ETV Bharat / state

સાંતલપુરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર, હત્યાની આશંકાએ પોલીસ લાગી તપાસમાં.. - PATAN CRIME

પાટણ જિલ્લાના સાંતલપુરમાં ગાડી સર્વિસ માટે જતા યુવકની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીઓની શોઘખોળ હાથ ધરી છે.

સાંતલપુરમાં હત્યાનો બનાવ
સાંતલપુરમાં હત્યાનો બનાવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 4:08 PM IST

પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુરમાં યુવકની હત્યાને લઇને બનેલી ઘટનામાં રાધનપુર ડીવાયએસપી ડી.ડી.ચૌધરીએ જણાવ્યું છે કે,'પાટણ જિલ્લાના સાંતલપુરમાં બનેલી ઘટનામાં પોલીસ મથકે યુવકની હત્યા મામલે ગુનો નોંધ્યો છે. જેમાં સમગ્ર ઘટના એ છે કે કમલ હોટેલના જીવણભાઈ આહિરની સ્કોર્પિયો ગાડીનો ડ્રાઇવર રાજુસરા ગામનો અયુબભાઈ રાજા જે ગાડી સર્વિસ માટે તા.7/10/24ના રોજ પાટણ ગયા હતા.

યુવકનો સંપર્ક તૂટ્યો: તે દરમિયાન રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ હોટેલ માલિકે યુવકનો સંપર્ક કર્યો હતો અને તે આરામ હોટેલ રાધનપુરથી સાંતલપુર હાઇવે પર પહોચ્યો છે તેવી માહિતી મળી હતી. ત્યારબાદ યુવકનો ઘણી વાર સંપર્ક કરતા હોવા છતા તે ફોન રિસીવ કરતો ન હતો. જે બાદ ફરી ગાડીના માલિકે યુવકના મોબાઇલમાં સંપર્ક કરતા કોઈ એક રાહદારીને રાજુસરાના પુલ ઉપરથી મોબાઇલ મળ્યો હતો જે ગાડી માલિકને પરત આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે મૃતક ડ્રાઇવર અયુબના ભાઈએ વાહન અને અયુબનો કોઈ પત્તો નહિ મળતા સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુરમાં હત્યાનો બનાવ (Etv Bharat Gujarat)

પોલીસે તપાસ હાથ ધરી: પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ ચાર ટીમો બનાવી હતી. સાથે એલસીબી અને એસોજી ટીમની પણ મદદ લેવામાં આવી હતી. અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકનાં સૂચના મુજબ ચારે ટીમો ચારે દિશામાં કાર્યરત હતી. જે દરમિયાન રાધનપુરથી કંડલા હાઇવે મુખ્ય મથક સાંતલપુરનાં બાબરા પાટીયા નજીક ચોકડીમાં યુવકની લાશ મળી આવી હતી.

યુવકની લાશ મળી આવતા પોલીસ દ્વારા મરણજનાર યુવકના પિતાજીને જાણ કરવામાં આવી હતી. જે જાણ બાદ મૃતક યુવકના પિતાએ દીકરાના મોત સંબંધિત સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં મૃતક યુવકના પિતાજીએ જણાવ્યું હતું કે, 'યુવકનો એક બહેન સાથે આડા સંબંધ હોવાથી યુવતીના સંબંધીઓએ દ્વારા કાવતરું રચી મોત નિપજાવી છે તેવી એફઆઇઆરમાં શંકા દર્શાવી છે.'

'બીજી તરફ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે અને આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે',રાધનપુર dysp ડી. ડી. ડી.ચૌધરી

પોલીસે સમગ્ર ઘટનાને પગલે કાર્યવાહી કરી, પોલીસની અલગ અલગ ટીમો શોધખોળમાં હતી. તે દરમિયાન સ્કોર્પિયો ગાડી મઢુત્રાથી મોમાઈ માતાજી તરફ જવાનો કાચા માર્ગ પરના નેરિયામાં ફસાયેલ હાલતમાં ગાડી મળી આવી હતી. એફએસએલ અધિકારી અને સાથે રહેલ તપાસ અધિકારી દ્વારા પંચનામુ કરતા ગાડીમાં બ્લડ મળી આવ્યું હતું.

'ફરિયાદમાં જે આરોપીઓ જણાવેલ છે તે પોલીસના હાફ વેંતમાં છે અને ટુંક જ સમયમાં પોલીસ આરોપીઓને ઝડપી સમગ્ર બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓને કાયદેસરની સજા થાય તે દિશામાં તપાસ કરવામાં આવશે.'રાધનપુર dysp ડી.ડી ચૌધરી

  1. ફિલ્મી કહાની જેવો કિસ્સો: ભાઈના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી
  2. વડોદરા ગેંગરેપના 2 આરોપીના ઘર ગેરકાયદેસર, વહીવટી તંત્રે આપ્યુ 72 કલાકનું અલ્ટીમેટમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.