રાજકોટ: ભારતમાં દર વર્ષે 1 કરોડ નંગ એર-કંડિશનરો વેંચાય છે અને તેમ છતાં સક્ષમ 100 ખરીદારો વચ્ચે માત્ર સક્ષમ 7 ખરીદારો પાસે જ એર-કન્ડિશન છે, એર-કંડીશનર સિસ્ટમ બનાવતી જાપાની કંપની ડાયકીનનાં ભારતનાં ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગોયલ રાજકોટમાં એક શો-રૂમ અને કંપનીની ઓફિસનાં ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા. ETV ભારત સાથેની વાતચીતમાં ભારતીય એર-કંડીશનરોનું બજાર કેવડું મોટું છે અને હજુ એમાં કેટલી સંભાવનાઓ રહેલી છે તે વિષે, તેમણે ETV ભારતનાં રાજકોટ સ્થિત સંવાદદાતા હિમાંશુ ભાયાણી સાથે વાત કરી, વધુ વિગતો માટે જુઓ અને વાંચો આ અહેવાલ ...
પ્રશ્ન: 1 - સમગ્ર ભારતમાં ડાયકીને કેટલા એર-કન્ડિશનર્સ વહેંચ્યા રૂપિયા મૂલ્ય અને નંગ પ્રમાણે?
જવાબ: સમગ્ર ભારતમાં કંપનીએ 15 લાખ એર કંડિશનર્સ વહેંચ્યા છે અને મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023-24માં કંપનીએ 10,700 કરોડ રૂપિયાનો ધંધો ભારતમાં કર્યો છે, જેમાં 15 લાખ રૂમ એર-કંડિશનર્સ તેમજ અન્ય કોમર્શિયલ એર-કંડિશનર્સ વહેંચ્યા છે જેમાં 67,600 નંગથી વધુ કોમર્શિયલ એટલે કે સેન્ટ્ર્લિંગ એર-કંડિશનર્સ સિસ્ટમ્સનો સમાવેશ કરવામાં આવે છે. જે એયરપોર્ટ, હોસ્પિટલ્સ, ઓફિસો, હોટેલોમાં લગાવવામાં આવે છે.
પ્રશ્ન: 2 - ગુજરાતમાં કેટલા એર-કંડિશનર્સ વહેંચ્યા?
જવાબ: ગુજરાતમાં લગભગ 1.5 લાખ એર-કંડિશનર્સ વહેંચ્યા છે, જેમાં ગુજરાત સમગ્ર ભારતમાં ચોથા સ્થાને છે કારણ કે, ગરમ પ્રદેશોને ધ્યાને લેતા, ઉત્તર ભારતમાં એર-કંડિશનર્સનું વેચાણ ખુબ છે. જેમાં દિલ્હી અને નોન-કેપિટલ રીજીયન (નોઈડા, ગુરુગામ, ગાઝિયાબાદ વિસ્તાર) અગ્ર સ્થાને છે. ત્યારબાદ જો વાત કરીએ તો, મુંબઈ-મહારાષ્ટ્ર, સાથે સાથે તામિલનાડુ અને ત્યારબાદ ગુજરાત આવે છે.
પ્રશ્ન: 3 - બજાર અને ડાઈકીન બંને કઈ દિશામાં આગળ વધી રહ્યા છે?
જવાબ: ભારતીય એર-કંડિશનર ક્ષેત્રે અંદાજે વર્ષે લગભગ 1 કરોડ નંગ એર-કન્ડિશનર્સ વહેંચાય છે અને આ બજાર વર્ષે 15% વૃદ્ધિદર સાથે વૃદ્ધિ કરી રહ્યું છે. આ જોતા દર વર્ષે ભારતમાં 15 લાખ વધુ એર-કંડીશનરોની ડિમાન્ડ વધી રહી છે. હજુ ભારતમાં એર-કંડીશનર માર્કેટનું જે પેનિટ્રેશન છે એ માત્ર 7% જ છે. એટલે હજુ 93% માર્કેટ કવર કરવાનું બાકી છે. એર-કંડીશનર માર્કેટમાં ખુબ જ સ્કોપ છે, તેમાં પણ ડાઈકીન પાસે આજે સમગ્ર રેન્જ-કેટેગરી, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ મળીને 25% માર્કેટશેર હોવાથી અમે હવે અમારી ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છીએ.
પ્રશ્ન: 4 - નીમરણા (રાજસ્થાન) અને શ્રીસિટી (આંધ્રપ્રદેશ) ખાતે બંને પ્લાન્ટનું સંયુક્ત ઉત્પાદન 2.5 લાખ નંગનું છે. તેમાંથી ભારતમાં કેટલું વહેંચશો અને નિકાસ કેટલું કરશો?
જવાબ: બન્ને જગ્યાએ કુલ ત્રણ છે, જેમાં નિમારાણામાં એક પ્લાંટ વર્ષ 2010માં લાગવા આવ્યો હતો, જેના વિસ્તરણની યોજના વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી. જ્યા આજે 10 લાખ નંગ એર-કંડિશનર્સનું ઉત્પાદન કરવામાં આવે છે અને નીમારાણા પ્લાન્ટ તેની ઈન્સ્ટોલ્ડ કેપેસીટી પર 100% કાર્યક્ષમ છે, 10 લાખ નંગનું વર્ષે ઉત્પાદન કરે છે. જયારે વર્ષ 2023માં શ્રીસિટી આંધ્રપ્રદેશ ખાતે કાર્યરત કાવામાં આવેલ પ્લાન્ટમાં 15 લાખ નંગ એર-કન્ડિશનર્સ બનાવવાની યોજના છે, જે હાલ તેની ઈન્સ્ટોલ્ડ કેપેસીટી કરતા 33% કાર્યરત છે અને અંદાજે 5 લાખ નંગ ઉત્પાદિત કરે છે. આમ આ બન્ને પ્લાંટમાંથી કુલ 25 લાખ નંગ એર-કંડીશનર બનાવવાની યોજના કંપનીની છે, જેમાંથી આગામી 2025 સુધીનાં કેલેન્ડર વર્ષમાં કંપની 20 લાખ નંગ ભારતમાં વહેંચવા માંગે છે અને અન્ય 5 લાખ નંગ નિકાસ કરવા માંગે છે, જેમાં 20 રાષ્ટ્રોમાં આ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવશે. ભારતમાં ઉપલબ્ધ સસ્તું-સારું માનવ સંસાધન તેમજ ઉત્પાદનની ઓછી કિંમતને કારણે અમે ભારતને ડાઈકીન સમૂહમાં ભવિષ્યનાં એક ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ તરીકે જોઈએ છીએ.
