પોરબંદર: બહારના દુશ્મનોની સાથોસાથ ભારત દેશમાં રહેતા દુશ્મનોથી પણ વ્યાકુળ છે. ત્યારે પોલીસની નજર અનેક જાસૂસો ઉપર પણ છે. એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા પોરબંદરમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસને પકડી લેવામાં આવ્યો છે. દેશમાં જ રહીને દેશનું જ ખાઈને પાકિસ્તાનને મદદ કરનારા જાસૂસી તત્ત્વો મામલે પોરબંદર ફરી એકવાર બદનામ થયું છે. આરોપી શખ્સની પૂછપરછ સાથે વધુ શખ્સોના નામ પણ જાસૂસી મામલે ખૂલે તેવી સંભાવન છે.
દેશનો દુશ્મન: પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગાઉ પણ અનેક વખત પોરબંદરમાં રહીને પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી આપી રહેલા શખ્સો પકડાયા છે. ત્યારે વધુ એકવાર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ગુજરાતની એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડની ટીમે એક જાસૂસને ઝડપી પાડ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે આ શખ્સ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને દેશની ગુપ્ત માહિતી આપતો હતો. છેલ્લા ઘણા સમયથી તે પોલીસના રડારમાં હતો. પોલીસે કેટલીક વિગતો કન્ફર્મ કરીને હાલ તેની ધરપકડ કરી લીધી છે.