરુવનંતપુરમ ફ્લાઈટ :
11 ડિસેમ્બરથી ડેઇલી ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-તિરુવનંતપુરમ ફ્લાઇટ નંબર 6E6237 દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 4:25 કલાકે અમદાવાદથી ઉપડશે અને સાંજે 07:05 કલાકે તિરુવનંતપુરમ પહોંચાડશે. જ્યારે તિરુવનંતપુરમ-અમદાવાદ ફ્લાઇટ નંબર 6E6238 દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 7:35 કલાકે તિરુવનંતપુરમથી ઉપડશે અને રાત્રે 09:55 કલાકે અમદાવાદ પહોંચાડશે.