પ્રશ્ન: 5 - ભારતમાં કંપનીએ કેટલું રોકાણ કર્યું છે?
જવાબ: ભારતમાં કંપનીએ કુલ મળીને આજ દિવસ સુધી 2,800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આગામી દિવસોમાં જેમ જેમ ડિમાન્ડ વધશે, તેમ તેમ બજારની માંગને ધ્યાને લઈને કંપની ભારતમાં રોકાણ કરશે. કમ્પ્રેશર પણ હવે કંપની અહીં ભારતમાં જ બનાવે છે તેમજ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ, ઉપરાંત સેન્ટર ઓફ એક્સેલેન્સની સ્થાપના પણ કંપની ભારતમાં કરવા જઈ રહી છે.
પ્રશ્ન: 6 - આપના ઉપ્તાદન ભાવ પર કરન્સી વોલેટિલિટી અને કોમોડિટીનાં ભાવોની અસર કેવી રહી છે અને શું એ ભાવ-વધારો આપ ગ્રાહકો પર પસાર કરશો કે કંપની ખુદ એ ભોગવશે?
જવાબ: મેક ઈન ઈન્ડિયાની મુહિમ પર ભાર મુકતા અમો પણ એવું માનીએ છીએ. જો ભારતમાં જ ઉત્પાદન વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને ઓછામાં ઓછી આયાતી સાધન-સામગ્રી એમાં લગાવામાં આવે તો એ કિંમત કાબુમાં રાખી શકાય છે અને એ કારણે જ અમે ભારતમાં બજારની ડિમાન્ડને ધ્યાને લઈને અમારી ઉત્પાદન ક્ષમતામાં જેમ બને તેમ સ્વદેશી ઉત્પાદન તરફ જોક રાખવા માંગીએ છીએ. જેથી કરન્સી વોલેટિલિટીનો ભોગ અમે અને ગ્રાહક ન બને.
પ્રશ્ન: 7 - મોટાભાગે બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં ઉત્પાદનની કિંમત અને સસ્તા-સારા માનવ સંસાધનનો ઉપયોગ કરીને પોતાનો નફો વધારતી જોવા મળે છે, પરંતુ આનો ફાયદો ભારતીય શેર બજારમાં રોકાણકારોને નથી મળતો. કારણ કે, આ કંપનીઓ ભારતીય શેર બજાર કે મૂડી બજારમાં નોંધાયેલી નથી હોતી અને નફાની મલાઈ તેમની વિદેશી માતૃ સંસ્થાઓ ખાય જાય છે, તો શું આગામી દિવસોમાં આપ ભારતીય શેર બજાર કે મૂડી બજારમાં ડાઈકિનના ભારતીય એકમને લિસ્ટ કરશો?
જવાબ: અમારા કંપનીનાં મેનેજમેન્ટનાં મત મુજબ આગામી 3-4 વર્ષ સુધી ડાઈકીનનાં ભારતીય એકમને ભારતીય શેર બજાર કે મૂડી બજાર પર લિસ્ટ કરવાની કંપનીની કોઈ યોજના હાલમાં છે નહિ.
પ્રશ્ન: 8 - આગામી નાણાકીય વર્ષમાં કંપની એર-કંડીશનરોનાં વેચાણ માટે કેટલું લક્ષ લઈને ચાલી રહી છે?
જવાબ: આગામી નાણાકીય વર્ષમાં કંપની 25% વેચાણ લક્ષ સાથે આગળ વધી રહી છે એટલે કે, અંદાજે નાણાકીય વર્ષ 2024-25માં કંપની 18 લાખ એર કન્ડિશનરો વહેંચવા માંગે છે. દિવસે અને દિવસે વધી રહેલા તાપમાન અને ગરમીને કારણે ભારતમાં એર-કંડીશનનું બજાર દિવસે અને દિવસે વિસ્તરતું જાય છે તેવી પરિસ્થિતિમાં 29 અબજ ડોલરનો માત્ર એર-કંડિશનરોનો વેપાર કરતી જાપાનીઝ કંપની ડાઈકીન માત્ર જ નહિ પણ બીજી અન્ય કંપનીઓ પણ ભારતીય એર-કંડીશનર બજાર પર ડોળો જમાવીને બેઠી છે કારણ કે, સક્ષમ એવા 100 લોકોમાં હજુ એર-કન્ડિશન સિસ્ટમ માત્ર 7 લોકો સુધી જ પહોંચી છે.
- ગુજરાતની માતાઓ માટે સ્વિમિંગ એક્ટીવિટી નહિ જરૂરીયાત બની, સમર કેમ્પમાં બાળકોનો ઘસારો વધ્યો - Swimming activity summer camp
- વધુ પડતી ગરમી અને લીલો ઘાસચારો નહીં મળવાથી ઉનાળામાં દુધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં થાય છે ઘટાડો - Milk Production Of Dairy Cattle