ETV Bharat / state

કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવામાં ગુુજરાત અગ્રેસર, 7 મહિનામાં PNG કનેક્શનની સંખ્યામાં 2 લાખનો વધારો - PIPED NATURAL GAS CONNECTION - PIPED NATURAL GAS CONNECTION

વર્ષ 2070 સુધીમાં દેશમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે. નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં PNGની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. PIPED NATURAL GAS CONNECTION

કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવામાં ગુુજરાત અગ્રેસર
કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવામાં ગુુજરાત અગ્રેસર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 5:06 PM IST

ગાંધીનગર: વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે.

PNG કનેક્શનની સંખ્યામાં કેટલો વધારો: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે. 31 જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક PNG કનેક્શનની સંખ્યા 3,078,162 હતી. જે 29 ફેબ્રુઆરી 2024માં 3,253,175 સુધી પહોંચી ગઇ છે. આ 7 મહિનામાં 5.6%ના વધારા સાથે કુલ 175,013 કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે.

વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર

વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

ઔદ્યોગિક PNG કનેક્શન (ટોપ 5 રાજ્ય)

  1. ગુજરાત: 5,786
  2. ઉત્તરપ્રદેશ: 3,270
  3. હરિયાણા: 2,259
  4. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (UT): 1,910
  5. રાજસ્થાન: 1,691

વ્યવસાયિક PNG કનેક્શન (ટોપ 5 રાજ્ય)

  1. ગુજરાત: 23,445
  2. મહારાષ્ટ્ર: 4,817
  3. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (UT): 3,965
  4. ઉત્તરપ્રદેશ: 2,644
  5. આસામ: 1,391

PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત પ્રથમ નંબરે: આ ઉપલબ્ધિ અંગે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, “આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિદ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તેમણે સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કર્યું હતું અને આ સાથે ગુજરાતને સોલાર પોલિસીની ભેટ પણ આપી હતી. આ તમામ પ્રયત્નો પર્યાવરણની રક્ષા કરવા માટેના હતા. ખાસ એક વાતની નોંધ આપણે લેવી જોઇએ કે, છેલ્લા 7 મહિનામાં ગુજરાતના ઘરોમાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક ગેસ કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. આ નોંધપાત્ર પ્રગતિ છે અને વડાપ્રધાનના વર્ષ 2070 સુધી કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સુંદર રીતે પ્રગતિ કરી રહ્યું છે."

તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના (GGL) પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા 10 વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014ના માર્ચ મહિનામાં GGLનું નેટવર્ક 13,517 કિલોમીટર હતું જે માર્ચ 2024 સુધી વધીને 34,832 કિલોમીટર સુધી પહોંચ્યું છે.

  1. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો : રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, જુઓ - Chandipura virus
  2. મુંબઈમાં મેઘો મુશળધાર, રત્નાગીરી અને સાતારામાં હાઈ એલર્ટ, જનજીવનને માઠી અસર - Mumbai Rainfall IMD Alert

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.